ઇન્ફોસિસ ને રિલાયન્સમાં અણધાર્યા આંચકા બજારને ૧૯૭ પૉઇન્ટ નડ્યા

AGM બાદ રિલાયન્સ ઉપરથી પોણાપાંચ ટકા તૂટ્યો : TCS વિક્રમી સપાટીએ, ઇન્ફીમાં સાડાચાર ટકાનું ધોવાણ : તાતા મોટર્સની નવા મલ્ટિયર બૉટમની શોધ શરૂ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર ગઈ કાલે લગભગ સવાબસો પૉઇન્ટની રેન્જમાં અથડાતું રહી છેલ્લા અડધા કલાકના વેચવાલીના પ્રેશરમાં ૩૪,૪૧૮ની અંદર જઈ ૭૧ પૉઇન્ટના ઘટાડામાં ૩૫,૫૭૪ તથા નિફ્ટી ૨૦ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૭૫૦ની અંદર બંધ રહ્યાં છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૬ અને નિફ્ટીના ૫૦માંથી ૨૪ શૅર નરમ હતા. બાય ધ વે, ઇન્ફી સાડાચાર ટકા અને રિલાયન્સ અઢી ટકા ડૂલ થતાં સેન્સેકસને ગઈ કાલે ૧૯૭ પૉઇન્ટની હાનિ થઈ છે. એને લીધે રોકાણકારોને ઇન્ફીમાં ૧૩,૧૧૦ કરોડ રૂપિયાનો તથા રિલાયન્સમાં ૧૫,૮૩૦ કરોડ રૂપિયાનો માર પડ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસ માટે સેબીની લીલી ઝંડી પાછળ યસ બૅન્ક ચારેક ટકાની તેજીમાં ટૉપ ગેઇનર બની છે. તાતા મોટર્સમાં બ્રિટિશ સબસિડિયરી જગુઆર લૅન્ડ રોવર તરફથી બ્રેક્ઝિટ બાબતે ફરી વાર ચિંતા વ્યક્ત થતાં ભાવ ૨૫૨ની સાડાપાંચ વર્ષની નવી બૉટમ બતાવી બે ટકાની નબળાઈમાં ૨૬૧ રૂપિયા બંધ આવ્યો છે. જ્વેલરી ડિવિઝનની કામગીરી નિસ્તેજ રહ્યાની કબૂલાત પાછળ ટાઇટન પોણાછ ટકાના કડાકામાં NSE ખાતે ૫૩૬ના બંધમાં ટૉપ લૂઝર દેખાતો હતો.

સેન્સેક્સ-નિફ્ટીના નજીવા ઘટાડા સામે મિડ કૅપ પોણો ટકો તથા સ્મૉલ કૅપ અડધા ટકાની નજીક ઘટતાં માર્કેટ-બ્રેડ્થમાં નેગેટિવિટી વધી છે. બ્રૉડર-માર્કેટ અર્થાત BSE-૫૦૦ ખાતે ૫૦૧ શૅરમાંથી ૧૮૯ જાતો વધી હતી. ઘ્પ્ત્ચ્ તરફથી ભારતીય અર્થતંત્રની ગતિવિધિ વિશે જારી થયેલા આંકડા આર્થિક વિકાસદર સતેજ બન્યો હોવાના રિઝવર્‍ બૅન્કના દાવાથી વિપરીત જાય છે. CMIEના મૅનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસના મતે પ્રોજેક્ટ પુરા કરવા કે પાર પાડવાનો દર ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. નવા મૂડીરોકાણની દરખાસ્તોમાં કોઈ વૃદ્ધિ નથી. રોજગારીસર્જન તેમ જ રોકાણના મામલે સ્થગિતતા દેખાય છે. અર્થતંત્ર ઢીલું છે. ઉદ્યોગોની એકંદર ક્ષમતાવપરાશ ૭૦-૭૪ ટકાએ છે. આ દર ૮૦ ટકાને વટાવે નહીં ત્યાં સુધી નવા મૂડીરોકાણમાં ઉત્સાહ આવવાનો નથી. સરકારે તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવમાં જબ્બર વધારો જાહેર કર્યો છે, પરંતુ મુખ્ય સવાલ એના અમલનો છે. ટેકાના ભાવે ખરીદીનું મેકૅનિઝમ કેવી રીતે ગોઠવાશે એ હજી સરકારે સ્પક્ટ કર્યું નથી. ટેકાના ઊંચા ભાવ જાહેર કરી દેવાથી કૃષિક્ષેત્રે તનાવ દૂર થઈ જવાનો નથી.

રિલાયન્સ વૉલ્યુમ સાથે નીચે ઊતર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાની શરૂઆત પૂવર્‍ ગઈ કાલે શૅર મજબૂત ખૂલી સવા ટકાની તેજીમાં ઉપરમાં ૧૦૦૮ વટાવી ગયો હતો, પરંતુ ત્યાર બાદ લપસણીની ચાલમાં ભાવ નીચામાં ૯૬૦ થઈ અંતે અઢી ટકાની નરમાઈમાં ૯૬૫ રૂપિયા બંધ આવ્યો છે. શૅરધારકો સમક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીનો ગોલ્ડન ડીકેડ અર્થાત સોનેરી દાયકો હવે શરૂ થાય છે. આ સંદર્ભમાં શૅરનો ગઈ કાલનો નોંધપાત્ર ઘટાડો કેવી રીતે મુલવવો એ એક સવાલ છે. ૨૧ જૂને ભાવ ૧૦૩૬ નજીકની વિક્રમી સપાટીએ ગયા બાદ AGM માથે હોવા છતાં ક્રમશ: ઘસાતો રહી તાજેતરમાં ૯૪૧ની દોઢેક મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો. AGM પૂર્વેના બે દિવસમાં ભાવ ત્રીસેક રૂપિયા ઊંચકાયો હતો. મુકેશ અંબાણી કંઈક સરપ્રાઇઝ આપશે એવી સવર્ત્રે હવા હતી, પરંતુ બજારને જે જોઈતું હતું એવું કંઈ મળ્યું હોય એમ લાગતું નથી. સરવાળે ઉપલા મથાળેથી હેવી પ્રૉફિટ-બુકિંગ ગઈ કાલે કામે લાગ્યું હોવાની શક્યતા છે. ગ્રુપ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર્સ, નેટવર્ક ૧૮ તથા ટીવી ૧૮ બ્રૉડકાસ્ટ સાધારણથી લઈને દોઢેક ટકો પ્લસ હતા.

ઇન્ટરનેટ, કેબલ TV શૅરમાં જીઓનો આંચકો


રિલાયન્સે ટેલિકૉમ સર્વિસિસ બિઝનેસમાં આક્રમક માર્કેટિંગ અને ટૅરિફ-વૉર દ્વારા ધારણા કરતાં વહેલું અને મોટું ગજું હાંસલ કરી લીધું છે. હવે એણે જીઓ ગીગાફાઇબરના નેજા હેઠળ બ્રૉડબૅન્ડ તથા કેબલ TV સર્વિસિસ ક્ષેત્રે આ જ હથિયારથી ઝંપલાવવાની વિધિવત જાહેરાત કરી છે. એના પગલે ઍરટેલ, વોડાફોન, આઇડિયા ઇત્યાદિની જેવી હાલત ટેલિકોમ સેક્ટરમાં થઈ ગઈ છે એવી જ દશા ઇન્ટરનેટ અને DTH કંપનીઓની થવાની છે. આ દહેશત હેઠળ ગઈ કાલે ડેન નેટવર્ક તેર ગણા કામકાજમાં ૬૪ રૂપિયાનું વર્ષનું બૉટમ બતાવી અંતે ૧૦.૭ ટકાની ખુવારીમાં ૬૬ રૂપિયા બંધ હતો. GTPL હૅથવે નવ ગણા વૉલ્યુમમાં ૯૨ની અંદર ઑલટાઇમ તળિયુ નોંધાવી ૬.૩ ટકાના ધોવાણમાં ૯૫ રૂપિયા, હૅથવે કેબલ ૨૦ની અંદર વસ્ર્ટ લેવલ બનાવી ૧૫ ટકાના કડાકામાં ૨૦ રૂપિયા, ઍરટેલ કમ્યુનિકેશન્સ ૧૧ની લાઇફટાઇમ બૉટમ બતાવી ૬.૮ ટકા તૂટીને ૧૧.૬૫ રૂપિયા, સિટી નેટવર્ક ૧૩ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ દોઢ ટકા ઘટીને સાડાતેર રૂપિયા બંધ હતા. અન્ય મીડિયા એન્ટરટેઇનમેન્ટ કાઉન્ટરમાં NDTV પાંચ ટકા, TV ટુડેઝ ૬.૮ ટકા, સન TV ૨.૮ ટકા, ઝી મીડિયા ૧.૮ ટકા, ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ બે ટકા, DB કૉર્પ બે ટકા, જાગરણ પ્રકાશન અડધો ટકો, મ્યુઝિક બ્રૉડકાસ્ટ ૩.૨ ટકા ડાઉન હતા. ડિશ TV પ્રારંભિક ઘટાડા બાદ અડધો ટકો વધીને ૭૨ રૂપિયા આસપાસ હતો.

ઇન્ફીમાં સવાબે વર્ષનો મોટો કડાકો

IT જાયન્ટ ઇન્ફોસિસ ગઈ કાલે સાડાચાર ગણા કામકાજમાં ઉપરમાં ૧૩૫૦ થયા બાદ સડસડાટ ઘટતો રહી ૧૨૬૯ની અંદર ઊતરી જતાં ૧૬ એપ્રિલ ૨૦૧૬ પછીનો સૌથી મોટો ઇન્ટ્રા-ડે કડાકો બોલાયો હતો. ભાવ અંતે ૪.૫ ટકાની ખરાબીમાં ૧૨૮૪ રૂપિયા બંધ આવ્યો છે. કંપનીના જૂન ક્વૉર્ટરના પરિણામ આગામી શુક્રવારે એટલે કે ૧૩ જુલાઈએ આવવાના છે ત્યારે આટલો મોટો ધબડકો ચિંતાનો વિષય કહી શકાય. દરમ્યાન જેનું રિઝલ્ટ ૧૦મીએ છે એ TCS ઉપરમાં ૧૮૮૭ની ઑલટાઇમ ટૉપ બતાવી અડધા ટકાથી વધુના સુધારામાં ૧૮૮૨ રૂપિયા નજીક બંધ હતો. કંપનીનું માર્કેટ કૅપ ગઈ કાલે ૭.૨૦ લાખ કરોડ રૂપિયાને આંબી ગયું છે. ગઈ કાલે નિફ્ટી IT ઇન્ડેક્સ ૧૦માંથી ૭ શૅરના ઘટાડામાં એક ટકાથી વધુ તો BSEનો IT ઇન્ડેક્સ ૫૯માંથી ૪૨ શૅરની બુરાઈમાં દોઢ ટકાથી વધુ કટ થયો હતો. માસ્ટેક, ઍપ્ટેક, નીટ, નીટ ટેક્નૉ, સોનાટા, સૉફ્ટવેર, સાસ્કેન, ટ્રાયજેન, તાન્લા સૉલ્યુશન્સ, હેકસાવેર, ટેક સૉલ્યુશન્સ, KPIT, હિન્દુજા ગ્લોબલ જેવી જાતો દોઢથી સાડાચાર ટકા ડાઉન હતી. બે દિવસ પૂર્વે ૨૦-૨૦ ટકાની મંદીની સર્કિટમાં ૩૦૨ રૂપિયાના મલ્ટિયર તળિયે ગયેલો ૮K માઇલ્સ ગઈ કાલે બમણા વૉલ્યુમમાં ૩૮૪ નજીક જઈ અંતે સાત ટકાથી વધુની તેજીમાં ૩૭૪ના બંધમાં ટૉપ ગેઇનર બન્યો છે.

ટાઇટન પાછળ જ્વેલરી શૅર વધુ ઝંખવાયા

ટાઇટન તરફથી જૂન ક્વૉર્ટરમાં જ્વેલરી ડિવિઝનનો દેખાવ નબળો રહ્યો હોવાના નિર્દેશ સાથે આગામી ક્વૉર્ટર પણ સુસ્ત રહેવાની ભીતિ વ્યક્ત થતાં શૅર ગઈ કાલે આશરે બમણા કામકાજમાં નીચામાં ૮૩૩ થઈ અંતે સાડાપાંચ ટકાની ખુવારીમાં ૮૩૮ નજીક બંધ આવ્યો છે. એની સીધી અસરમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ ટાઇટનના ૫૦૧ પૉઇન્ટના પ્રદાન સાથે ૫૬૧ પૉઇન્ટ કે પોણાત્રણ ટકા ગઈ કાલે ખરડાયો હતો. જ્વેલરી સેગમેન્ટના અન્ય શૅરમાં PC જ્વેલર્સ ચાર ટકા, લિપ્સા જેમ્સ ત્રણેક ટકા, રાજેશ એક્સપોર્ટ્સ પોણો ટકો, તારા જ્વેલ્સ ચાર ટકા ડાઉન હતા ગોલ્ડિયન ઇન્ટરનૅશનલ બે ટકા જેવા સુધારામાં ૫૭ રૂપિયા નજીક તો થંગમયિલ જ્વેલરી ૪૨૫ થઈ અંતે પોણાચાર ટકાની તેજીમાં ૪૪૮ રૂપિયા બંધ આવી સામા પ્રવાહે હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK