મેટલ અને ઑટો શૅરની મંદીમાં બજાર ૩૦૦ પૉઇન્ટ ડાઉન

બજારની માર્કેટ-બ્રેડ્થમાં ભારે નેગેટિવિટી, ૨૦૦૭ શૅર રેડ ઝોનમાં : વર્ષની નીચી સપાટીએ વકરાંગી લિમિટેડમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી : ખાંડના ઊંચા ઉત્પાદનના અંદાજથી શુગર મિલોની ચિંતા વધી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ડિસેમ્બર ક્વૉર્ટરના પ્રોત્સાહક GDP ડેટા બાદ શૅરબજારમાં આગેકૂચની વ્યાપક ધારણાથી વિરુદ્ધ ટ્રિપલ સેન્ચુરીની પીછેહઠ જોવા મળી છે. સેન્સેક્સ ૩૦૦ પૉઇન્ટની ખરાબીમાં ૩૩,૭૪૬ અને નિફ્ટી ૯૯ પૉઇન્ટ તૂટીને ૧૦,૩૫૮ના મથાળે બંધ થયા હતા જેમાં સેન્સેક્સ કામકાજ દરમ્યાન ઉપરમાં ૩૪,૦૩૪ અને નીચામાં ૩૩,૬૫૩ થયો હતો. તો નિફ્ટીમાં આ રેન્જ ૧૦,૩૨૩થી ૧૦,૪૨૮ની વચ્ચે રહી હતી. આજની ખરાબી પાછળ ઑટો અને મેટલ શૅરની મંદીએ મોટી ભૂમિકા ભજવી છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૫ અને નિફ્ટીના ૫૦માંથી ૪૨ શૅર ડાઉન હતા જેમાં તાતા મોટર્સ પાંચ ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, બજાજ ઑટો ૨.૭ ટકા, રિલાયન્સ અઢી ટકા, કોલ ઇન્ડિયા ૨.૩ ટકા, ONGC ૨.૨ ટકા, ડૉ. રેડ્ડીઝ, યસ બૅન્ક, HUL બે ટકા, ભારતી ઍરટેલ, ITC, એશિયન પેઇન્ટ્સ, HDFC સવા ટકા જેટલા ખરડાયા હતા. તો બીજી બાજુ સન ફાર્મા, TCS, મહિન્દ્ર-મહિન્દ્ર, SBI, કોટક બૅન્ક અને NTPCના શૅરમાં સાધારણથી લઈ અઢી ટકા સુધીનો સુધારો થયો હતો. માર્કેટ-બ્રેડ્થ ભારે નેગેટિવ હતી જેમાં BSE ખાતે ૨૨૦૭ શૅર રેડ ઝોનમાં અને ૭૨૪ સ્ટૉક સુધર્યા હતા.

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસની વાત કરીએ તો ઑઇલ-ગૅસ ૧.૮ ટકા, મેટલ ૩.૩ ટકા, ઑટો ઇન્ડેક્સ દોઢ ટકા, ટેલિકૉમ ૧.૪ ટકા, FMCG સવા ટકા જેટલા ખરડાયા હતા.

મેટલ સ્ટૉક ભારે દબાણ હેઠળ

અમેરિકન ટ્રમ્પ સરકાર દ્વારા સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ડ્યુટી લાદવાની ચિંતામાં આજે મેટલ ઇન્ડેક્સ અને સ્ટૉક ભારે દબાણ હેઠળ રહ્યા હતા જેમાં BSEનો મેટલ ઇન્ડેક્સ નીચામાં ૧૪,૪૫૯ થઈ અંતે ૩.૩ ટકાના ભંગાણમાં ૧૪,૫૩૪ના મથાળે બંધ રહ્યો હતો. એના ૧૦ શૅર ડાઉન હતા જેમાં NMDC છ ટકા, નૅશનલ ઍલ્યુમિનિયમ પાંચ ટકા, JSW સ્ટીલ ૪.૬ ટકા, હિન્દાલ્કો ૪.૫ ટકા, જિન્દલ સ્ટીલ ૪.૨ ટકા, સેઇલ ૩.૮ ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, કોલ ઇન્ડિયા ૨.૬ ટકા, વેદાન્ત સવાબે ટકા અને હિન્દુસ્તાન ઝિન્ક કંપનીનો શૅર ૧ ટકો તૂટ્યો હતો. તો NSE ખાતે તમામ ૧૫ શૅરની નરમાઈ સાથે મેટલ ઇન્ડેક્સ ૩.૩ ટકાની ખરાબીમાં ૩૮૩૦ના સ્તરે બંધ થયો હતો. રિપોર્ટ મુજબ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ત્યાંના ઉત્પાદકોને રક્ષણ આપવા માટે સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર ટૅરિફ લાદી હોવાથી ચીન સહિત ભારતીય કંપનીઓને અમેરિકામાં આ પ્રોડક્ટોની નિકાસ કરવામાં મુશ્કેલી પડશે.

શુગર સ્ટૉકની મીઠાશમાં ઘટાડો

શેરડીના ઊંચા ઉત્પાદનના પગલે ખાંડનું ઉત્પાદન વધવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જેના પગલે કેટલાક શુગર સ્ટૉક વર્ષની નીચી સપાટીએ ક્વૉટ થતાં ફરી વળતાં પાણી જોવા મળ્યાં છે. BSE ખાતે લિસ્ટેડ ૩૫ શુગર સ્ટૉકમાંથી ૨૮ શૅર ડાઉન હતા જેમાં બલરામપુર ચીની, દ્વારકેશ શુગર, બન્નારી અમાન શુગર, બજાજ હિન્દુસ્તાન, મવાણા શુગર અને થીરૂઆરૂન શુગર સહિતની ૧૨ કંપનીના શૅર આજે કામકાજ દરમ્યાન વર્ષ કે એનાથી પણ નીચી સપાટીએ ક્વૉટ થયા હતા જેમાં શ્રી શાદીલાલ એન્ટરપ્રાઇઝિસ ૧૧.૭ ટકા, બલરામપુર ચીની ૮.૬ ટકા, અવધ શુગર ૮ ટકા, SBEC શુગર પાંચ ટકા, ઇન્ડિયન સોર્શ ૪.૧ ટકા, રિગા શુગર ૪ ટકા, ધામપુર શુગર, ત્રિવેણી શુગર, સિમ્ભોલી શુગર ૩.૬ ટકા, EID પેરી સવાત્રણ ટકા, KM શુગર, મવાણા શુગર, મગધ શુગર ૨.૮ ટકા જેટલા તૂટ્યા હતા. તો બીજી બાજુ પૉઝિટિવ ઝોનમાં બંધ રહેનાર શુગર સ્ટૉકમાં ગાયત્રી શુગર પાંચ ટકા, પેન્ની ઇરોડ ૪.૬ ટકા, ઊગર શુગર, રાજશ્રી શુગર દોઢ ટકા અને કેસર એન્ટરપ્રાઇઝિસ ૧ ટકા જેટલા સુધર્યા હતા. મહારાષ્ટ્રમાં શેરડીનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધવાના લીધે ભારતમાં ખાંડનું ઉત્પાદન ૧૨ ટકા વધીને ૨૯૨ લાખ ટન થવાની ધારણા મૂકવામાં આવી છે. ખાંડના ઊંચા ઉત્પાદનથી ભાવ પર દબાણ વધતાં શુગર મિલોનું માર્જિન ભીંસમાં રહેવાની ચિંતા સતાવી રહી છે.

IDBI બૅન્કનો શૅર ૫૧ ટકા ઊછળ્યો

બજારમાં વ્યાપક કરેક્શનના સામા પ્રવાહમાં IDBI બૅન્કનો શૅર એક મહિનામાં ૫૧ ટકા વધ્યો છે. આજે પણ સેન્સેક્સમાં ૩૦૦ પૉઇન્ટના ઘટાડા સામે આ બૅન્કના શૅરમાં સુધારાની ચાલ આગળ ધપતાં કામકાજ દરમ્યાન ૯૦ રૂપિયાની નજીક વર્ષની ઊંચી સપાટી બનાવી અંતે પ.૧ ટકાની મજબૂતીમાં ૮૪.૪૦ રૂપિયાના મથાળે બંધ થયો હતો. મહિના પૂર્વે આ શૅરનો ભાવ ૬૦.૪૦ રૂપિયા હતો, જ્યારે આ સમીક્ષાધીન સમયગાળામાં બૅન્ચમાર્ક ઇન્ડેક્સ પોણાત્રણ ટકા તૂટ્યો છે. કંપની રેટિંગ અને બ્રોકરેજ એજન્સી ક્રિસિલે બૅન્કનું આઉટલૂક રેટિંગ નેગેટિવમાંથી સુધારીને સ્ટૅબલ કર્યું છે. આ રેટિંગ રિવિઝન પાછળ સરકારના રીકૅપિટલાઇઝેશનને મુખ્ય પરિબળ માનવામાં આવી રહ્યું છે, કારણ કે રીકૅપિટલાઇઝેશન હેઠળ IDBI બૅન્ક ૧૦૬ અબજ રૂપિયા મેળવશે.

બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૩૪ શૅર નુકસાનીમાં હતા જેમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ૫.૨ ટકા, ઇન્ડિયન બૅન્ક ૪.૩ ટકા, મહારાષ્ટ્ર બૅન્ક ૩.૬ ટકા, લક્ષ્મી વિલાસ બૅન્ક ૩.૫ ટકા, કૅનેરા બૅન્ક ૩.૩ ટકા, યુનિયન બૅન્ક ૩.૧ ટકા, કૉર્પોરેશન બૅન્ક ૨.૯ ટકા, યુનાઇટેડ બૅન્ક, દેના બૅન્ક અઢી ટકા, પંજાબ-સિંધ બૅન્ક, કોટક બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક, આંધ્ર બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ધનલક્ષ્મી બૅન્ક, વિજયા બૅન્ક, યસ બૅન્ક, અલાહાબાદ બૅન્ક, IDFC બૅન્ક, કરૂર વૈશ્ય બૅન્ક, RBL બૅન્ક, ફેડરલ બૅન્ક, AU બૅન્ક, યુકો બૅન્કના શૅરમાં ૧.૪ ટકાથી અઢી ટકા સુધીનું ધોવાણ થયું હતું.

બ્લૉક ડીલની હૂંફે વકરાંગી લિમિટેડમાં રિકવરી

બ્લૉક ડીલની હૂંફે વકરાંગી લિમિટેડનો શૅર ૧૪૭ રૂપિયાની વર્ષની નીચી સપાટીએથી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૬૨.૫૫ રૂપિયાના મથાળે બંધ રહ્યો હતો. BSE ખાતે રોજના સરેરાશ ૧૦.૦૬ લાખ શૅર સામે આજે ૪૩.૪૬ લાખ શૅરના કામકાજ થયા હતા. આજે સવારમાં સાડાનવ વાગ્યાની આસપાસ વકરાંગી લિમિટેડના શૅરમાં ૬૦.૧ લાખ શૅરની બ્લૉક ડીલ થઈ છે. જોકે સેલર્સ અને બાયર્સનાં નામ જાણી શકાયાં નથી. આમ તો આજે વકરાંગીનો શૅર સતત ૧૦મા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટે ઓપન થયો હતો. ત્યાર બાદ બ્લૉક ડીલ થયાના અહેવાલે એમાં વર્ષના તળિયેથી પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. આમ તો ૧૬ ફેબ્રુઆરીએ વકરાંગીના શૅરનો ભાવ ૨૪૫ રૂપિયા હતો. ત્યાર બાદ મંદીની ચાલમાં શૅરવૅલ્યુમાં ૪૦ ટકાનું ધોવાણ થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK