શેર બજારના ૨૬૬ પૉઇન્ટના સુધારામાં HDFC ટ્વિન્સનો ફાળો ૧૩૪ પૉઇન્ટનો

રાઇસ અને ઍગ્રી કૉમોડિટી શૅરમાં સિલેક્ટિવ ફૅન્સી : શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં કડાકા વચ્ચે બ્રોકરેજ-હાઉસ બુલિશ : મારુતિ અને બજાજ ઑટોમાં તગડા જમ્પ સાથે સેંકડા ફર્યા

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

પ્રારંભિક સુસ્તી બાદ શૅરબજાર ગઈ કાલે ૧૨ વાગ્યા પછી ચોઘડિયું બદલાતાં ક્રમશ: વધતું રહી ૨૬૬ પૉઇન્ટ ઊંચકાઈને ૩૫,૬૪૫ તથા નિફ્ટી ૭૦ પૉઇન્ટની આગેકૂચમાં ૧૦,૭૭૦ નજીક બંધ આવ્યા છે. સેન્સેક્સના ૩૧માંથી ૧૭ તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર પૉઝિટિવ ઝોનમાં રહ્યા છે. બજાજ ઑટો ચારેક ટકાની તેજીમાં ૧૧૪ રૂપિયાના ઉછાળે બન્ને બૅન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. મારુતિ સુઝુકી ૯૨૪૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૨૪૧ રૂપિયા કે પોણાત્રણ ટકાના ઉછાળે ૯૨૨૧ જોવાયો છે. બાય ધ વે, ઑટો ઇન્ડેક્સ ગઈ કાલે સવા ટકાથી વધુની મજબૂતીમાં મોખરે હતો. એના ૧૬માંથી ૧૨ શૅર પ્લસ હતા. HDFC બૅન્ક દોઢ ટકો વધીને ૨૧૦૩ રૂપિયા તથા HDFC ટ્વિન્સ બે ટકાની મજબૂતીમાં ૧૯૨૩ રૂપિયા બંધ રહેતાં સેન્સેક્સને લગભગ ૧૩૪ પૉઇન્ટનો ફાયદો થયો હતો. રિલાયન્સે બે ટકાની નજીકના બંધમાં ૯૯૦નો બંધ આપી એમાં બીજા ૬૦ પૉઇન્ટનો ઉમેરો કર્યો હતો. નાયમેક્સ ક્રૂડ મંગળવારે ઇન્ટ્રા-ડેમાં બૅરલદીઠ ૭૫ ડૉલરની ત્રણેક વર્ષની ઊંચી સપાટી દેખાડી ચૂક્યું છે. હવે વિશ્લેષકો ડિસેમ્બર સુધીમાં ક્રૂડમાં ૮૫ ડૉલરનો ભાવ પાકો ગણાવી રહ્યા છે. ગઈ કાલે તમામ સરકારી ઑઇલ રિફાઇનરી શૅર લપસણી ભૂમિ પર હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં નવું નીચું બૉટમ બન્યું છે. બૅન્કેક્સ ૧૦માંથી ૭ શૅરના સુધારામાં પોણા ટકાની નજીક તથા બૅન્ક નિફ્ટી બારમાંથી નવ શૅર વધતાં એક ટકાની નજીક પ્લસ હતા, પરંતુ ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરની નબળાઈમાં રેડ ઝોનમાં બંધ આવ્યો છે. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી દસમાંથી આઠ શૅરના સુધારામાં પોણા ટકાથી વધુ પ્લસ હતો છેલ્લા કેટલાક દિવસની મજબૂતી બાદ IT ફન્ટલાઇન શૅરમાં હળવું પ્રૉફિટ-બુકિંગ જણાતું હતું. ટેકઓવર ગેમમાંથી મુંજાલ-બર્મન હટી જવાના અહેવાલમાં ફોર્ટિસ હેલ્થકૅર ૧૩૫ના તળિયે જઈ બાઉન્સબૅકમાં ૧૪૫ થઈ અંતે દોઢ ટકો વધી ૧૪૪ રૂપિયા બંધ હતો. લુપિન ૯૩૭ની ચાર મહિનાની ટૉપ બતાવી દોઢા વૉલ્યુમમાં સવાત્રણ ટકા વધીને ૯૩૩ રૂપિયા રહ્યો છે. લાર્જ કૅપ અને ફ્ન્ટલાઇનના મુકાબલે રોકડું સુસ્ત રહેવાના લીધે માર્કેટ-બ્રેડ્થ સહેજ નેગેટિવ નોંધાઈ છે. અનિલ અંબાણીની રિલાયન્સ કૅપિટલ દોઢા કામકાજમાં ૩૬૦ની ઐતિહાસિક બૉટમ બનાવી દોઢ ટકાની નરમાઈમાં ૩૬૪ રૂપિયા જેવો બંધ હતો. દસેક મહિના પૂર્વે, ૧ સપ્ટેમ્બરે આ કાઉન્ટર ૭૯૭ રૂપિયાના શિખરે હતું. LIC હાઉસિંગ ફાઇનૅન્સમાં પણ વર્ષની બૉટમ બની છે.

ક્વૉલિટીમાં દાવ-પાણીડૉટકૉમના ખેલ

ડેરી બિઝનેસમાં પ્રવૃત્ત ક્વૉલિટીનો શૅર પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૨૦.૬૫ રૂપિયાના ઑલટાઇમ તળિયે બંધ રહ્યો છે. ભાવ વર્ષ પૂર્વે ૧૫૫ આસપાસ હતો ત્યાંથી સતત ઘસાતો ગયો છે. એક રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ આમ તો ૫૦ રૂપિયા જેવી કહેવાય છે, પરંતુ મૅનેજમેન્ટની દાનતમાં બરકત રહી નથી. માર્ચના મધ્યમાં ભાવ ૧૦૦ રૂપિયાથી શાર્પ કડાકામાં ગગડતો રહી ત્રીસેક રૂપિયા થઈ ગયો ત્યારે કંપની તરફથી બાયબૅક અને અથવા બોનસ માટે બોર્ડમીટિંગ જાહેર કરાઈ હતી. આ મીટિંગ પોસ્ટપોન રાખીને ૩ જુલાઈએ લઈ જવાઈ હતી અને હવે બોનસ કે બાયબૅકની યોજના પડતી મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આને કહેવાય દાવ-પાણીડૉટકૉમ કંપની! પ્રમોટર્સ હોલ્ડિંગ ૫૪.૮ ટકા છે, પરંતુ એમાંથી ૭૯ ટકા માલ ગિરવી પડ્યો છે. તાજેતરમાં એમાંથી ૧૩ લાખ શૅર વેચાયાના અહેવાલ છે. છેલ્લા આંકડા પ્રમાણે માર્ચ ક્વૉર્ટરના અંતે કંપનીમાં એડલવાઇસ બ્રોકિંગનું હોલ્ડિંગ એક ટકાથી વધુ અને બેનેટ કોલમૅનનો હિસ્સો દોઠેક ટકા આસપાસ હતો. સોમવારે કંપનીના પ્રમોટર્સ સંજય ઢિંગરા દ્વારા ૧૩ લાખ શૅર સરેરાશ ૨૨ રૂપિયાના ભાવે વેચાયા હતા. ત્યાર પછી બોનસ-બાયબૅક પડતા મૂકવાની જાહેરાત આવી. સેબી તપાસ કરશે?

શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં ૧૯ મહિનાનો કડાકો

શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનૅન્સમાં નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના વ્યાજની ચુકવણીમાં ડિફૉલ્ટ થવાની આશંકા વ્યાપક બનતાં શૅર ગઈ કાલે ૨૮ ગણા કામકાજમાં ૧૨૯૮ના આગલા બંધ સામે નીચામાં ૧૦૪૭ની ૧૯ મહિનાનની મોટી ખરાબી નોંધાવી છેલ્લે બારેક ટકા તૂટીને ૧૧૪૫ રૂપિયા બંધ રહ્યો છે. પ્રમોટર્સ શ્રીરામ કૅપિટલનું હોલ્ડિંગ ૨૬ ટકા છે. FII પાસે ૪૯.૫ ટકા માલ છે. શ્રીરામ ઍસેટ્સ મૅનેજમેન્ટ કંપનીનો શૅર બે ટકા ઘટીને ૯૬ રૂપિયા તથા શ્રીરામ EPCનો ભાવ ૨.૩ ટકા ગગડી ૧૪ રૂપિયા બંધ હતો. વ્યાજના પેમેન્ટમાં ડિફૉલ્ટ થવાની આશંકા વચ્ચે શ્રીરામ ટ્રાન્સપોર્ટમાં બ્રોકિંગ-હાઉસ મૉર્ગન સ્ટૅનલી તરફથી ૨૦૦૦ રૂપિયા અને જેફરીઝ દ્વારા ૧૮૯૦ રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ વ્યુ જારી થયા છે. ૧૦ રૂપિયાના શૅરની બુકવૅલ્યુ ૫૬૮ રૂપિયા છે. દરમ્યાન તાજ-GVK ગ્રુપ એનું ૪૯.૫ ટકા હોલ્ડિંગ કૅનેડિયન પ્રેમ વત્સલના ફેરફેક્સને વેચવા ઉત્સુક હોવાના અહેવાલ પાછળ તાજ-GVKનો શૅર ૨૩૨ નજીક જઈ અંતે ૩.૨ ટકાના જમ્પમાં ૨૨૦ રૂપિયા બંધ હતો. તાતા ગ્રુપ તરફથી અહીં ઇન્ડિયન હોટેલ્સ ૨૫.૫ ટકા હોલ્ડિંગ ધરાવે છે.

રાઇસ શૅરમાં સિલેક્ટિવ તેજી


સરકાર દ્વારા ખરીફ ડાંગરમાં લઘુતમ ટેકાના ભાવ ૧૩ ટકા કે ક્વિન્ટલદીઠ ૨૦૦ રૂપિયા વધારીને ૧૭૫૦ રૂપિયા જાહેર કરાયા છે. તુવેરના ટેકાના ભાવ ક્વિન્ટલે ૨૨૫, મગમાં ૧૪૦૦, અડદમાં ૨૦૦ રૂપિયા વધશે. જુવાર, રાગી, બાજરી, તેલીબિયાં ઇત્યાદિના ભાવમાંય જબ્બર વધારો આપી ખેડૂતોને રીઝવવાની સમયસરની કોશિશ કરાઈ છે. રાઇસ બિઝનેસમાં પ્રવૃત્ત કંપનીઓના શૅરની વાત કરીએ તો ગઈ કાલે KRBL ૩૦૭ની બૉટમથી ઉપરમાં ૩૨૭ બતાવી અંતે પોણો ટકો ઘટી ૩૧૫ રૂપિયા, કોહિનૂર ફૂડ્સ ૪૪ નજીક જઈ ૧૩ ટકાની તેજીમાં ૪૩ રૂપિયા, ચમનલાલ સેટિયા ૧૦૯ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈ ૧૧૯ થઈ સવાબે ટકા વધી ૧૧૭ રૂપિયા. LT ફૂડ્સ ૬૨ને વટાવ્યા બાદ ૭.૭ ટકાની મજબૂતીમાં ૬૧ રૂપિયા તથા ગોકુલ ઍગ્રો રિસોર્સિસ ઉપરમાં ૧૬ની નજીક જઈ છેલ્લે ૧૦ ટકાના જમ્પમાં ૧૫.૫૦ રૂપિયા બંધ હતા. દરમ્યાન તાતા ગ્રુપ તરફથી ફૂડ બિઝનેસને મર્જ કરી એક કંપની ઊભી કરવાની વિચારણાના અહેવાલ પાછળ આગલા દિવસના શાર્પ ઉછાળા બાદ ગઈ કાલે તાતા કેમિકલ્સ ઉપરમાં ૭૧૮થી ઘટી ૬૯૦ થઈ અંતે સવા ટકાની પીછેહઠમાં ૬૯૫ રૂપિયા, તાતા કૉફી ૫.૫ ટકાની નરમાઈમાં ૧૧૯ રૂપિયા અને તાતા ગ્લોબલ પોણો ટકો ઘટીને ૨૭૯ રૂપિયા બંધ હતા.

વકરાંગીમાં નીચલી સર્કિટ ચાલુ

મનપસંદ બેવરેજિસ ઉપલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં પાંચ ટકા વધીને ૧૭૨ રૂપિયાની ઉપર બંધ રહ્યો છે. સપ્તાહમાં ભાવ ૨૬ ટકા વધ્યો છે તો વકરાંગી નીચલી સર્કિટને આગળ ધપાવતાં પાંચ ટકા ગગડીને ૫૭ રૂપિયા આસપાસ બંધ હતો. બૅક-ટુ બૅક ૨૦-૨૦ ટકાની મંદીની સર્કિટ મારનાર ૮K માઇલ્સ ૩૦૨ની નવી ઇન્ટ્રા-ડે બૉટમ બાદ ૧૦ ટકાની રિવાઇઝ્ડ ઉપલી સર્કિટમાં ૩૪૯ રૂપિયા બંધ હતો. જ્વેલરી કંપની TBZ ઘટાડાને આગળ વધારતાં ૮૩ રૂપિયાની અંદર વર્ષની બૉટમ દેખાડી ૨.૪ ટકાની નરમાઈમાં ૮૩ રૂપિયા, ભ્ઘ્ જ્વેલર્સ ૧૨૮ની દિવસની નીચી સપાટી બનાવી ૧.૮ ટકાની નબળાઈમાં ૧૩૨ રૂપિયા તો આપણા મેહુલભાઈની ગીતાંજલિ જેમ્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં પોણાચાર રૂપિયા બંધ હતા. આગલા દિવસે ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારનાર કીરી ઇન્ડસ્ટ્રીઝ ઉપરમાં ૬૮૪ બતાવી સાત ગણા વૉલ્યુમમાં ૧૧ ટકાની તેજીમાં ૬૪૧ રૂપિયા રહ્યો હતો. કીટેકસ ગાર્મેન્ટસ મંદીની ચાલમાં ૨૦ ટકાની નીચલી સર્કિટમાં ૧૨૦ રૂપિયાની નીચે નવી નીચી સપાટીએ બંધ આવ્યો છે. NDTVમાં બીજા દિવસે ૧૦ ટકાની મંદીની સર્કિટ હતી. TV ટુડેઝ ૪૭૧ વટાવી ૧૧ ટકાના ઉછાળે ૪૫૨ રૂપિયા હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK