ત્રણ દિવસની સુસ્તી ખંખેરીને બજારે બજેટ-રૅલી માટે તૈયારી શરૂ કરી

ઘણા દિવસ બાદ PSU બૅન્ક શૅરમાં ઝમક દેખાઈ : હિન્દાલ્કો, તાતા સ્ટીલ, સેઇલ, જિન્દલ સ્ટીલમાં નવી ઊંચી સપાટી : અમેરિકા, જપાન, હૉન્ગકૉન્ગ, સિંગાપોર, બ્રિટનનાં શૅરબજારમાં નવી ઐતિહાસિક ટોચ : PSU બૅન્ક શૅરમાં ૮૦,૦૦૦ કરોડનું જોર જોવા મળ્યુ

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ


ત્રણ દિવસની સુસ્તી બાદ શૅરબજાર ગુરુવારે ૧૦૦ પૉઇન્ટ પ્લસના ગૅપમાં ઉપર ખૂલી વધ-ઘટે ક્રમશ: મજબૂતી દાખવી ઉપરમાં ૩૩૯૯પ બનાવી છેલ્લે ૧૭૬ પૉઇન્ટ વધી ૩૩૯૬૯ તથા નિફ્ટી ૧૦પ૧૩ની ઇન્ટ્રા-ડે હાઈ પછી ૬ર પૉઇન્ટની નજીકના સુધારામાં ૧૦પ૦૪ બંધ આવ્યા છે. રોકડાની આગેકૂચ જારી રહેતાં માર્કેટ-બ્રેડ્થમાં સારી એવી પૉઝિટિવિટી જળવાઈ રહી છે. બજારનું માર્કેટકૅપ ૧પર.૬૪ લાખ કરોડ રૂપિયાના શિખરને વટાવી ગયું છે. BSE ખાતે આશરે ૧૮૬૪ શૅર વધ્યા હતા. એમાંથી ૪ર૮ કાઉન્ટર તેજીની સર્કિટમાં બંધ હતાં. ૧પર શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૩૭૮ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવી ઊંચી સપાટીએ ગયા હતા. સામે માત્ર ૬ર જાતોમાં નવી ઐતિહાસિક બૉટમ બની છે. સેન્સેક્સની ૩૧માંથી ર૧ તો નિફ્ટીની પ૦માંથી ૩૪ આઇટમ પ્લસમાં બંધ રહી છે. પોણાચાર ટકાની તેજીમાં તાતા સ્ટીલ બન્ને બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. સામે તાતા મોટર્સ ટૉપ લૂઝર હતો. જોકે ઘટાડો એક ટકાની અંદર સીમિત હતો એ આશ્વાસન અવશ્ય લઈ શકાય.

વિશ્વબજારમાં ક્રૂડ ચિંતા વધારી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ બૅરલદીઠ ૬૮.ર૭ ડૉલરની ૩૧ મહિનાની નવી ઊંચી સપાટી બતાવી ૬૭.૭૦ ડૉલર આસપાસ ચાલતું હતું. ત્રણેક સપ્તાહ પૂર્વે ભાવ ૬૧ ડૉલરની આજુબાજુ હતો. નાયમેક્સ ક્રૂડમાંય ૬ર.ર૧ ડૉલરની ત્રણ વર્ષ પ્લસની નવી ટૉપ બની છે. પેલેડિયમમાં તેજી આગળ વધતી-વધતી ટ્રોય ઔંસદીઠ ૧૧૦૦ ડૉલરની ઐતિહાસિક વિક્રમી સપાટીને સર કરી ગઈ છે. ભાવ ગઈ કાલે ઉપરમાં ૧૧૦૪ ડૉલર આંબીને દોઢ ટકો વધી રનિંગમાં ૧૧૦૩ ડૉલર ચાલતો હતો. ડૉલર સામે મજબૂતીનો ટ્રેન્ડ આગળ ધપાવતાં રૂપિયો ૬૩.રપની અઢી વર્ષની નવી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. રનિંગમાં ૧૩ પૈસાના સુધારામાં ૬૩.૪૦ મુકાતો હતો. રિયલ્ટી અને ઑટોની નજીવી નરમાઈને બાદ કરતાં ગુરુવારે બજારના તમામ સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ પ્લસમાં બંધ હતા. મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કૅપિટલ ગુડ્સ, બેઝિક મટીરિયલ્સ બેથી પોણાત્રણ ટકા અપ હતા.

કેન્દ્ર સરકાર તરફથી PSU બૅન્કોને મૂડીસહાય પૂરી પાડવા અર્થાત રીકૅપિટલાઇઝેશન માટે ૮૦ હજાર કરોડ રૂપિયાની વધારાની ખર્ચ-જોગવાઈ કરવા માટે સંસદમાં મંજૂરી માગવામાં આવી છે એની ગઈ કાલે બૅન્ક શૅર ખાસ કરીને સરકારી બૅન્કોના શૅર પર ગણાનાપાત્ર સારી અસર વર્તાઈ હતી. PSU બૅન્ક નિફ્ટી પોણાત્રણ ટકાથી વધુ ઊંચકાયો હતો. બાય ધ વે ૮૦ હજાર કરોડ રૂપિયાની આ ઍડિશનલ જોગવાઈ ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે એની રાજકોશીય ખાધ પર કેવી અસર પડશે એની ખબર વખત આવ્યે પડશે.

હિન્દાલ્કો અમેરિકન કંપની ખરીદવા તૈયાર

કુમાર મંગલમ બિરલા ગ્રુપની અગ્રણી કંપની હિન્દાલ્કો દ્વારા અમેરિકન એલેરાઇસને ખરીદાવા અઢી અબજ ડૉલર અર્થાત આશરે ૧પ૯૦૦ કરોડ રૂપિયામાં બિડ કરી છે. એલેરાઇસ નૉર્થ અમેરિકા, યુરોપ તેમ જ ચાઈના ખાતે મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે અને રોલ્ડ ઍલ્યુમિનિયમ શીટ પ્રોડક્ટ્સ બનાવે છે. એની એન્ટરપ્રાઇઝિસ વૅલ્યુ ર૩૦ કરોડ ડૉલર અંદાજાય છે. હિન્દાલ્કોનો શૅર ગઈ કાલે દોઢા કામકાજમાં ર૮૧ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી બનાવી છેલ્લે સવા ટકો વધીને ર૮૦ રૂપિયા બંધ હતો. અન્ય ઍલ્યુમિનિયમ ઉત્પાદક કંપની નાલ્કો લગભગ બમણા વૉલ્યુમમાં સવાબે ટકા વધીને ૮૮ રૂપિયા બંધ આવ્યો છે. કંપની દ્વારા રપ૦૦૦ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ત્રણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. સેન્સેક્સના અડધા ટકાના સુધારા સામે ગઈ કાલે મેટલ ઇન્ડેક્સ ૧પ૬રપની મલ્ટિયર ટૉપ બનાવી પોણાત્રણ ટકાના ઉછાળે ૧પપ૭૮ બંધ રહ્યો છે. એના દસેદસ શૅર પ્લસ હતા. જિન્દલ સ્ટીલ ચાર ગણાથી વધુના કામકાજમાં ઉપરમાં રપર રૂપિયાનું બેસ્ટ લેવલ હાંસલ કરીને ૧૧ ટકાની તેજીમાં ર૪૪ રૂપિયા બંધ હતો. સેઇલ ૯૮ પ્લસ રૂપિયાની મલ્ટિયર હાઈ મેળવી અંતે સવાચાર ટકાની મજબૂતીમાં ૯૮ નજીક રૂપિયા, તાતા સ્ટીલ ૭૬૪ રૂપિયાના નવા શિખર બાદ પોણાચાર ટકાની આગેકૂચમાં ૭૬૧ રૂપિયા, NMDC ૧પપના ઊંચા ટૉપ બાદ ૩.પ ટકા વધીને ૧પ૪ રૂપિયા બંધ હતા. વેદાન્તા, હિન્દુસ્તાન ઝિન્ક બેથી ત્રણેક ટકા વધ્યા હતા.

PSU બૅન્ક શૅર ઘણા દિવસે ઝળક્યા

છેલ્લા કેટલાક સમયથી સતત ઘસાઈ રહેલો PSU બૅન્ક નિફ્ટી ગઈ કાલે તમામ બાર શૅરના નોંધપાત્ર સુધારામાં પોણાત્રણ ટકાની નજીક ઊંચકાયો છે. અહીં ૧૨ જાતો દોઢ ટકાથી લઈને સાડાઆઠ ટકા સુધી વધી હતી. સમગ્ર બૅન્કિંગ સેક્ટરના ૪૦માંથી ૩૩ શૅર પ્લસ હતા. યુકો બૅન્ક સાડાઆઠ ટકા, IDBI બૅન્ક ૮.૪ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૬ ટકા, દેના બૅન્ક પોણાછ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા-બૅન્ક ઑફ બરોડા-OBC બૅન્ક તથા આંધ્ર બૅન્ક આશરે પોણાચાર ટકા વધ્યા છે. ઘટેલા ૭ બૅન્ક શૅરમાં ધનલક્ષ્મી બૅન્ક બે ટકાની નરમાઈમાં ર૯ રૂપિયા પ્લસ બંધ આપીને મોખરે હતી. લક્ષ્મી વિલાસ બૅન્ક એક ટકો તો સ્ટાન્ચાર્ટ બૅન્ક પોણા ટકા જેવા ડાઉન હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા પોણાબે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક, સવા ટકાની નજીક, યસ બૅન્ક અને HDFC બૅન્ક સાધારણ સુધારામાં બંધ રહેતાં સેન્સેક્સને ૪૧ પૉઇન્ટનો ફાયદો થયો હતો. જ્યારે ઍક્સિસ બૅન્ક સવાબે રૂપિયા તથા ICICI બૅન્ક પાંચ પૈસાના પરચૂરણ ઘટાડે બંધ હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સુધારામાં ૧૪૪ પૉઇન્ટ કે અડધા ટકાથી વધુની આગેકૂચમાં રપ૪૬ર રહ્યો છે.

જૅપનીઝ નિક્કીનો નવા વિક્રમ સાથે વર્ષારંભ


નાતાલના વેકેશન બાદ ગઈ કાલે જૅપનીઝ શૅરબજારમાં ર૦૧૮ના કામકાજનો શુભારંભ મજેદાર રહ્યો છે. નિક્કી ઇન્ડેક્સ રર૭૬પ નજીકના ર૦૧૭ના વર્ષાન્ત બંધ સામે ર૩૦૭૩ ખૂલી ૭૪૧ પૉઇન્ટ કે સવાત્રણ ટકાના જમ્પમાં ર૩પ૦૬ના બે દાયકાના નવા શિખરે બંધ રહ્યો છે. સિંગાપોરનો સ્ટ્રેઇટ ઇન્ડેક્સ પણ એક ટકો ઊંચકાઈને ૩પ૦૧ જોવા મળ્યો છે જે એપ્રિલ-ર૦૧૪ પછીની ટૉપ છે. હૉન્ગકૉન્ગનો હેંગસેન્ગ ઇન્ડેક્સ ૩૦૭૯૭ની ઐતિહાસિક ઊંચી સપાટી સર કરીને અડધા ટકાની મજબૂતીમાં ૩૦૭૩૬ બંધ હતો. પાકિસ્તાન શૅરબજાર સળંગ સાતમા દિવસની  આગેકૂચમાં ઉપરમાં ૪૧૯૯પ વટાવી રનિંગ ક્વોટમાં ૩૭૮ પૉઇન્ટની મજબૂતીમાં ૪૧૯રર દેખાતું હતું. દરમ્યાન અમેરિકન ડાઉ ઇન્ડેક્સ રપ૦૦૦ સર કરવાની તૈયારીમાં છે. બુધવારની રાતે અમેરિકન શૅરબજાર ર૩૯૪રની ઑલટાઇમ હાઈ મેળવી છેલ્લે ૯૮ પૉઇન્ટ વધીને ર૪૯ર૩ આસપાસ બંધ હતું. નૅસ્ડૅક ઇન્ડેક્સ ૭૦૦૦નો માઇલસ્ટોન હાંસલ કરીને ૭૦૬૯ની વિક્રમી સપાટી બાદ પ૯ પૉઇન્ટ વધીને ૭૦૬પ બંધ આવ્યો છે. બ્રિટિશ કે લંડન શૅરબજારે પણ ઑલટાઇમ ટોચનો સિલસિલો જાળવી રાખતાં ગઈ કાલે ૭૬૯૮ના નવા વિક્રમ બાદ રનિંગ ક્વોટમાં ૭૬૭૭ ચાલતું હતું.

સ્મૉલકૅપ શૅરોમાં લાર્જ તેજી બરકરાર

ગઈ કાલે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૯પર૬ની નવી વિક્રમી સપાટી હાંસલ કરી છેલ્લે એકાદ ટકાની નજીકની આગેકૂચમાં ૧૯પ૧પ બંધ રહ્યો છે. વર્ષ પૂર્વે આ ઇન્ડેક્સ ૧ર૪૧૦ હતો. ૨૦૧૬ની ર૮ ફેબ્રુઆરીની ૯૩૯૯ની બૉટમને ધ્યાનમાં લઈએ તો લગભગ બાવીસ મહિનામાં સ્મૉલકૅપ  બેન્ચમાર્ક બમણાથીય વધુ ઊંચકાઈ ચૂક્યો છે. ગઈ કાલે અત્રે ૮૪૯ શૅરમાંથી પપ૪ જાતો વધી હતી. રામ ન્યુઝપ્રિન્ટ, વિસાકા ઇન્ડસ્ટ્રીઝ, મેડિકામૅન, ગ્રૅન્યુઅલ્સ ઇન્ડિયા, નોસિલ, સુદર્શન કેમિકલ્સ, મેઘમણિ ઑગેર્નિક્સ, કૅમલિન ફાઇન, નીતિન ફાયર, આશાપુરા માઇનકેમ, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, રોલ્ટા, સાગર સિમેન્ટ, કાર્બોરેન્ડમ યુનિવર્સલ, સ્ટરલાઇટ ટેક્નૉલૉજી, પ્રેસ્ટિજ એસ્ટેટ્સ સહિત સંખ્યાબંધ જાતો પાંચથી અઢાર ટકા ઊછળી હતી. જેમાંની ઘણી ઉપલી સર્કિટે અને નવા ઊંચા શિખરે બંધ રહી છે. મિડકૅપ ઇન્ડેક્સ પોણા ટકાની નજીક વધ્યો હતો. બ્રૉડર માર્કેટ અર્થાત BSE-પ૦૦માં ૦.૭ ટકાની મજબૂતી હતી. એના પ૦૧માંથી ૩૪૦ શૅર પ્લસ હતા. યુનિટેક તાજેતરની તેજી બાદ દસ ટકાની નીચલી સર્કિટે સાડાનવ રૂપિયા બંધ હતો. DB રિયલ્ટી પાંચ ટકાની તેજી સર્કિટમાં ૭૧ રૂપિયા બંધ રહ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK