કરેક્શનને બનાવો કરેક્ટ તક

કરેક્શનને કરેક્ટ તક બનાવવાનો સમય છે, આર્થિક ફન્ડામેન્ટલ્સ સુધરી રહ્યાં છે. ઇકૉનૉમી અને માર્કેટ માટે ટૂંકી દૃષ્ટિને બદલે લાંબી દૃષ્ટિ રાખશો

BSE

શૅરબજારની સાદીવાત - -જયેશ ચિતલિયા

વીતેલા સપ્તાહના અગાઉના સપ્તાહમાં માર્કેટ સતત વધવાતરફી રહ્યું અને વીતેલા સપ્તાહમાં ઘટવાતરફી ચાલ્યું. આગામી દિવસો પણ આવા જ રહી શકે. અર્થાત હવે રોકાણકારો પોતાનો જે પણ પ્લાન કરે એ ૨૦૧૮ અને ૨૦૧૯ને ધ્યાનમાં રાખીને કરે. અત્યારે તો માર્કેટ BJP ગુજરાતમાં જીતશે એવી ધારણા પર આશાવાદી છે છતાં ક્યાંક સાવચેતી જરૂરી જણાય છે, પરંતુ ૨૦૧૮માં સરકાર તરફથી સંખ્યાબંધ સુધારા આકાર પામશે એ નક્કી છે. BJP હાર્યું તો પણ સુધારા થશે અને જીત્યું તો પણ સુધારા વધુ વેગથી થશે એ નિãત જણાય છે. ભારતના રેટિંગને ધ્યાનમાં રાખીને પણ હવે આર્થિક સુધારાને આગળ ધપાવવા અનિવાર્ય છે. અલબત્ત, સરકાર સમક્ષ પડકારો ઘણા છે, પરંતુ સરકાર પાસે મક્કમતા પણ ઘણી છે જેને ધ્યાનમાં રાખીને રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરે. ગુરુવારે જાહેર થયેલા GDPના આંકડા અને શુક્રવારે પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI)માં નોંધાયેલો સુધારો આશાસ્પદ રહ્યા છે. આ સુધારો આગામી વર્ષમાં વેગ પકડે એવી આશા છે. આગામી સપ્તાહમાં રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીની જાહેરાત થવાની છે જેમાં વ્યાજદર ઘટવાની શક્યતા હજી દેખાતી નથી. બાકી અત્યારે સૌથી વધુ ધ્યાન ગુજરાત પર છે. સારા પરિણામની આશા ઊંચી છે. આ સપ્તાહમાં વૉલેટિલિટી વધુ રહી શકે.

વીક ટુ વીક પ્લસ-માઇનસ

ગયા સોમવારે માર્કેટ નેગેટિવ ખૂલ્યું અને આખા સમય દરમ્યાન માઇનસમાં રહ્યું. જોકે બંધ થયું ત્યારે એ રિકવર થઈને પ્લસ થઈ ગયું હતું. માર્કેટ માઇનસમાં ખૂલવાનું કારણ સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ (S&P) નામની બીજી ગ્લોબલ એજન્સીએ ભારતના રેટિંગને યથાવત રાખ્યું હતું. ભારતને આ અગ્રણી એજન્સી પણ રેટિંગ વધારશે એવી આશા હતી. જોકે આ રેટિંગ એજન્સીએ રેટિંગ યથાવત રાખ્યું એ પણ નેગેટિવ બાબત તો નથી જ. વાસ્તવમાં આ સંજોગો કહે છે કે ભારતે હજી આર્થિક સુધારા ક્ષેત્રે ઘણાં કામ કરવાનાં બાકી છે અને એનાં સકારાત્મક પરિણામ મેળવવાનાં પણ બાકી છે. મંગળવારે બજાર નાનીસરખી વધ-ઘટ સાથે આખરે ૧૦૦ પૉઇન્ટ નીચે બંધ રહ્યું હતું. બુધવારે પણ બજાર ૧૦૦ પૉઇન્ટ્સની વધ-ઘટ કરતું રહીને છેલ્લે ૧૫ પૉઇન્ટ જેટલું માઇનસમાં બંધ રહ્યું હતું. ગુરુવારે બજારે મોટા આંચકા આપ્યા હતા જેમાં બજાર ૪૫૦ પૉઇન્ટથી વધુ નીચે ઊતરી ગયું હતું. શુક્રવારે બજાર રિકવરીની આશા વચ્ચે વધુ ગોથું ખાઈ ગયું અને સેન્સેક્સ વધુ ૩૧૫ પૉઇન્ટ નીચે ગબડી પડ્યો. GDPના આંકડા સુધરેલા આવ્યા હોવા છતાં આમ થયું એનું થોડું આર્ય બજારને પણ હતું. અલબત્ત, આનો રંજ ઓછો હતો, ક્યાંક ચોક્કસ પ્રૉફિટ-બુકિંગ થયું હતું. જોકે ખરીદી માટે તક શોધી રહેલા રોકાણકારો કરેક્શનની આમ પણ રાહ જોઈ રહ્યા હતા. ઇકૉનૉમી તો બૉટમઆઉટ થઈ ગઈ છે. જ્યારે માર્કેટ કયા સ્તરે બૉટમઆઉટ થશે એ માટે હજી ગુજરાતની ચૂંટણીનાં પરિણામ સુધી રાહ જોવી પડશે.

GDPની કિક મળશે

સપ્ટેમ્બર ક્વૉર્ટરના GDP આંકડા ગયા ક્વૉર્ટરના ૫.૭ ટકા સામે વધીને ૬.૪ ટકા જેવા સુધરીને આવવાથી બજારને પ્રોત્સાહન મળશે એવું માની શકાય. અલબત્ત, ૨૦૧૮   બજારને વધુ કિક આપશે. આ સાથે ભારતનો PMI પણ ૧૩ મહિનાની ઊંચી સપાટી પર આવતાં આર્થિક ફન્ડામેન્ટલ્સ વધુ સુધર્યાં એમ કહી શકાય. GDP ગ્રોથરેટ GST અને નોટબંધીની નકારાત્મક અસર ઓછી થતી હોવાનો પુરાવો છે. કૉર્પોરેટ સેક્ટર તરફથી અને સરકાર તરફથી પણ ખર્ચમાં વધારો થવાના સંકેત આવી રહ્યા છે. નાણાપ્રધાને તો આ વિષયમાં સ્પષ્ટ કહ્યું પણ છે. જોકે રિઝર્વ બૅન્કની પૉલિસી જાહેરાત ઇન્ટરેસ્ટ બાબત બહુ  નિરાશ નહીં કરે, કેમ કે બજારને બહુ આશા પણ નથી છતાં રિઝર્વ બૅન્કના નિર્દેશો મહત્વના બની રહેશે.

૨૦૧૮-’૧૯ માટે ઊંચી આશા

બજારની અત્યારની ચાલ ઘટાડાતરફી અથવા કન્સોલિડેશનવાળી ભલે રહી, પરંતુ ૨૦૧૮માં બજાર સ્પીડ પકડશે એવા આશાવાદ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર અને બ્રોકરેજ હાઉસિસ તરફથી વ્યક્ત થઈ રહ્યા છે. જાયન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સે કહ્યું છે કે ભારતનો વિકાસદર ૨૦૧૮-’૧૯માં ઊંચો જશે અને આ સાથે ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં નિફ્ટી ૧૧,૬૦૦ સુધી જશે. આવી જ બીજી ઇન્ટરનૅશનલ સંસ્થા મૉર્ગન સ્ટૅનલી  પણ ભારત માટે આશાવાદી છે અને એણે ડિસેમ્બર ૨૦૧૮ સુધીમાં સેન્સેક્સ ૩૫,૭૦૦ના લેવલ સુધી પહોંચવાની ધારણા મૂકી છે એટલું જ નહીં, જો સંજોગો બહુ સારા રહ્યા તો સેન્સેક્સ ૪૧,૫૦૦ સુધી પણ જઈ શકે. એના મતે ભારત ચીન કરતાં આગળ જશે તેમ જ પોતે ભારત તરફ વધુ બુલિશ હોવાનું પણ કહ્યું છે. જે પગલાંને કારણે આર્થિક ગ્રોથ નીચો ગયો હોવાનું કહેવાય છે એ પગલાં ૨૦૧૮-’૧૯માં એનાં સારાં પરિણામ આપવાનું શરૂ કરશે.

ભારત ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન

દેશનાં ટોચનાં બ્રોકરેજ હાઉસિસ પણ કહે છે કે ‘૨૦૧૮નું વર્ષ તેજીમય રહેશે. ૨૦૧૭માં ફૉરેન ઇન્વેસ્ટરો ઘણો સમય નેટ સેલર રહ્યા, પરંતુ તેમનું રોકાણ IPO મારફત વધતું રહ્યું હતું જેથી તેમનો ફન્ડ-ફ્લો વધુ પ્રમાણમાં બહાર ગયો કહી શકાય નહીં. જ્યારે ૨૦૧૮ પણ તેમને માટે ભારતીય માર્કેટ ઇન્વેસ્ટમેન્ટનું મહત્વનું ડેસ્ટિનેશન રહેશે એથી જ સ્માર્ટ રોકાણકારોએ અત્યારથી રોકાણ કરતા જઈ યા હોય તો વધારતા જઈ જાળવી રાખવું જોઈએ. જો શૅરમાં સીધું રોકાણ કરવાનું માફક ન આવતું હોય યા જોખમી લાગતું હોય તો મ્યુચ્યુઅલ ફન્ડ્સ મારફત કરવું જોઈએ, પરંતુ કરવું જરૂર જોઈએ.’

ભારત-૨૨ લાંબા ગાળાની તક


તાજેતરમાં ભારત-૨૨ નામનું ETF શૅરબજાર પર લિસ્ટેડ થયું છે જે સાધારણ ઊંચા ભાવે લિસ્ટ થયું, પરંતુ આ રોકાણ લાંબા ગાળાના ઇન્વેસ્ટરો માટે છે. આમાં સરકારની ટોચની, સતત નફો કરતી, ડિવિડન્ડ આપતી અને વિકાસ કરતી કંપનીઓ ઉપરાંત ખાનગી ક્ષેત્રની અમુક સિલેક્ટેડ કંપનીઓ છે. નિફ્ટી અને સેન્સેક્સ ETFની જેમ આ ૨૨ કંપનીઓના શૅરોનું બનેલું ETF છે જે બધી જ ફન્ડામેન્ટલ્સથી મજબૂત કંપનીઓ છે. વાસ્તે આને લાંબી રેસના ઘોડા સમાન કહી શકાય, જેમાં એકંદરે સલામતી સારી અને જોખમ ઓછું. આ યુનિટ્સની ખરીદી બજારમાંથી શૅરની જેમ જ કરી શકાય છે.

નબળાં પરિબળો પણ ધ્યાનમાં રાખો

ગ્લોબલ સ્તરે અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચેના ટેન્શનની અસર થઈ શકે છે. ભારતના ફિસ્કલ ડેટા હજી જોઈએ એવા મજબૂત નથી. ફિસ્કલ ડેફિસિટ વધતી ગઈ છે જે મોટી ચિંતા ગણી શકાય. બૅન્કિંગ સેક્ટર (જાહેર ક્ષેત્રની બૅન્કો)ને સરકારે મૂડીસહાય ઑફર કરી હોવા છતાં હજી પડકાર ઊભા છે. પરિણામે બૅન્કિંગ સ્ટૉક્સ તૂટે છે. ગુરુવારે નિફ્ટી એક્સપાયરીની પણ બજાર પર અસર હતી. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બહુ મોટે પાયે ખર્ચ કરવા ધારે છે અને આમ કરવાની આવશ્યકતા પણ છે. એ માટે નાણાં ઊભાં કરવાં જરૂરી છે. આપણા દેશ માટે ક્રૂડ ઑઇલના ભાવ પણ ગંભીર ચિંતાનો વિષય છે. આર્થિક ક્ષેત્રે સુધારાનો દોર ચાલુ રહે એ મહત્વનું છે અને ગ્લોબલ પરિબળો પણ નકારાત્મક ન થાય એવા સંજોગો પણ આવશ્યક છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK