શૅરબજારમાં ઑલટાઇમ હાઈનો સિલસિલો અટક્યો, માર્કેટ ઉપરથી ૪૦૦ પૉઇન્ટ ડાઉન

વિશ્વમાં એક ટ્રિલ્યન ડૉલરની પહેલી કંપની બની ઍપલ : રિલાયન્સ બે ટકા જેવો ઢીલો પડતાં TCSની સરસાઈ વધી : માર્કેટકૅપમાં બંધન બૅન્ક હવે યસ બૅન્કથી માત્ર ૪૬ કરોડ રૂપિયા દૂર

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ટ્રેડ-વૉરનું ટેન્શન હળવું થઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મામલો ફરી ગરમ કરી દીધો છે. તેમણે ચીનથી થતી ૨૦૦ અબજ ડૉલર જેટલી આયાત પરની ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૫ ટકા કરવાની કવાયત હાથ ધરી છે. ટ્રેડ-વૉરના આ નવા તનાવમાં ગઈ કાલે વિશ્વભરનાં તમામ અગ્રણી શૅરબજારો ઢીલાં પડ્યાં હતાં. એશિયા ખાતે ચાઇના હૉન્ગકૉન્ગ, સિંગાપોર, જપાન, સાઉથ કોરિયા, તાઇવાન ઇત્યાદિ એકથી સવાબે ટકા ડાઉન હતાં. યુરોપ રનિંગ ક્વોટમાં પોણા ટકાથી લઈને પોણાબે ટકા નીચે દેખાતું હતું. સારાં પરિણામો પાછળ ઍપલનો શૅર બુધવારે રાત્રે ૨૦૧.૫૦ ડૉલર બંધ રહ્યો હતો અને ગઈ કાલે ફરી એમાં ૨.૮ ટકાના વધારા સાથે ૨૦૭.૦૫ ડૉલરના ઉચ્ચ સ્તરે પહોંચતાં એની માર્કેટકેપ એક ટ્રિલ્યન ડૉલર (આશરે ૨૦,૫૬૮ અબજ રૂપિયા) થઈ હતી. આટલું માર્કેટકૅપ થનારી વિશ્વની એ પહેલી કંપની બની છે. સ્ટીવ જૉબ્સે ૧૯૭૬માં આ કંપનીની સ્થાપના કરી હતી.

વિશ્વબજારોના તાલે ગઈ કાલે સેન્સેક્સ ૩૭,૫૨૯થી ગગડી ૩૭,૧૨૮ થઈ અંતે ૩૫૬ પૉઇન્ટના ઘટાડે ૩૭,૧૬૫ તો નિફ્ટી ૧૦૧ પૉઇન્ટના ઘટાડે ૧૧,૨૪૫ નજીક બંધ રહ્યાં છે. ઘણા દિવસ બાદ બજારે સર્વોચ્ચ સપાટીનો સિલસિલો તોડ્યો છે. સેન્સેક્સના ૩૧માંથી ૨૦ તો નિફ્ટીના ૫૦માંથી ૧૫ શૅર પ્લસ હતા. ફ્લ્ચ્ના નિફ્ટીમાં લુપિન અઢી ટકાની તેજીમાં ટૉપ ગેઇનર અને કોટક મહિન્દ્ર બૅન્ક લગભગ આટલી જ ખરાબીમાં ટૉપ લૂઝર રહ્યા હતા. માર્કેટબ્રેડ્થમાં ફિફ્ટી-ફિફ્ટીનો રંગ હતો. મતલબ કે ગઈ કાલે ઇન્ડેક્સબેઝ્ડ લાર્જ કૅપની તુલનામાં રોકડું ઓછું નરમ હતું. BSEમાંના ૧૯માંથી પાંચ સેક્ટોરલ પ્લસ હતા. હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકાની મજબૂતીમાં મોખરે હતો. ભારતી ઍરટેલમાં પોણાત્રણ ટકાના ધોવાણને લઈને ટેલિકૉમ ઇન્ડેક્સ સૌથી વધુ દોઢ ટકા ડાઉન હતો. રિલાયન્સ બે ટકા નરમ હતો.

FIIની આક્રમક વેચવાલી અટકી

ચાલુ વર્ષના એપ્રિલથી જૂન દરમ્યાનના ત્રણ માસમાં એકધારી વેચવાલની ભૂમિકામાં રહેલી FIIનું વલણ જુલાઈ માસમાં બદલાયું છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ગયા મહિને FII દ્વારા ઇક્વિટી માર્કેટમાં આશરે ૬૬૫ કરોડની નેટ લેવાલી થઈ છે. અગાઉના ત્રણ માસમાં એણે કુલ મળીને ૧૩,૩૪૫ કરોડની રોકડી કરી હતી. જોકે ડેટ માર્કેટમાં FII સળંગ છઠ્ઠા મહિને નેટ સેલર જોવાઈ છે. ગયા મહિને એનું અહીં નેટ સેલિંગ ૭૦૦ કરોડ રૂપિયા કરતાં વધુનું રહ્યું છે. એમાં અગાઉના પાંચ માસના ૪૯,૪૮૫ કરોડ ઉમેરીએ તો છેલ્લા છ માસમાં FIIએ ડેટ માર્કેટમાં ૫૦ હજાર કરોડ રૂપિયા કરતાં વધુનું ચોખ્ખું વેચાણ કર્યું છે. આ સંદર્ભમાં જોઈએ તો જુલાઈ માસમાં FIIની બદલાયેલી ચાલ મોટું આશ્વાસન બજાર માટે બને છે. વર્તમાન રૅલીને એની નોંધપાત્ર હૂંફ અવશ્ય મળવાની છે. ૨૦૧૮ના કૅલેન્ડર વર્ષમાંના પ્રથમ છ માસમાં દેશમાં વિદેશી ફન્ડનો પ્રવાહ અવળી દિશામાં ગતિમાન થયો હતો અને છેલ્લા એક દાયકામાં ક્યારેય ન નોંધાયો હોય એવો મોટો લગભગ ૬.૭ અબજ ડૉલર કે ૪૬ હજાર કરોડ રૂપિયાનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. ગયા મહિનાના આંકડા પછી આ સ્થિતિમાં નજીવો ફરક પડ્યો છે, પરંતુ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એનું મહત્વ વધુ છે.

તાતા મોટર્સ અને મારુતિમાં નબળાઈ


જુલાઈ માસમાં તાતા મોટર્સે‍ ઘરઆંગણે ૨૧ ટકાના વૃદ્ધિદરથી ૫૧,૮૯૬ નંગ વાહનોનું વેચાણ કર્યું છે. પૅસેન્જર વેહિકલ્સનું વેચાણ ૧૪ ટકા વધ્યું છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૨૬૬ અને નીચામાં ૨૫૮ થઈ અંતે દોઢેક ટકા ઘટી ૨૬૧ રૂપિયા બંધ હતો. તાતા માટર્સનો DVR બુધવારે ૧૩૭ રૂપિયાની અંદર ઐતિહાસિક સપાટીએ જઈ છેલ્લે અડધા ટકા જેવા ઘટાડામાં ૧૪૩ રૂપિયા ઉપર બંધ રહ્યો હતો એ ગઈ કાલે નીચામાં ૧૪૧ અને ઉપરમાં ૧૪૫ થઈ છેલ્લે સહેજ વધીને ૧૪૪ રૂપિયા જોવાયો છે. ટૂ-વ્હીલર્સ જાયન્ટ હીરો મોટોકૉર્પનું જુલાઈ માસનું વેચાણ નવ ટકા વધીને ૬૦૮૦ લાખ નંગ નજીક પહોંચ્યું છે. શૅર નજીવો ઘટી ૩૨૬૭ રૂપિયા ગઈ કાલે બંધ રહ્યો હતો. ગયા મહિને આઇશરનું વેચાણ મોટરસાઇકલ સેગમેન્ટમાં ૭ ટકા વધ્યું છે. કમર્શિયલ વેહિકલ્સના વેચાણમાં ૩૭ ટકાનો ગ્રોથ જોવાયો છે. શૅર ત્રણ દિવસના સળંગ ઘટાડા બાદ ગઈ કાલે સવા ટકો ઘટી ૨૬,૯૯૦ રૂપિયા બંધ હતો. દરમ્યાન મારુતિ સુઝુકી આગલા દિવસથી ઘટી ૯૧૫૭ રૂપિયા તો બજાજ ઑટો અડધા ટકાની પીછેહઠ પછી ગઈ કાલે નહીંવત ઘટાડે ૨૬૮૯ રૂપિયા બંધ હતા.

હિન્દુસ્તાન કૉપરમાં સરકાર હિસ્સો ઘટાડશે

હિન્દુસ્તાન કૉપરમાં QIP રૂટ મારફત નવા ૧૩૮૭ લાખ શૅર ઇશ્યુ કરીને આશરે ૯૦૧ કરોડ રૂપિયા ઊભા કરવાનું સરકારે નક્કી કર્યું છે. આ ફ્રેશ ઇશ્યુ બાદ કંપનીમાં સરકારનું હોલ્ડિંગ ૭૬ ટકા પ્લસનું છે એ ઘટીને ૬૬.૧ ટકા થઈ જશે. ઇક્વિટી ૪૬૨ કરોડ રૂપિયાથી વધીને ૫૩૨ કરોડ રૂપિયા થશે. QIP ઇશ્યુનાં નાણાં કંપનીની વિસ્તરણયોજના પાછળ વપરાશે. શૅર ગઈ કાલે ઉપરમાં ૬૭ તથા નીચામાં ૬૪ થઈ અંતે સહેજ ઘટીને ૬૫ રૂપિયા નજીક બંધ હતો. ભાવ આગલા દિવસે આઠ ટકા ઊછળ્યો હતો. અમારી ગણતરી પ્રમાણે QIP રૂટમાં શૅરની પ્રાઇસ ૬૫ રૂપિયા જેવી બેસે છે. પાંચ રૂપિયાની ફેસવૅલ્યુવાળા શૅરની બુકવૅલ્યુ પોણાસત્તર રૂપિયા છે. ૭ નવેમ્બરના રોજ ૧૧૦ પ્લસના વર્ષના શિખરે ગયેલો આ શૅર બે સપ્તાહ પહેલાં ૧૯ જુલાઈના રોજ ૫૩ રૂપિયાની અંદરની જૂન-૨૦૧૬ પછીની નીચી સપાટીએ પહોંચી ગયો હતો.

વધુમાં કેન્દ્રીય કૅબિનેટ તરફથી ખાડે ગયેલી IDBI બૅન્કમાં LICને ૫૧ ટકા હિસ્સો કરવાની મંજૂરી આપી છે. હાલ LICનું હોલ્ડિંગ ૧૦.૮ ટકા છે. ન્ત્ઘ્ એનું હોલ્ડિંગ વધારીને ૫૧ ટકા કરવા માટે પ્રેફરન્શિયલ ધોરણે શૅર લેશે. હાલ સરકારનું હોલ્ડિંગ IDBI બૅન્કમાં ૮૧ ટકાની નજીક છે એ ઘટીને ૪૫ ટકા જેવું થઈ જશે. IDBI બૅન્ક સરકારના હવાલામાં છે એ ન્ત્ઘ્ની સબસિડિયરી બની જશે. IDBI બૅન્કનો શૅર બુધવારની સાડાપાંચ ટકાની તેજી બાદ ગઈ કાલે નહીંવત વધીને ૬૨ રૂપિયા બંધ હતો.

સ્ટેટ બૅન્કનાં પરિણામો ૧૦ ઑગસ્ટે

દેશની ટોચની બૅન્ક SBIનાં જૂન ક્વૉર્ટરનાં પરિણામો ૧૦ ઑગસ્ટે જાહેર થશે. શૅર ગઈ કાલે સરેરાશ કરતાં ૬૦ ટકાના કામકાજમાં ૨૯૧ની અંદર ગયા બાદ અંતે સાધારણ ઘટીને ૨૯૪ રૂપિયા બંધ હતો. ગઈ કાલે બૅન્કેક્સ ૧૦માંથી ૯ અને બૅન્ક નિફ્ટી બારમાંથી આઠ શૅરની નરમાઈમાં એકાદ ટકાની નજીક ઢીલા હતા. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગમાંના ૪૧માંથી માત્ર ૯ શૅર પ્લસ હતા. થ્ધ્ બૅન્ક સુધારાની આગેકૂચમાં ૨.૪ ટકા ઊંચકાઈને ૫૮ રૂપિયા ઉપર બંધ હતો. AU બૅન્ક, IDFC બૅન્ક અને સ્ટૅન્ચાર્ટ પોણાબેથી સવાબે ટકા અપ હતા ધનલક્ષ્મી બૅન્કમાં સવાચાર ટકાની ખરાબી હતી. ઓરિયેન્ટલ બૅન્ક, કૅનેરા બૅન્ક, અલાહાબાદ બૅન્ક, કોટક મહિન્દ્ર બૅન્ક, DCB બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, સિટી યુનિયન બૅન્ક, પંજાબ-સિંધ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક અને યુનાઇટેડ બૅન્ક બેથી સાડાત્રણ ટકા કટ થયા હતા. બંધન બૅન્ક એક ટકાના ઘટાડે ૭૦૦ રૂપિયા તથા યસ બૅન્ક પણ એક ટકાની નરમાઈમાં ૩૬૨ રૂપિયા બંધ આવ્યા છે જોકે યસ બૅન્કનું માર્કેટકૅપ ૮૩,૬૦૦ કરોડ રૂપિયા છે, જ્યારે બંધન બૅન્ક એની સાવ નજીક ૮૩,૫૫૫ કરોડ રૂપિયાના માર્કેટકૅપ પર આવી ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK