ઇન્ટ્રા-ડે ૧૧૦૦ પૉઇન્ટની સ્વિંગમાં બજાર રેડ ઝોનમાં બંધ

સેન્સેક્સ ૩૬,૦૦૦ના મહત્વના લેવલની નીચે

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

બજેટમાં ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર ૧૦ ટકાના લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સના પ્રસ્તાવની જાહેરાત સાથે જ શૅરબજારમાં ઊંચા મથાળેથી મોટો કડાકો બોલાયો હતો અને સેન્સેક્સ ૫૮ પૉઇન્ટની પીછેહઠમાં ૩૬,૦૦૦નું મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ ગુમાવીને ૩૫,૯૦૭ અને નિફ્ટી ૧૧ પૉઇન્ટની નરમાઈમાં ૧૧,૦૧૭ના સ્તરે બંધ થયો હતો જેમાં સેન્સેક્સ ૩૬,૨૫૭ની ઇન્ટ્રા-ડે ટોચથી ૭૫૫ પૉઇન્ટના કડાકામાં ૩૫,૫૦૧ના તળિયે ઊતરી ગયો હતો. આ દરમ્યાન નિફ્ટી પણ ૧૧,૧૧૭ની ટોચથી ગગડીને ૧૦,૮૭૮ના તળિયે ગયો હતો. કામકાજ દરમ્યાન સેન્સેક્સમાં V શેપમાં લગભગ ૧૧૦૦ પૉઇન્ટની સ્વિંગ જોવા મળી હતી. સેન્સેક્સના ૩૧માંથી ૧૩ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા જેમાં મહિન્દ્ર ૪.૫ ટકા, લાર્સન ૨.૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અઢી ટકા, બજાજ ઑટો ૨.૧ ટકા, એશિયન પ્પેઇન્ટ્સ ૧.૯ ટકા, ITC દોઢ ટકા, યસ બૅન્ક ૧.૩ ટકા, હીરો મોટોકૉર્પ ૧.૨ ટકા, કોટક બૅન્ક, TCS, પાવર ગ્રિડ, HDFCના શૅરમાં અડધાથી એક ટકાનો સુધારો થયો હતો. બજારની નરમાઈ સાથે માર્કેટ-બ્રેડ્થ પણ નેગેટિવ થઈ હતી જેમાં ૧૨૮૮ શૅરમાં સુધારા સામે ૧૪૮૬ જાતો ડાઉન હતી. BSફૂની માર્કેટકૅપ આઠ હજાર કરોડ રૂપિયા ઘટીને ૧૫૩.૧૩ લાખ કરોડ રૂપિયા રહી હતી.

શૅરબજાર બબલની સ્થિતિમાં : ગ્રીનસ્પા

૧૯૮૭થી લઈને છેક ૨૦૦૬ સુધી અમેરિકન મધ્યસ્થ બૅન્ક ફેડરલ રિઝવર્નાા ચૅરમૅનપદે રહેલા એલન ગ્રીનસ્પાને શૅરબજારોની તેજી જોખમી લાગી રહી છે. તેમના મતે આગામી સમયમાં વિશ્વસ્તરે નવી ક્રાઇસિસ જોવા મળશે જે શૅરબજાર અને બૉન્ડ માર્કેટની ખાનાખરાબીને આભારી હશે. હાલમાં સ્ટૉક માર્કેટ તેમ જ બૉન્ડ માર્કેટ બબલની સ્થિતિમાં છે. આ પરપોટો ગમે ત્યારે ફૂટી શકે છે. દરમ્યાન બે-દિવસીય અમેરિકન ફેડની મીટિંગના અંતે વ્યાજદરમાં કોઈ નવો વધારો જાહેર થયો નથી. ફેડની બેઠકમાં નવા ચૅરમૅન તરીકે જેરોમી યોવેલની વરણી કરાઈ છે જે પાંચમી ફેબ્રુઆરીથી કાર્યભાર સંભાળશે. વિદાય લેતાં ફેડનાં એકમાત્ર મહિલા ચૅરમૅન જૅનેટ યેલેનના ચાર વર્ષના કાર્યકાળ દરમ્યાન અમેરિકા ખાતે બેરોજગારીનો દર ૪.૧ ટકાની વર્ષ ૨૦૦૦ પછીની નીચી સપાટીએ આવી ગયો છે. અમેરિકન ફેડ-રેટ જૈસે થે રહેવાના પગલે ગઈ કાલે મોટા ભાગનાં એશિયન શૅરબજાર સુધર્યાં હતાં. ચાઇનીઝ માર્કેટ એક ટકો ડાઉન હતું. જૅપનીઝ નિક્કી ઉપરમાં ૨૩,૪૯૨ થઈ અંતે ૧.૭ ટકાની મજબૂતીમાં ૨૩,૪૮૬ હતો. ક્રૂડ બૅરલદીઠ ૬૯ ડૉલરે ફ્લેટ હતું. કૉમેક્સ ગોલ્ડ સાધારણ સુધારામાં ટ્રૉય ઔંસ દીઠ (૩૧.૧૦ ગ્રામ) ૧૩૪૮ ડૉલર દેખાતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન નીચામાં ૯૮૪૮ ડૉલર થઈ રનિંગ ક્વોટમાં ૧૦,૨૧૨ ડૉલર મુકાતો હતો. ભારતીય ચલણમાં ભાવ ૬.૬૨ લાખ રૂપિયાના તળિયે જઈ ૬.૮૨ લાખ રૂપિયા આસપાસ ચાલતો હતો.

રેલવે-શૅરમાં માયૂસી

આગામી વર્ષ માટે રેલવેમાં મૂડીરોકાણની યોજનાનું કદ ૧.૪૮ લાખ કરોડ રૂપિયા રખાયું છે જે ચાલુ વર્ષના મુકાબલે નજીવો વધારો બતાવે છે. ગઈ કાલે રેલવે-શૅર એને કારણે માયૂસીમાં હતા. ટિટાગર વૅગન નીચામાં ૧૪૩ રૂપિયા થઈ અંતે સાડાચાર ટકા ઘટી ૧૪૯ રૂપિયા, ટેક્સમાકો રેલ ૯૯.૫૦ રૂપિયાની બૉટમ બાદ બે ટકાના ઘટાડે ૧૦૧ રૂપિયા તથા કોનેર્ક્સ માઇક્રો સિસ્ટમ્સ ૫૧ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ સાડાચાર ટકા ગગડીને ૫૨ રૂપિયા બંધ હતા. એસ્ટ્રા માઇક્રો ડિફેન્સ ઉપરાંત રેલવે બિઝનેસમાં પણ કાર્યરત છે. એનો ભાવ નીચામાં ૧૧૦ રૂપિયા થઈ અંતે દોઢ ટકા ઘટીને ૧૧૨ રૂપિયા હતો. બાય ધ વે, ડિફેન્સ ક્ષેત્રની રિલાયન્સ નેવલ નીચામાં ૪૩ રૂપિયા થઈ છેલ્લે સવાચાર ટકાના ઘટાડે ૪૪ રૂપિયા બંધ આવ્યો છે.

લાર્સનમાં વિક્રમી ટોચેથી પીછેહઠ

ડિસેમ્બર ક્વૉર્ટરનાં પ્રોત્સાહક પરિણામની હૂંફે લાર્સન ઍન્ડ ટૂબ્રો (L&T)નો શૅર ઇન્ટ્રા-ડે ચારેક ટકાના જમ્પમાં ૧૪૬૯ રૂપિયાની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જે બજેટમાં લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સની જાહેરાતની ચિંતામાં બજારમાં આવેલ સાવર્ત્રિ ક કડાકાથી કંપનીના શૅરમાં સંપૂર્ણ આરંભિક સુધારો ધોવાઈ જતાં શૅરનો ભાવ ૧૪૦૮ રૂપિયાના તળિયે ઊતરી ગયો હતો. ભારે કામકાજ વચ્ચે શૅરનો ભાવ ૨.૮ ટકાના સુધારામાં ૧૪૫૬ રૂપિયાની નજીક બંધ રહેવામાં સફળ રહ્યો હતો. કંપનીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૪૮ ટકાના જમ્પમાં ૧૬.૧૮ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ નેટ પ્રૉફિટ કર્યો છે. તો ટોટલ ઇન્કમ ૯ ટકા વધીને ૨૮૯.૬ અબજ રૂપિયા નોંધાઈ છે, જ્યારે વર્ષ પૂર્વેના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ ૧૦.૯૦ કરોડ રૂપિયાનો નફો અને ૨૬૫.૬૧ અબજ રૂપિયાની આવક દર્શાવી હતી. ગ્રુપ કંપનીની વાત કરીએ તો L&T ઇન્ફોટેક દોઢ ટકાની વૃદ્ધિમાં ૧૨૯૪ કરોડ રૂપિયા, L&T ટેક્નૉલૉજી સર્વિસિસ ૮.૧ ટકાના સુધારામાં ૧૩૦૪ રૂપિયા બંધ થયો હતો. એક માત્ર L&T ફાઇનૅન્સ હોલ્ડિંગ્સનો શૅર પોણા ટકાની નબળાઈમાં ૧૭૧.૨૫ રૂપિયાના મથાળે બંધ થયો હતો.

સ્મૉલ કૅપ ઇન્ડેક્સ મક્કમ

કૉર્પોરેટ ટૅક્સની ચિંતાએ બજારની પીછેહઠની સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં એકંદરે મજબૂત વલણ જોવા મYયું હતું જેનું કારણ ૨૫૦ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓનો કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને ૨૫ ટકા કરવામાં આવ્યો છે જેનો સીધો લાભ સ્મૉલ કૅપ ઇન્ડેક્સની કંપનીઓને મળશે. આ કારણસર ચલણી શૅર એકંદરે મક્કમ રહ્યા છે. સાધારણ સુધારામાં સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૧૮,૭૧૭ બંધ હતો. એની ૮૪૬ કંપનીમાંથી ૩૬૫ શૅર ગ્રીન ઝોનમાં હતા જેમાં ઇમામી ૧૨.૯ ટકા, એજીસ લૉજિસ્ટિક્સ ૧૦.૬ ટકા, ખ્સ્વ્ ન્યુટ્રલ પ્રોડક્ટ્સ ૯ ટકા, L&T ફાઇનૅન્સ ૮.૧ ટકા, સેન્ચુરી એન્કેઈ ૬.૨ ટકા, JK ટાયર, એસ્કોર્ટ્સ સવાસાત ટકા, પોલારિસ કન્સલ્ટિંગ ૭ ટકા જેટલા સુધર્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK