છેલ્લા કલાકના સેલિંગ-પ્રેશરમાં બજાર બગડ્યું, રોકડું ટકી રહ્યું

અનિલ અંબાણી ગ્રુપના શૅરમાં ભળતી તેજી બરકરાર : ગોલ્ડન ટોબૅકોમાં ૧૦૧ રૂપિયાના ભાવની ઓપન ઑફર : વેચાણના સાધારણ આંકડા પાછળ મારુતિ સુઝુકીની પીછેહઠ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

વૈશ્વિક શૅરબજારો નાતાલની રજામાં છે ત્યાં ઘરઆંગણે ર૦૧૮નો આરંભ નબળો રહ્યો છે. અઢી વાગ્યા સુધી બહુધા પૉઝિટિવ ઝોનમાં રહેલું શૅરબજાર વેચવાલીની વાઈ ઊપડી હોય એવા રંગમાં ૩૪,૧૦૧ પ્લાસની ઇન્ટ્રા-ડે હાઈ સામે ૩૩,૭૬૬નું તળિયું બનાવી છેલ્લે ર૪૪ પૉઇન્ટના ઘટાડે ૩૩,૮૧૩ નજીક બંધ રહ્યું છે. નિફ્ટી ઉપરમાં ૧૦,પ૩૮થી ગગડી ૧૦,૪ર૩ થઈ ૯પ પૉઇન્ટની પીછેહઠમાં ૧૦,૪૩પ દેખાયો છે. સેન્સેક્સ-નિફ્ટીનો આ પોણાથી એકાદ ટકા નજીકનો ઘટાડો અલ્ગો ટ્રેડિંગ માટેના નવા નિયમ ઘડી કાઢવા સેબી તેમ જ નાણાખાતા તરફથી હાથ ધરાયેલી સંયુક્ત કવાયત અને જૂના ડ્રાફ્ટને સદંતર અવગણી નવો ડ્રાફ્ટ લાવવાની તજવીજ વિશે મીડિયાના અહેવાલને આભારી કહેવાય છે. અલ્ગો ટ્રેડિંગ બહુ સંવેદનશીલ મામલો છે. એ માટેના રૂલ્સ-રેગ્યુલેશન વિધિવત અમલી બનતા વાર લાગવાની છે એટલે હાલપૂરતું કોઈ જોખમ નથી. ગઈ કાલે લાસ્ટ અવર્સના સેલિંગ-પ્રેશરમાં મુખ્યત્વે સેન્સેક્સ અને નિફ્ટી બેઝ્ડ તેમ જ લાર્જ કૅપ શૅર સપાટે ચડ્યા હતા. સેન્સેક્સ ખાતે ૩૧માંથી ર૬ તો નિફ્ટીની પ૦માંથી ૪૦ જાતો ડાઉન હતી. લાર્જ કૅપ સેગમેન્ટના ૮૦માંથી ર૦ શૅર વધ્યા હતા. સામા પક્ષે મિડ કૅપ તથા સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પૉઝિટિવ ઝોનમાં બંધ રહ્યા છે. સરવાળે માર્કેટ-બ્રેડ્થ ઠીક-ઠીક એવી હકારાત્મક જોવા મળી છે. NSE ખાતે પણ ૯૮૦ શૅર વધ્યા હતા સામે ઘટેલા શૅરની સંખ્યા ૮૩૬ની હતી. બૅન્ક નિફ્ટી, નિફ્ટી ઑટો, નિફ્ટી IT, નિફ્ટી ફાઇનૅન્સ, નિફ્ટી એનર્જી જેવા ઇન્ડાઇસિસ પોણાથી એક ટકો ઢીલા હતા. BSE ખાતે ભાવની રીતે ગઈ કાલે ૩ર૧ શૅર એક વર્ષ કે એથી વધુ સમયગાળાની રીતે નવાં ઊંચાં શિખરે ગયાં હતાં. બીજી તરફ ૭૯ કાઉન્ટર્સમાં નવાં ઐતિહાસિક બૉટમ બન્યાં છે. ગઈ કાલે અત્રે લગભગ ૧૬૩૩ શૅર વધીને બંધ રહ્યા છે એમાંથી ૩૮૪ શૅર ઉપલી સર્કિટે ક્લૉઝ્ડ હતા, જ્યારે ઘટેલી ૧ર૩૩ જાતોમાંથી ૧પ૬ શૅરમાં નીચલી સર્કિટ લાગેલી હતી. બૅન્કિંગ ઉદ્યોગની ૪૦માંથી ૧૪ સ્ક્રિપ્સ નરમ હતી, પરંતુ બૅન્કેક્સ પોણો ટકો ઘટ્યો છે. IT ઇન્ડેક્સમાંના પ૯માંથી ર૬ શૅર ડાઉન હતા છતાં આ બેન્ચમાર્ક ઇન્ફી અને TCS જેવા હેવી વેઇટ્સના ભારમાં અડધા ટકાથી વધુ લોગ-આઉટ થયો હતો. 

મારુતિ સુઝુકીની નિકાસ ત્રીજા મહિને ઘટી

ઑટો જાયન્ટ મારુતિ સુઝુકી દ્વારા ડિસેમ્બર મહિનામાં સવાદસેક ટકાના વધારામાં આશરે ૧.૩ લાખ નંગ વાહનનું વેચાણ દર્શાવાયું છે. વેચાણવૃદ્ધિના આ સળંગ બારમા મહિનામાં સ્થાનિક વેચાણ ૧૨ ટકા વધીને ૧.૧૯ લાખ નંગનું નોંધાયું છે, પરંતુ નિકાસ સવાછ ટકા ઘટીને ૧૦,૭૮૦ નંગની થઈ છે. નિકાસવેચાણ સળંગ ત્રણ મહિનાથી ઘટાડાતરફી છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૯૭૯૦ રૂપિયા અને નીચામાં ૯૬૪૫ રૂપિયા થઈ છેલ્લે પોણો ટકો ઘટી ૯૬૪૯ રૂપિયા બંધ રહ્યો છે. એસ્ર્કોટ દ્વારા ડિસેમ્બરમાં ૧૩.૧ ટકાના દરે તો મહિન્દ્ર દ્વારા આઠ ટકાના દરે કુલ વેચાણવૃદ્ધિ દર્શાવાઈ છે. મહિન્દ્રનો ભાવ ઉપરમાં ૭૫૯ રૂપિયા નજીક ગયા બાદ અંતે પોણો ટકો ઘટીને ૭૪૫ રૂપિયા તથા એસ્ર્કોટ્સનો શૅર ૭૯૭ રૂપિયાની નવી ઐતિહાસિક સપાટી મેળવી છેલ્લે દોઢ ટકો ઘટીને ૭૭૪ રૂપિયા બંધ હતા. ઑટો ઇન્ડેક્સ પણ ગઈ કાલે પોણા ટકાથી વધુ નરમ હતો. એના ૧૪માંથી ૧૧ શૅર ડાઉન હતા. બૉસ, TVS મોટર્સ, બજાજ ઑટો, તાતા મોટર્સ અડધા ટકાથી દોઢ ટકા ડાઉન હતા. અશોક લેલૅન્ડ ઉપરમાં ૧૨૨ રૂપિયા વટાવી છેલ્લે સાધારણ ઘટી ૧૧૮ રૂપિયા હતો.

DB રિયલ્ટી બે સપ્તાહમાં ૮૨ ટકા વધી ગયો

૨-G સ્કૅમના તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયાના પગલે બહુ ગાજેલા આ કથિત સ્કૅમ સાથે સંકળાયેલી હસ્તીઓ તેમ જ તેમની કંપનીઓના શૅરમાં જબરી તેજી શરૂ થઈ છે. શાહિદ બાલવા ફેમ DB રિયલ્ટીનો ભાવ ગઈ કાલે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૬૩ રૂપિયા પ્લસની ૨૬ મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. ૧૮ ડિસેમ્બરે લગભગ બે વીક પહેલાં ભાવ ૩૫ રૂપિયાની અંદર હતો. યુનિટેક આ ગાળામાં સાડાછ રૂપિયાથી ઊંચકાઈને ગઈ કાલે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં સાડાઅગિયાર રૂપિયા પ્લસની અઢી વર્ષની ટોચે જઈ છેલ્લે ૧૭ ટકાના ઉછાળે ૧૧ રૂપિયા પ્લસ બંધ હતો. વિડિયોકૉન ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગઈ કાલે ૨૦.૬૦ રૂપિયા થઈ નજીકમાં બંધ હતો. દરમ્યાન રિયલ્ટી બેન્ચમાર્ક ૨૬૭૫ની નવી મલ્ટિયર હાઈ બતાવી સોમવારે અડધા ટકાની નજીક વધીને ૨૬૧૭ રહ્યો છે. અનંતરાજ, સિટાડેલ રિયલ્ટી, મૅરથૉન રિયલ્ટી, સતારા પ્રૉપર્ટીઝમાં પણ નવાં શિખર જોવાયાં છે.

રિલાયન્સ નવેલમાં R.કૉમવાળી થઈ

વડીલ બંધુ મુકેશ અંબાણીનો મજબૂત ખભો મળી ગયો હોવાની લાગણીમાં અનિલ અંબાણી ગ્રુપના શૅર આજકાલ નવી ફૅન્સીમાં છે. રિલાયન્સ નવેલ ગઈ કાલે ચિક્કાર કામકાજમાં ૪૮.૬૫ રૂપિયાની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૬૮ રૂપિયા વટાવી છેલ્લે ૩૨.૩ ટકાના જમ્પમાં ૬૫ રૂપિયા બંધ આવ્યો છે. બે વીક પૂર્વે, ૧૮ ડિસેમ્બરે આ શૅરમાં ૩૩.૭૦ રૂપિયાનું ઐતિહાસિક બૉટમ બન્યું હતું. રિલાયન્સ પાવર બન્ને બજાર ખાતે ૨૨૦૪ લાખ શૅરના વૉલ્યુમમાં ૬૩.૬૦ રૂપિયાની ફેબ્રુઆરી ૨૦૧૫ પછીની ટોચ બનાવી છેલ્લે ૨૦.૭ ટકાની મજબૂતીમાં ૬૦.૬૫ રૂપિયા બંધ હતો. રિલાયન્સ નિપ્પોન ૩૧૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બતાવી અંતે સાધારણ વધીને ૩૦૦ રૂપિયા રહ્યો છે. રિલાયન્સ હોમ ફાઇનૅન્સ છ ગણા કામકાજમાં ૧૦૪ રૂપિયા વટાવ્યા બાદ નવ ટકાના ઉછાળે ૯૯ રૂપિયા હતો. આ શૅરમાં ગયા મહિને ૧૫ ડિસેમ્બરે ૬૨ રૂપિયાનું ઑલટાઇમ તળિયું દેખાયું હતું. રિલાયન્સ કૅપિટલ ૬૧૪ રૂપિયા થઈને ૩.૫ ટકાની આગેકૂચમાં ૫૯૯ રૂપિયા તથા રિલાયન્સ ઇન્ફ્રા ૫૯૦ રૂપિયા નજીક ગયા બાદ સાડાત્રણ ટકા વધીને ૫૭૩ રૂપિયા બંધ હતા. બે સપ્તાહમાં ૧૨ રૂપિયાની અંદરથી ૪૨ રૂપિયાની નજીક પહોંચી જનારા ïR.કૉમમાં તેજીને હાંફ ચડ્યો હોય એમ ગઈ કાલે નીચામાં ૩૩ રૂપિયા થઈ છેલ્લે સવાબે ટકા ઘટી ૩૫ રૂપિયા બંધ આવ્યો છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સળંગ બીજા દિવસની નબળાઈમાં એક ટકો ઘટી ગઈ કાલે ૯૧૧ રૂપિયા હતો, પંરતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૨ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની સર્કિટ મારીને ૬૪૬ રૂપિયાની નવી ઊંચી સપાટીએ દેખાયો છે. નેટવર્ક-૧૮ દોઢ ટકા તથા ટીવી-૧૮ અડધો ટકો ડાઉન હતા.

ગોલ્ડન ટોબૅકોમાં ૧૦૧ રૂપિયાની ઓપન ઑફર


ગોલ્ડન ટોબૅકો કંપની (GTC)માં પ્લસ કૉર્પોરેટ વેન્ચર્સ, તેના ડિરેક્ટર મોદી જૈન તથા JP ફાઇનૅન્શિયલ સર્વિસિસ દ્વારા શૅરદીઠ ૧૦૧ રૂપિયાના ભાવે ૪૪ લાખ શૅર કે ૨૫ ટકા ઇક્વિટી ખરીદવાની ઓપન ઑફર જાહેર થઈ છે જે ૧૪ ફેબ્રુઆરીએ ખૂલી પાંચમી માર્ચે બંધ થશે. શૅર NSE ખાતે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૭૦ શૅરના કામકાજમાં ૫૦.૪૦ રૂપિયા તથા ગ્લ્ચ્માં ૮૬૬ શૅરના વૉલ્યુમમાં ૫૫ રૂપિયા નજીક બંધ હતો. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુ સામે બુકવૅલ્યુ માઇનસ ૧૪૦ રૂપિયા નજીકની છે. ૧૫ માર્ચ ૨૦૧૭ના રોજ ભાવ ૮૬ રૂપિયાની પોણાસાતેક વર્ષની ઊંચી સપાટીએ ગયો હતો. ડિસેમ્બર ૨૦૦૭માં આ કાઉન્ટરમાં ૭૨૮ રૂપિયાની વિક્રમી સપાટી બની હતી. ૧૭૬૦ લાખ રૂપિયાની ઇક્વિટીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૨૬ ટકાનું છે. ૨૬,૭૯૮ જેટલા નાના રોકાણકારો પાસે ૨૬.૯ ટકા માલ છે. કુલ શૅરધારક ૨૭,૭૭૬ છે. NSE ખાતે કામકાજ માત્ર ૭૦ શૅરનું હતું. સામે છેલ્લે ઉપલી સર્કિટમાં ૨૧,૦૦૦ શૅરના બાયર ઊભા હતા. કંપનીનું માર્કેટકૅપ માંડ ૯૭ કરોડ રૂપિયા ય નથી. જોકે એની લૅન્ડ સહિતની વિવિધ ઍસેટ્સની વૅલ્યુ જાણકારો ૨૦૦૦ કરોડ રૂપિયા આસપાસની મૂકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK