રૂપિયો વધુ ડાઉન, પણ માર્કેટ થોડું ડાઉન: સ્મૉલ અને મિડ કૅપની રિકવરી ચાલુ રહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યસ બૅન્ક સમાન હેવીવેઇટ સ્ટૉક્સ નીચે ઊતરી ગયા, અમેરિકાનો ચીનથી થતી આયાત પર વધુ ૨૦૦ અબજ ડૉલરની જકાત નાખવાનો વિચાર : રૂપિયો ૭૧ની નવી ઊંચી સપાટીએ જઈને પાછો ફર્યો

BSE

બુધવાર અને ગુરુવારના કરેક્શનના દોરને આગળ વધારતાં શૅરબજારે ગઈ કાલે પણ કરેક્શન ચાલુ રાખ્યું હતું. જોકે બજાર દિવસ દરમ્યાન પ્લસ-માસનસ થયા કરતું હતું, પરંતુ મોટા કડાકાથી દૂર રહ્યું હતું. બજાર બંધ થતી વખતે સેન્સેક્સ માત્ર ૪૫ પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી ત્રણ પૉઇન્ટ પ્લસ રહ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આમ જોવા જઈએ તો જે પણ કરેક્શન થયું એ સાધારણ પ્રમાણનું કહી શકાય. આમાં પણ વળી મુખ્ય કારણ ક્રૂડ અને કરન્સીનું જ હતું. રૂપિયો તો તૂટીને પહેલી વાર ૭૧ના લેવલે પહોંચી ગયો હતો, જે પછીથી માર્કેટ બંધ થતી વખતે સાધારણ સુધર્યો હતો. બજાર માટે રૂપિયો ડાઉન થાય છે એમ ક્રૂડની ચિંતા પણ વધે છે. બીજી બાજુ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ચીન પર વધુ જકાત નાખવાના ઇરાદો વ્યક્ત કરવાની અસર ગ્લોબલ સ્તરે નકારાત્મક રહી હતી. એશિયન માર્કેટ્સની નજર કરન્સી ઉપરાંત અમેરિકા પર પણ હતી, જેની અસરરૂપે ત્યાં નર્વસનેસ રહી હતી. બજાર GDP ડેટા પર પણ નજર રાખી બેઠું હતું જે સાંજે જાહેર થવાના હતા. ગ્લોબલ ક્રૂડનો ભાવ પણ બૅરલદીઠ વધીને ૭૮ ડૉલર થયો હતો. આજથી ફ્યુચર્સ-ઑપ્શન્સની નવી સપ્ટેમ્બર સિરીઝ નરમાઈ સાથે શરૂ થઈ હતી.

મેટલ્સ, ઑટો અને એનર્જી‍ સહિત બૅન્ક-શૅરો ગઈ કાલે નીચા રહ્યા હતા, બૅન્ક નિફ્ટી ડાઉન થયો હતો. યસ બૅન્કના ઘટવાની ઇન્ડેક્સ પર ખાસ અસર થઈ હતી. યસ બૅન્કના શૅરમાં ગઈ કાલે સતત ચોથા દિવસે ઘટાડો થયો હતો. આ સ્ટૉક દિવસના અંતે પાંચ ટકા કરતાં વધુ ઘટ્યો હતો. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પર એનો બંધ ભાવ ૫.૧૧ ટકા ઘટીને ૩૪૩.૪૦ અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર ૫.૧૮ ટકા ઘટીને ૩૪૩ બંધ રહ્યો હતો.

જોકે છેલ્લા અમુક કલાકની ખરીદીમાં જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સુધારો નોંધાયો હતો. ઇન્ડેક્સના ઘટાડામાં મહિન્દ્ર, મારુતિ, તાતા સ્ટીલ, વેદાંત, ICICI બૅન્કનો પણ ફાળો હતો; જ્યારે લાર્સન, બજાજ ઑટો, ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બૅન્કનો ફાળો પ્લસમાં હતો.

અમેરિકા તરફથી ચીન સામેના ટ્રેડ-વૉરને આગળ વધારવાના સંકેત આવતા ગઈ કાલે જપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ નબળો રહ્યો હતો, બજાર ફ્લૅટ રહ્યું હતું. અમેરિકા ચીન પર વધુ ૨૦૦ અબજ ડૉલરની જકાત લાદવાની જાહેરાત કરે એવી સંભાવના છે.

ભારતીય બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને યસ બૅન્ક જેવા હેવીવેઇટ સ્ટૉક્સ ડાઉન થવાને કારણે પણ સેન્સેક્સ ડાઉન ગયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ત્રણ ટકા નીચે ગયો હતો. જોકે IT અને ફાર્માસ્યુટિલ્સ સેક્ટર ગઈ કાલે તેજીમાં રહ્યાં હતાં. તાતા મોટર્સ, ટેક મહિન્દ્ર, ડૉ. રેડ્ડીઝ લૅબ અને પાવર ગ્રિડ નોંધપાત્ર વધ્યા હતા. સન ફાર્મા માટે ખરીદીની ભલામણ પર એ ગઈ કાલે ત્રણ ટકા વધ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK