IT અને બૅન્કિંગની આગેવાની હેઠળ બજાર ત્રણેક મહિનાની ટોચે

ઍસેટ્સ ક્વૉલિટી જળવાતાં કોટક મહિન્દ્ર બૅન્ક વિક્રમી સપાટીએ : સોરિલ ઇન્ફ્રામાં ૨૦ ટકાની ઉપલી સર્કિટ લાગી: બાયબૅકની લૉલીપૉપ છતાં PC જ્વેલર્સમાં કડાકા જારી

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

ઇન્ફોસિસ, વિપ્રો, મારુતિ સુઝુકી, રિલાયન્સ, ઍક્સિસ બૅન્ક ઇત્યાદિ ફ્રન્ટલાઇન કંપનીઓનાં પરિણામ એકંદર ધારણાં કરતાં નબળાં કે ખરાબ આવવાં છતાં શૅરબજારની ચાલમાં મૂળભૂત કોઈ ફરક પડ્યો નથી. ગઈ કાલે પણ માર્કેટ આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનને પકડી રાખી છેવટે ત્રણેક મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યાં છે. HDFC-ટ્વીન્સની મજબૂતીથી બજારને ૯૦ પૉઇન્ટનો તો TCS અને ઇન્ફીના કારણે બીજા ૬૬ પૉઇન્ટ મળ્યા હતા. સેન્સેક્સ ૩૧માંથી ૨૫ શૅરના સુધારામાં ઉપરમાં ૩૫,૨૧૩ થઈ છેલ્લે ૧૯૧ પૉઇન્ટ વધીને ૩૫,૧૬૦ તથા નિફ્ટી ૫૦માંથી ૩૩ શૅરની આગેકૂચમાં ૪૭ પૉઇન્ટ વધીને ૧૦,૭૩૯ બંધ આવ્યા છે. મિડ કૅપ તથા સ્મૉલ કૅપમાં રિફ્લેક્ટિવ આકર્ષણ હતું. બ્રૉડર-માર્કેટ ખાતે ૫૦૧ શૅરમાંથી ૧૬૨ જાતો જ નરમ હતી. રિલાયન્સના ભાર હેઠળ ઑઇલ-ગૅસ તેમજ એનર્જી‍ ઇન્ડેક્સ એકથી બે ટકા ડાઉન હતા. સામે IT ઇન્ડેક્સ ૫૯માંથી ૩૩ શૅરના સુધારામાં દોઢેક ટકા, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૬માંથી ૨૦ શૅરની મજબૂતીમાં દોઢ ટકા અને FMCG ઇન્ડેક્સ ૧૧,૩૩૯ની નવી વિક્રમી સપાટી દેખાડી ૮૧માંથી ૫૫ જાતોના સુધારામાં સવા ટકાથી વધુ ઊંચકાઈને ૧૧,૩૦૬ નજીક બંધ હતો. શરાબના શૅર ઝૂમી રહ્યા છે. સિમેન્ટ, ટી-કૉફી, રબર, ખાતર, માઇનિંગ, આયર્ન ઇત્યાદિ સેગમેન્ટ પણ ગઈ કાલે એકંદરે ઝળક્યા હતા.

રિલાયન્સમાં પરિણામ પાછળ વસવસો

હેવીવેઇટ્સ માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ધારણાં કરતાં એકંદર નબળાં પરિણામ આવ્યાં છે. ગ્રોસ રિફાઇનિંગ માર્જિન ઘટ્યું છે. વ્યાજખર્ચ ૫૫૬ કરોડ રૂપિયાથી વધીને માર્ચ ક્વૉર્ટરમાં ૨૫૬૬ કરોડ રૂપિયાને વટાવી ગયો છે. પેટ્રોકેમિકલ્સ અને રીટેલ બિઝનેસે કંપનીની લાજ રાખી છે. રિલાયન્સ જીઓની કામગીરીમાં ઝમક નથી દેખાઈ. આ પરિણામ પછી બ્રોકરેજ હાઉસ એકંદર બુલિશ રહ્યાં છે, પરંતુ અગાઉનો યુફોરિયા ગાયબ છે. શૅર ગઈ કાલે પ્રમાણમાં સારા કામકાજ વચ્ચે ૯૯૫ની આગલી ઑલટાઇમ બંધની સપાટી સામે ગઈ કાલે ૯૮૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૯૯૨ રૂપિયા અને નીચામાં ૯૬૧ રૂપિયા થઈ છેલ્લે સવાત્રણ ટકાના ઘટાડે ૯૬૩ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીનું માર્કેટકૅપ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા ઘટીને ગઈ કાલે ૬.૧૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. શુક્રવારે અપેક્ષા કરતાં ઓછો નફો આવતાં મારુતિ સુઝુકી ઇન્ટ્રા-ડે હાઈથી ૪૦૦ રૂપિયા કરતાં વધુ નીચે આવી ઘટાડામાં બંધ રહ્યા બાદ ગઈ કાલે ઉપરમાં ૮૯૦૪ રૂપિયા થઈ અંતે અડધો ટકો વધીને ૮૮૨૩ રૂપિયા બંધ હતો. ઐતિહાસિક અને જંગી ખોટ પછી ય સટોડિયાના ખેલમાં નવેક ટકાનો ઉછાળો દાખવનાર ઍક્સિસ બૅન્ક ગઈ કાલે નીચામાં ૫૧૪ રૂપિયા થઈ અંતે ચારેક ટકાના ધોવાણમાં ૫૧૮ રૂપિયા બંધ આવ્યો છે. અમે પરિણામ પછી આવેલી તેજી ખોટી છે, એ ટકવાની નથી એ ત્યારે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કમ્યુનિકેશન ખરાબીની આગેકૂચમાં ગઈ કાલે નીચામાં પોણાપંદર રૂપિયાની અંદર ઊતરી ગયા બાદ ચાર ટકાના ધોવાણમાં સવાપંદર રૂપિયા રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ભાવ ત્રીસેક ટકા તૂટી ગયો છે. રિલાયન્સ નેવલ ૧૭ રૂપિયાની અંદર નવું ઑલટાઇમ બૉટમ બતાવી છેલ્લે અઢી ટકાના સુધારામાં ૧૮.૫૦ રૂપિયા હતો અનિલ ગ્રુપના અન્ય શૅર પ્રારંભિક નરમાઈ પછી વત્તે-ઓછે અંશે પ્રત્યાઘાતી સુધારામાં બંધ હતા.

PC જ્વેલર્સમાં બાયબૅકનું શસ્ત્ર કામ ન આવ્યું

છેલ્લા કેટલાક દિવસથી લગભગ એકધારા ઘટાડામાં રહેલા PC જ્વેલર્સમાં શૅરના બાયબૅક માટે ૨૫ મેએ બોર્ડ-મીટિંગની જાહેરાત આવતાં ૧૭૮ રૂપિયા નજીકના આગલા બંધ સામે શૅર ગઈ કાલે ૧૮૪ રૂપિયા ખૂલી ઉપરમાં ૨૧૦ રૂપિયા નજીક ગયો હતો. જોકે આ તેજી સાવ તકલાદી પુરવાર થઈ છે. શૅર ૧૪૦ રૂપિયાનું નવું ઐતિહાસિક બૉટમ બનાવી છેલ્લે ૧૮ ટકાના વધુ કડાકામાં ૧૪૫ રૂપિયા બંધ આવ્યો છે. વૉલ્યુમ સરેરાશ કરતાં સાડાપાંચ ગણુ હતું. આ શૅર સાડાત્રણેક મહિના પૂર્વે ૬૦૧ રૂપિયા નજીકની સર્વોચ્ચ સપાટીએ હતો. બીજી તરફ જાગરણ પ્રકાશનની બોર્ડ-મીટિંગમાં શૅરદીઠ ૧૯૬ રૂપિયા સુધીના ભાવે લગભગ ૨૯૨ કરોડ રૂપિયાના બાયબૅકનો નિર્ણય લેવાતાં શૅર ૧૬૫ રૂપિયાના આગલા બંધ સામે ગઈ કાલે ઉપરમાં ૧૭૩ રૂપિયા થઈ છેલ્લે ત્રણ ટકા વધીને ૧૭૦ રૂપિયા બંધ રહ્યો છે. શૅરની ફેસવૅલ્યુ બે રૂપિયા છે.

કૅનફિન હોમ્સ સાડાચાર ગણા કામકાજમાં નીચામાં ૪૧૫ રૂપિયા થઈ છેલ્લે પાંચ ટકાની ખરાબીમાં ૪૨૧ રૂપિયા બંધ હતો. IRB ઇન્ફ્રામાં પરિણામ માટે બોર્ડ-મીટિંગ ૩ મેએ છે. શૅર ગઈ કાલે સવાબે ગણા કામકાજમાં ૨૮૬ રૂપિયાની મલ્ટિયર ટૉપ બતાવી અંતે સાડાછ ટકાની તેજીમાં ૨૮૨ રૂપિયા રહ્યો છે. સારા વૉલ્યુમ સાથે વધનારી જાતોમાં ગઈ કાલે મર્ક ૨૧૬૦ રૂપિયાના નવા શિખરે જઈ અંતે ૧૦.૮ ટકાના જમ્પમાં ૨૧૧૧ રૂપિયા બંધ હતો. સપ્તાહમાં આ શૅર નીચા મથાળેથી ૪૦૦ રૂપિયા વધી ગયો છે. સાસ્કેન અઢી ગણા કામકાજમાં ચાર આંકડે ૧૦૦૦ રૂપિયાની વિક્રમી સપાટી હાંસલ કરી ૧૪ ટકાના ઉછાળામાં ૯૮૦ રૂપિયા હતો. મૂળ પિરામિડ રીટેલ તરીકે ઓળખાતી પાછળથી ઇન્ડિયાબુલ્સ રીટેલ અને ત્યાર બાદ સ્ટોરવન રીટેલ ઇન્ડિયા તરીકે નામબદલો કરી હાલમાં સોરિલ ઇન્ફ્રા રિસોર્સિસ તરીકે જાણીતી કંપનીનો ભાવ ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૭૪ રૂપિયા બંધ રહ્યો છે. મિડ ઑગસ્ટમાં ગયા વર્ષે આ શૅરમાં ૮૯ રૂપિયાનું બૉટમ દેખાયું હતું.

કોટક મહિન્દ્ર બૅન્ક ઑલટાઇમ હાઈ

કોટક મહિન્દ્ર બૅન્ક દ્વારા એકંદર ૧૨૨૧ કરોડ રૂપિયાની ધારણા સામે માર્ચ ક્વૉર્ટરમાં ૧૫ ટકાના વધારામાં ૧૧૨૪ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ દર્શાવાયો છે. ઍસેટ્સ ક્વૉલિટી જોકે બગડી નથી. શૅર અઢી ગણા કામકાજમાં ૧૨૧૮ રૂપિયાની લાઇફટાઇમ હાઈ બતાવી અંતે ૧.૮ ટકા વધીને ૧૨૧૦ રૂપિયા બંધ આવ્યો છે. બજાર બંધ થવાના ટાંકણે HDFCનાં પરિણામ જાહેર થયાં હતાં. કંપનીએ ૨૮૪૬ કરોડ રૂપિયાનો ત્રિમાસિક નેટ પ્રૉફિટ કર્યો છે. બજારની એકંદર ધારણા ૨૪૬૪ કરોડ રૂપિયાના ચોખ્ખા નફાની હતી. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૮૯૨ રૂપિયા થઈ અંતે દોઢેક ટકો વધીને ૧૮૮૫ રૂપિયા નજીક બંધ હતો. દરમ્યાન ગઈ કાલે બૅન્ક નિફ્ટી તેમ જ બૅન્કેક્સ અડધા ટકાની આજુબાજુ પ્લસ હતા. પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી ૧૦માંથી ૬ શૅરમાં સુધારા છતાં માત્ર ૦.૨ ટકા જેવો વધ્યો હતો, પણ PSU બૅન્ક નિફ્ટી બારમાંથી બે શૅરના ઘટાડા વચ્ચે પોણાબે ટકા ઊંચકાયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગની ૪૧માંથી ૧૩ જાતો નરમ હતી. ઍક્સિસ બૅન્ક એમાં મોખરે હતો. ICICI બૅન્ક, આંધ્ર બૅન્ક, AU બૅન્ક, IDBI બૅન્ક, કૉર્પોરેશન બૅન્ક જેવાં કાઉન્ટર આશરે સવા ટકાથી લઈને સવાબે ટકાની નજીક ઢીલાં હતાં. વિજયા બૅન્ક સાડાછ ટકાથી વધુની તેજીમાં અત્રે ટૉપ ગેઇનર હતો. યસ બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, કૅનેરા બૅન્ક, સ્ટૅન્ચાર્ટ બૅન્ક, ભ્ફ્ગ્, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, કરુર વૈશ્ય બૅન્ક, બંધન બૅન્ક, સ્ટેટ બૅન્ક જેવી જાતો દોઢથી ચાર ટકાની નજીક વધીને બંધ આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK