નવું માઈનિંગ બિલ કૅબિનેટમાં પાસ થતાં મેટલ કંપનીના શૅરો ગગડ્યા

મેટલ કંપનીના શૅરોની ખરાબી ગઈ કાલના ઘટાડાનું મુખ્ય કારણ હતું. સરકારે નવા માઇનિંગ બિલને મંજૂરી આપી એમાં કંપનીઓનો પ્રૉફિટ ઘટે એવી જોગવાઈ છે એને કારણે કંપનીઓની નફાશક્તિ ઘટશે એવા ડરે મેટલ્સ શૅરોમાં વેચવાલી આવી હતી.

 

 

શૅરબજારનું ચલકચલાણું -કનુ જે. દવે

અનિલ અંબાણીની ૨જી સ્પેક્ટ્રમ કેસમાં સીબીઆઇ પૂછપરછ કરે એવી અટકળોએ આ ગ્રુપના શૅરો તૂટ્યા


નવા બિલમાં એક મહત્વની જોગવાઈ એ છે કે કોલ માઇનિંગ કંપનીઓએ એમના નફામાંથી ૨૬ ટકા હિસ્સો પ્રોજેક્ટ્સને કારણે અસરગ્રસ્ત લોકો માટે ફાળવવો પડશે. નૉન-કોલ માઇનિંગ કંપનીઓએ રાજ્ય સરકારને રૉયલ્ટીની જે રકમ ચૂકવી હશે એટલી રકમની ચુકવણી પ્રોજેક્ટથી અસર પામેલા લોકો માટે કરવી પડશે. મુંબઈ શૅરબજારનો મેટલ આંક ૨.૬૮ ટકા તૂટી ૧૦,૯૯૫.૫૭ થઈ ગયો હતો. એક સપ્તાહમાં ૪.૫૦ ટકા, એક મહિનામાં ૯.૧૧ ટકા અને એક વર્ષમાં આ આંક ૩૪.૮૦ ટકા ઘટ્યો હતો. ગઈ કાલના દિવસનો ૧૦,૯૫૭.૨૮નો લો બાવન સપ્તાહનો નવો લો બન્યો હતો.મેટલ આંકમાં ૧૯.૨૬ ટકાનું વેઇટેજ ધરાવતો તાતા સ્ટીલ ૩.૯૯ ટકાના ગાબડે ૪૧૪.૨૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગઈ કાલનો ૪૧૪.૨૦ નો લો બાવન સપ્તાહનો નવો લો હતો. ૧૪.૬૭ ટકાના વેઇટેજવાળો જિન્દાલ સ્ટીલ ૩.૭૮ ટકા તૂટી ૫૦૨.૦૫ બંધ રહ્યો હતો.૧૪.૫૨ ટકાનું વેઇટેજ ધરાવતો કોલ ઇન્ડિયાનો શૅર તો ૫.૧૫ ટકાના ગાબડે ૩૩૨.૭૫ થઈ ગયો હતો. ગઈ કાલનો ૩૨૫.૪૦નો લો મન્થ્લી લો હતો. હિન્દાલ્કો મેટલ આંકમાં ૧૨.૧૮ ટકાનું વેઇટેજ ધરાવે છે. આ શૅર ગઈ કાલે ૧.૮૦ ટકા ઘટીને ૧૩૧.૩૦ રૂપિયા થઈ ગયો હતો. બાવન સપ્તાહનું તળિયું સવાસો રૂપિયાનું છે. આ જ આંકમાં ૧૧.૮૯ ટકાનું વેઇટેજ ધરાવતો સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ ૪.૦૫ ટકાના ગાબડે ૧૧૩.૮૫ રૂપિયા બંધ રહ્યો. એણે ગઈ કાલે બાવન સપ્તાહનું ૧૧૩ રૂપિયાનું નવું તળિયું બનાવ્યું હતું.

અનિલ અંબાણી જૂથના શૅરો ઘટ્યા

૨જી સ્પેક્ટ્રમનું ભૂત હજી પણ અનિલ અંબાણી જૂથનો પીછો નથી છોડતું અને આ સંદર્ભે અનિલની સીબીઆઇ પૂછપરછ કરી આગળ પગલાં લેશે એવી વાતોએ આ જૂથના શૅરોમાં ગાબડાં પડ્યાં હતાં. રિલાયન્સ કૅપિટલ ૪૭ રૂપિયા અર્થાત્ ૧૩.૧૭ ટકા તૂટી ૩૧૨.૨૦ બંધ રહ્યો હતો. ગઈ કાલે ૩૧૧.૫૦નો બાવન સપ્તાહનો નવો નીચો ભાવ જોવા મળ્યો હતો. ૭.૯૯ ટકાના ગાબડે રિલાયન્સ કમ્યુનિકેશને પણ ૭૧.૪૦નું બંધ આપ્યું હતું અને ૭૦.૯૦નો વાર્ષિક લો કર્યો હતો. રિલાયન્સ પાવરમાં ૩.૬૩ ટકાનો ઘટાડો થતાં ભાવ ૭૬.૯૫ બંધ રહ્યો હતો અને ૭૫.૧૦નો વાર્ષિક લો ભાવ બતાવ્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૭.૨૭ ટકા તૂટી ૩૭૪ બંધ રહ્યો. એણે પણ ગઈ કાલે બાવન સપ્તાહનો નવો ૩૬૬.૧૦નો લો ભાવ દર્શાવ્યો હતો. રિલાયન્સ મિડિયા વર્ક્સ પણ ૪.૭૨ ટકા ઘટી ૯૧.૯૦ થઈ ગયો હતો.

એશિયા-પૅસિફિક માર્કેટ્સ

એશિયા-પૅસિફિક વિસ્તારની ૧૧ માર્કેટ્સમાંથી પાંચ વધીને તો છ ઘટીને બંધ રહી હતી. વધવામાં ઑસ્ટ્રેલિયાનો ઑલ ઑર્ડિનરી આંક ૦.૦૫ ટકા વધી ૪૦૭૦.૧૦, ઇન્ડોનેશિયાનો જકાર્તા કમ્પોઝિટ ૦.૩૪ ટકા સુધરી ૩૫૪૯.૦૩, ન્યુ ઝીલૅન્ડનો એનઝેડએસઈ ૧.૩૧ ટકા વધી ૩૩૪૩.૩૫, કોરિયાનો સૉલ કમ્પોઝિટ ૦.૦૨ ટકા સુધરી ૧૭૬૯.૬૫ અને તાઇવાનનો તાઇવાન વેઇટેડ આંક ૦.૬૦ ટકા વધી ૭૨૨૫.૩૮ બંધ રહ્યો હતો. હૉન્ગકૉન્ગનો હૅન્ગ સેંગ ૪૧૮.૬૫ પૉઇન્ટ અર્થાત્ ૨.૩૨ ટકા ઘટી ૧૭,૫૯૨.૪૧ બંધ રહ્યો હતો.

તમામ સેક્ટરલ આંક ડાઉન

નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં તમામ ૧૧ સેક્ટરલ આંક ઘટ્યા હતા. રિયલ્ટી આંક ૨.૧૬ ટકા તૂટી ૨૩૭.૬૦ થયો. એનું પ્રતિનિધિત્વ કરતા એચડીઆઇએલ, ડીબી રિયલ્ટી, યુનિટેક અને અનંતરાજ ઇન્ડસ્ટ્રીઝ ત્રણથી સવાચાર ટકા ઘટી અનુક્રમે ૯૭.૮૦, ૪૯.૯૫, ૨૬.૧૦ અને ૫૬.૧૦ના સ્તરે બંધ રહ્યા હતા. ડી. બી. રિયલ્ટીએ ગઈ કાલે બાવન સપ્તાહનો ૪૯.૫૦ રૂપિયાનો નવો લો બાવ બનાવ્યો હતો. પીએસયુ બૅન્ક આંક ૧.૯૫ ટકા ઘટી ૩૨૦૦.૩૦ અને બૅન્ક નિફ્ટી ૧.૯૨ ટકા ઘટી ૯૪૬૮.૩૦ રહ્યા હતા.

સેન્સેક્સ-નિફ્ટીના લેવલ્સ

૧૬,૬૯૮.૦૭વાળો સેન્સેક્સ ૧૬,૫૯૯.૭૪ ખૂલી વધીને ૧૬,૭૪૫.૧૬ થઈ ૧૬,૪૦૪.૭૮ સુધી ગગડી ૧૬,૫૯૯.૭૪ બંધ રહેતાં ૨૪૪.૩૧ પૉઇન્ટ એટલે કે ૧.૪૬ ટકાનો ઘટાડો દર્શાવતો હતો. ૨૬ સપ્ટેમ્બરે બનેલી ૧૫,૮૦૧.૦૧ની બૉટમ અને ૨૧ સપ્ટેમ્બરે થયેલું ૧૭,૧૯૧.૧૨નું ટૉપ ટૂંકા ગાળાની મૂવમેન્ટ માટે મહત્વનાં ગણાય. ૧૭,૧૯૧ વટાવતાં ૧૭,૨૧૧નું ટૉપ તો ૧૫,૮૦૧ તૂટતાં ૧૫,૭૬૫ના તળિયાને મહત્વ આપવું.

નિફ્ટી ૧.૪૪ ટકા ઘટી ૪૯૪૩.૨૫ બંધ રહી એમાં ૪૭૫૮ અને ૪૭૨૦ મહત્વનાં બૉટમ સર્પોટ લેવલ છે અને ૫૧૬૮.૬૯ આસપાસ બનેલું ડબલ ટૉપ અગત્યનું રેસિસ્ટન્સ લેવલ છે. નિફ્ટી ઑક્ટોબર ફ્યુચર્સ ૪૯૩૧ બંધ રહેતાં ૧૨ પૉઇન્ટ ડિસ્કાઉન્ટમાં હતો.

ફ્યુચર્સના ભાવ પ્રમાણે ૪૭૫૬ અને ૪૭૧૮ અગત્યનાં સર્પોટ-બૉટમો છે તો ૫૧૭૩-૭૪ના લેવલે બનેલ ડબલ ટૉપને અવરોધક સપાટી તરીકે મહત્વ આપવું જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK