નિફ્ટીમાં ૪૮૨૬ ઉપર જ રૂખ તેજીની

વીતેલા સપ્તાહ દરમ્યાન ગેનની ટર્નિંગના પ્રથમ દિવસે ૨૧/૯ના રોજ એનું ઑપનિંગ તૂટતાં શૅર તેમ જ સોના-ચાંદી બજારમાં મળતો ઞ્ખ્ત્ફ્ જેમણે ન લીધો તેમને ટર્નિંગના અંતિમ દિવસ ૨૩/૯ સુધીમાં નિફ્ટીમાં ૩૫૫ તો ચાંદીમાં ૧૪,૦૦૦ રૂપિયાનું આર્થિક ભ્ખ્ત્ફ્ સહેવું પડ્યું છે.

 

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

 

૨૧/૯ની નીચી સપાટી અમેરિકન બજારમાં કડાકાને પગલે ગૅપમાં તૂટીને આવતાં ખેલંદાઓ ઊંઘતાં ઝડપાયા હતા અને ગુરુવારે ૨ઞ્ સ્પેક્ટ્રમમાં ભૂતપૂર્વ નાણાપ્રધાનને પણ જવાબદાર ગણવાની વિરોધ પક્ષની માગણી સાથે સુપ્રીમ ર્કોટની સહમતી જોવાતાં બજારમાં ગભરાટ વધતાં ૪૯૦૧ની પણ સપાટી તૂટી અને નીચામાં ૪૮૧૮ થઈ શુક્રવારે ઉપરમાં ૪૯૩૫ થઈ વેચવાલીના દબાણે ફરી ઘટીને અંતે ૪૮૭૧ બંધ રહી છે.

 

નવા સપ્તાહમાં યુરોપ-અમેરિકાની આર્થિક કટોકટીમાં વચલો માર્ગ નીકળતાં આરંભમાં સાધારણ સુધારામાં નિફ્ટી ૪૯૭૦ ઉપર ૫૦૪૦ સુધી જઈ શકે છે, પરંતુ એક્સ્પાયરી સપ્તાહ તેમ જ ચિદમ્બરમના પ્રશ્ને તંગદિલી હળવી ન થાય ત્યાં સુધી બજારમાં વિશ્વાસના અભાવે ફટી ઘટાડાની શક્યતા જોતાં નવા સપ્તાહમાં ૨૭મીનું વર્કિંગ મહત્ત્વનું છે.


આ સપ્તાહમાં સોમવારે બાટા ઇન્ડિયા, મંગળવારે આઇસીઆઇસીઆઇ, ઇન્ફોસિસ, રિલાયન્સ કૅપિટલ અને સ્ટેટ બૅન્ક, બુધવારે લાર્સન, ગુરુવારે તાતા મોટર્સ અને શુક્રવારે એલઆઇસી હાઉસિંગનું વર્કિંગ અગત્યનું સમજવું.


મુંબઈ શૅરબજાર આંક (૧૬,૧૬૨)માં ઉપર જણાવેલ ૧૬,૦૬૫ની સપાટી તૂટતાં નીચામાં ૧૫,૭૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. ૨૭મીએ ઉપરમાં ૧૬,૪૮૦ ઉપર ૧૬,૮૫૦ સુધીના ઉછાળામાં નફો કરવો. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૪૮૨૬ નીચે ૪૮૦૨ ટેકાની સપાટી છે અને ઉપરમાં ૪૮૭૫ ઉપર ૪૯૩૧ ઉપર ૪૯૯૫થી ૫૦૧૨ સુધીનો ઉછાળો જોવા મળશે. સપ્તાહ દરમ્યાન ૫૦૩૮ નિર્ણાયક સપાટી છે.

રિલાયન્સ

ગેનનું બૉટમ ૭૬૫ રૂપિયા તૂટતાં ૭૪૦ રૂપિયાનો ભાવ
જ્યારે પ્રત્યાઘાતી સુધારામાં ૯૭૯ રૂપિયાથી ૮૧૦ રૂપિયા વચ્ચે વેચવું.

સ્ટેટ બૅન્ક
બૅન્કોની એનપીએમાં વધારાની બીકે આ ક્ષેત્રમાં ઉછાળે વેચવાલી જોવા મળે છે.
૧૮૯૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૦૨૫ રૂપિયા ઉપર ૨૦૮૦નો ભાવ.

તાતા મોટર્સ
૧૪૨રૂપિયાના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ગોઠવવો.
ઉપરમાં ૧૫૩ રૂપિયા ઉપર ૧૬૧ રૂપિયા આસપાસ નફો કરવો.

ઇન્ફોસિસ
૨૩૧૦ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું.
ઉપરમાં ૨૩૮૦ રૂપિયાથી ૨૪૨૦ રૂપિયા વચ્ચે વેચવું.

એજ્યુકૉમ્પ
૨૧૦ રૂપિયાના ચુસ્ત સ્ટૉપલૉસે લેણ વધારવું.
ઉપરમાં ૨૨૭ રૂપિયા કુદાવતાં ૨૪૩ રૂપિયાનો ભાવ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK