ઍરવેઝ કંપનીઓ ચારે બાજુથી ઘેરાઈ

રૂપિયા સામે ડૉલર સ્ટ્રોન્ગ થઈ જતાં વિમાની ઉડ્ડયન સેવામાં કાર્યરત કંપનીઓ પર ચારે તરફથી ભીંસ વધશે, કેમ કે તેમના મોટા ભાગના ખર્ચા ડૉલરમાં જ ચૂકવવા પડતા હોય છે. બીજી તરફ ઇન્ફ્લેશન ઘટવાનું નામ નથી લેતો એથી ડોમેસ્ટિક પૅસેન્જરોનું ટ્રાવેલિંગ ઘટશે અને વિદેશની મંદીને કારણે ફૉરેનર્સની ટ્રિપ્સ પણ ઘટતાં આ કંપનીઓની તકલીફ વધવાની સંભાવના છે.

 

શૅરબજારનું ચલકચલાણું - કનુ જે. દવે

 

ઍરક્રાફ્ટ ખરીદવા કે લીઝ પર લેવાની ચુકવણી, વિદેશમાં ફ્યુઅલની ખરીદી તેમ જ સ્પેરપાર્ટ્સ વગેરેનું પરચેઝ ડૉલરમાં જ થતાં ઍરલાઇન્સ કંપનીઓનો બોજ વધી જશે. ૪૯-૫૦ના સ્તરે રહેલો ડૉલરનો ભાવ બાવન રૂપિયા સુધી પહોંચવાની અટકળો કરન્સી પન્ટરો મૂકે છે.

 

મોટા ભાગના ખર્ચા ડૉલરમાં થતા હોવાથી તકલીફ વધશે

 

જેટ ઍરવેઝ શુક્રવારે ૨૫૯ રૂપિયા બંધ રહ્યો હતો એનું વાર્ષિક તળિયું ૨૫૦.૯૦નું ૨૬ ઑગસ્ટે નોંધાયું હતું. સ્પાઇસ જેટ ૨૩ બંધ રહ્યો હતો, એનું વીકલી બૉટમ ૨૨.૬૫, મન્થ્લી બૉટમ ૨૧.૫૦ તો બાવન સપ્તાહનું લો ૧૯.૩૦ રૂપિયા ૧૯ ઑગસ્ટે થયું હતું. કિંગફિશર ઍરલાઇન્સ સવાચોવીસના સ્તરે બંધ રહ્યો હતો, એનું બાવન સપ્તાહનું લો ૨૩.૨૦ રૂપિયા ૨૬ ઑગસ્ટે નોંધાયું હતું. આજે ઍરલાઇન્સની શૅરબજારમાંની ઉડાન જોવી રસપ્રદ નીવડશે.

આ સપ્તાહમાં ડેરિવેટિવ્ઝની ગુરુવારે એક્સ્પાયરી આવે છે અને સાથે-સાથે જ વિશ્વભરનાં બજારોમાં ભારે ચંચળતા જોવા મળી રહી છે ત્યારે બધું એક સપ્તાહ ભારતીય શૅરબજારો માટે વૉલિટિલિટી સભર નીવડશે અને સંભવત: સોના-ચાંદી, કરન્સી, મેટલ્સ સહિત વલ્ર્ડ માર્કેટ સાથે કનેક્ટેડ અન્ય બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળશે એવું ઘણા ઍનલિસ્ટોનું માનવું છે. આયાત સાથે સંબંધ ધરાવતાં ક્ષેત્રોને રૂપિયાની રામાયણ સતાવશે. યુરોપ અને અમેરિકાની ડામાડોળ આર્થિક સ્થિતિને થાળે પડતાં સમય લાગશે. ભારત અને ચીનની સ્થિતિ પ્રમાણમાં સારી હોવા છતાં વિશ્વની ઊથલપાથલની અસરમાંથી તેઓ મુક્ત તો નહીં રહી શકે.


સેન્સેક્સ ગત સપ્તાહમાં ૭૭૨ પૉઇન્ટ ગુમાવી ૧૬,૧૬૨.૦૬ના સ્તરે બંધ રહ્યો. ગ્રીસ, સ્પેન અને ઇટલીના દેવાની યુરો ઝોનમાં ચિંતા અને અમેરિકામાં રીસેશનનો ભય આ બે કારણોસર વિશ્વભરની ફાઇનૅન્શિયલ માર્કેટ્સમાં સેલ-ઑફ જોવા મYયું હતું એ સંભવત: આ સપ્તાહે પણ ચાલુ રહેવાની દહેશત છે. એક ડૉલરનો ૪૯.૯૦ રૂપિયાનો ભાવ ઑઇલ ઇમ્પોર્ટ બિલ વધારી સરકારના કરન્ટ અકાઉન્ટ ડેફિસિટમાં વધારો કરે છે અને સાથે-સાથે ફુગાવાના આંકને પણ ઊંચે ચઢાવે છે. આમ કરન્સી ફ્રન્ટ પર રૂપિયાની ચંચળતા પણ ચિંતાનો વિષય છે ત્યારે શૅરબજાર સહિત સૌની નજર રૂપિયા-ડૉલરના વિનિમય પર રહેશે.

ટેકનિકલ તજજ્ઞોનું લેવલ ૧૫,૭૬૫


૬ સપ્ટેમ્બરે બનેલી બૉટમો બજાર તોડી ચૂક્યું છે ત્યારે ટેકનિકલ ઍનલિસ્ટો ૨૬ ઑગસ્ટની - સપ્ટેમ્બર મહિનાનો ડેરિવેટિવ્ઝનો વાયદો ઍક્ટિવ થયો એના પ્રથમ કામકાજના દિવસની બૉટમોને મહત્ત્વ આપી રહ્યા છે. સેન્સેક્સમાં ૧૫,૭૬૫.૫૩, નિફ્ટી કૅશ મુજબ ૪૭૨૦ તો વાયદા મુજબ ૪૭૧૮ના લેવલ્સ મહત્ત્વનાં ગણાય. આ લેવલો તૂટતાં બજાર માટે ૮ ફેબ્રુઆરી ૨૦૧૦ના ૧૫,૬૫૧.૯૯, ૪૬૭૫.૪૦ અને ૪૬૬૭.૨૫ના તળિયા તરફ સર્પોટ માટે નજર કરવી રહી. યુએસ ફેડરલ રિઝર્વના નવા ‘ઑપરેશન ટ્વિસ્ટ’ નામના પૅકેજ અન્વયે ૪૦૦ અબજ ડૉલરની કિંમતનાં શૉર્ટ ટર્મ બૉન્ડ વેચી લૉન્ગ ટર્મ બૉન્ડ લેવાની યોજનાને બજારોએ સારો પ્રતિસાદ નથી આપ્યો એથી સેન્સેક્સ ૧૫,૦૦૦નું અને નિફ્ટી ૪૬૦૦નું લેવલ ટેસ્ટ કરે એવી સંભાવના પણ બજારનો અમુક વર્ગ વ્યક્ત કરે છે.


પહેલી ડીપની કડવી યાદ


ડબલ ડીપ રીસેશનની વાતો થઈ રહી છે એમાંની પહેલી ડીપ ૨૦૦૮માં આવી ત્યારે માત્ર આઠ જ મહિનામાં વિશ્વભરના ઘણા શૅરોના ભાવ અડધા થઈ ગયા હતા. સેકન્ડ ડીપ આવે તો એની વ્યાપક અસર થતાં ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીનાં બ્યૂગલ બંધ થઈ જઈ શકે છે.


એન્જિનિયર્સ ઇન્ડિયાને નવરત્ન ટૅગ


એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (ઇઆઇએલ)ને સરકાર નવરત્ન સ્ટેટસ આપે એવી સંભાવના છે. આ સ્ટેટસ મળતાં કંપનીને વધુ ઑપરેશનલ ફ્રીડમ મળશે. ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ કંપનીની આ વિશેની અરજી સ્વીકારી લીધી છે અને એકાદ મહિનામાં આ જાહેરાત આવશે. નેટ પ્રૉફિટ, નેટવર્થ અને મેનપાવર કૉસ્ટનું ટોટલ કૉસ્ટના સંદર્ભમાં સ્કોરિંગ કરી અમુક ક્રાયટેરિયા મુજબ આ સ્ટેટસ અપાય છે. અત્યારે ૧૬ નવરત્ન કંનપીઓ (પબ્લિક સેક્ટર યુનિટો) છે જેમાં ઓએનજીસી, એનટીપીસી, ભેલ જેવાં નામોનો સમાવેશ થાય છે.
ઓમૅક્સે અફૉર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પડતો મૂકયો
રિયલ્ટી ક્ષેત્રની ઓમૅક્સે પાંચ વર્ષમાં દેશભરમાં ૧૦ લાખ પોસાય એવાં ઘરો બાંધવાની યોજનામાં ૮૦ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન પડતો મૂક્યો હોવાનું ગઈ કાલે દિલ્હીમાં જણાવ્યું હતું. ૨૦૦૮માં સ્લો-ડાઉન આવતાં એની અસર થતાં આ પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો ન હતો. ઓમૅક્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર રોહતાસ ગોએલે જણાવ્યું હતું કે લો ઇન્કમ ગ્રુપના લોકોને ત્રણથી પંદર લાખ રૂપિયામાં પાંચ વર્ષમાં ૧૦ લાખ ઘરો ઉપલબ્ધ કરવાની યોજના માટે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતો પાસેથી ડેવલપમેન્ટ માટે જમીન સંપાદન કરવા માટે ટાઇ-અપ કરી હતી, પણ વાત આગળ વધી ન હતી.

 

પ્રોજેક્ટમાં કંપનીએ કેટલું રોકાણ કર્યું છે? એનો જવાબ આપવાનું તેમણે ટાYયું હતું. ૧૦ રૂપિયાની ફેસવૅલ્યુવાળા અને બીએસઈ-૫૦૦ આંકમાંના આ શૅરનો ભાવ ૧૩૮ રૂપિયા બંધ રહ્યો હતો. મન્થ્લી લો ૧૨૫ અને બાવન સપ્તાહનો લો ભાવ ૧૧૯.૮૦ રૂપિયાનો ૧૯ ઑગસ્ટે નોંધાયો હતો. આજે આ સમાચારની કેવી અસર થાય છે એ જોવું રસપ્રદ નીવડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK