અમેરિકી ડૉલરની તેજીની આગેકૂચ અટકી જતાં સોનું ઘટતું અટક્યું

ડોનલ્ડ ટ્રમ્પના ઇલેક્શન-કૅમ્પેનમાં રશિયાની સામેલગીરીની તપાસ વધુ સઘન બનતાં ડૉલરમાં તેજી અટકી : યુરોઝોન અને ચીનના સર્વિસ ડેટા બુલિશ આવતાં ડૉલર પર દબાણ વધ્યું
બુલિયન બુલેટિન - મયૂર મહેતા


ડોનલ્ડ ટ્રમ્પના ઇલેક્શન-કૅમ્પેનમાં રશિયાની સામેલગીરીની તપાસ વધુ સઘન બનતાં અમેરિકી ડૉલરની તેજીને બ્રેક લાગી હતી તેમ જ યુરો એરિયા અને ચીનના સર્વિસ ડેટા ધારણા કરતાં પણ સારા અને બન્ને દેશોનો કમ્પોઝિટ ઇન્ડેક્સ બુલિશ આવ્યો હતો જેની અસર પણ ડૉલર પર જોવા મળી હતી. ડૉલરનો સુધારો અટકી જતાં સોનામાં ઘટાડાને બ્રેક લાગી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો એરિયાનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૦.૪ ટકા વધ્યો હતો, જે માર્કેટની ૦.૩ ટકાના વધારાની ધારણા કરતાં ઊંચો રહ્યો હતો. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ૬ મહિનાની ઊંચાઈએ પહોંચતાં કમ્પોઝિટ ઇન્ડેક્સ નવેમ્બરમાં સાડાછ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડરોમાં ૦.૧ ટકાનો ઘટાડો ઑક્ટોબરમાં નોંધાયો હતો, જેમાં સપ્ટેમ્બરમાં ૧.૫ ટકાનો વધારો થયો હતો. જોકે ઇકૉનૉમિસ્ટોએ નવા ઑર્ડરોમાં ૦.૪ ટકાના ઘટાડાની ધારણા મૂકી હતી એને બદલે નવા ઑર્ડરોમાં વધારો થયો હતો. જપાનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં નેગેટિવ રહ્યો હતો. ઑક્ટોબરમાં સર્વિસ સેક્ટર ઇન્ડેક્સ ૨૬ મહિનાની ઊંચાઈએ ૫૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૫૧.૨ પૉઇન્ટ રહ્યો હતો. ચીનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ૫૧.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૧.૨ પૉઇન્ટ હતો. સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં ચાઇનીઝ કમ્પોઝિટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. ભારતનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ત્રણ મહિના પછી પ્રથમ વખત ઘટ્યો હતો. યુરો એરિયા અને ચીનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં અને અમેરિકાના ડેટા નેગેટિવ રહેતાં ડૉલરના સુધારાને બ્રેક લાગી હતી અને સોનું પણ વધુ ઘટતું અટક્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનલ્ડ ટ્રમ્પના ૬ મુસ્લિમ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધના ઑર્ડરને મંજૂરી આપી હતી. જોકે કેટલીક નીચલી કોર્ટમાં હજી આ કેસ ચાલી રહ્યો છે. સેનેટમાં ટૅક્સ રિફૉર્મ બિલની મંજૂરી બાદ ટ્રાવેલ બૅનને સુપ્રીમ કોર્ટની મંજૂરી મળતાં ડોનલ્ડ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનને ટૂંકા ગાળામાં બીજી મોટી સફળતા મળી હતી. હવે માત્ર ૨૦૧૬ના પ્રેસિડેન્શિયલ ઇલેક્શન-કૅમ્પેનમાં રશિયાની સામેલગીરીની ચાલી રહેલી તપાસનો મામલો ટ્રમ્પ માટે ચિંતાજનક બની રહ્યો છે. આ મામલાની તપાસ ચલાવી રહેલી સ્પેશ્યલ કાઉન્સિલે ડચ બૅન્ક પાસેથી ટ્રમ્પના ફૅમિલી અકાઉન્ટની વિગતો માગી છે. રશિયાની સામેલગીરીના મામલે કેટલાક પુરાવા ટ્રમ્પને મુશ્કેલીમાં મૂકનારા મળ્યા બાદ જો વધારે પુરાવા મળશે તો ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થશે. હાલમાં રશિયાની સામેલગીરીની તપાસ અને શુક્રવારે જાહેર થનારા જૉબડેટાની રાહે સોનું વધુ ઘટતું અટક્યું છે. જો શુક્રવારે જૉબડેટા સ્ટ્રૉન્ગ આવશે તો ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારાને મહોર લાગશે અને ડૉલર વધુ ઊછળશે અને સોનું ઘટશે. વર્લ્ડના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે કે ફેડ ડિસેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધાર્યા બાદ ૨૦૧૮માં ત્રણ વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારશે. ઓવરઑલ ટૅક્સ રિફૉર્મ બિલની મંજૂરી બાદ સોનું ઘટવાનાં કારણોનું જોર વધી રહ્યું છે.

ગુજરાતની ચૂંટણીમાં સોનાથી લદાયેલા ગોલ્ડન કૅન્ડિડેટની ભારે ચર્ચા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો મુકાબલો રસપ્રદ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે મુખ્ય સ્પર્ધામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના અને કૉન્ગ્રેસના ઉમેદવારો ઉપરાંત આખા શરીર પર સોનાથી લદાયેલા શિવસેનાનો ગોલ્ડન કૅન્ડિડેટ હાલમાં ભારે ચર્ચામાં છે. અમદાવાદમાં દરિયાપુર વિધાનસભાની સીટ પરથી ચૂંટણી લડી રહેલા શિવસેનાના ૩૪ વર્ષના ઉમેદવાર કુંજલ પટેલ જ્યારે બહાર નીકળે ત્યારે તેમના શરીર પર સોનું લદાયેલું જોવા મળે છે. ગળામાં સોનાની મોટી ચેઇન, હાથમાં મોટાં-મોટાં બ્રેસલેટ અને ચશ્માંની ફ્રેમ પણ સોનાની જોવા મળે છે. કુંજલ પટેલે ચૂંટણીપંચને જાણકારી આપી હતી કે મારા ઘરમાં કુલ ૧૧૫ તોલા સોનું પડ્યું છે જેમાંથી ૪૫ તોલા સોનું હું પહેરીને ફરું છું. કુંજલ પટેલ સામે અપરાધના ૧૦ મામલા દર્જ છે અને તેઓ માત્ર ૭ ચોપડી ભણ્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK