ટિપ્સને આધારે ક્યારેય કામ ન કરવું

શૅરબજારમાં મારા પિતાજી પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા અને તેમની પ્રેરણાથી હું પણ વર્ષોથી ઇન્વેસ્ટમેન્ટ કરું છું. હું સાથે-સાથે કાપડનો વ્યવસાય પણ કરતો હતો. મારા વ્યવસાયમાંથી જે કમાણી થતી હતી એમાંથી હું શૅર ખરીદતો હતો અને શૅરના ભાવ વધવાને કારણે મને જે કમાણી થઈ એમાંથી મેં મારું ઘર ખરીદ્યું છે.

 

થોડા સમય અગાઉ કાપડ વ્યવસાયમાં મંદી આવી એટલે મેં મારો કાપડનો બિઝનેસ બંધ કર્યો અને શૅરબજારમાં ઇન્ટ્રા-ડે કરવાનું શરૂ કર્યું. મેં શૅરબજારમાં જે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું એને જ મૂડી બનાવીને કામ શરૂ કર્યું અને બે વર્ષમાં મને ઘણો જ ફાયદો થયો. હમણાં હું ઘાટકોપરમાં બોલ્ટ ચલાવું છું.

 

ઘાટકોપરમાં રહેતા અનિલ ઠક્કર કહે છે કે ઇન્ટ્રા-ડે કરનાર વ્યક્તિમાંથી ડર અને લાલચ નીકળી જાય તો તે કમાઈ શકે છે


અગાઉ હું ફક્ત લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જ કરતો હતો, પરંતુ આજના સમયમાં બજાર પર ફૉરેન માર્કેટની ઘણી જ અસર થાય છે તેથી હવે હું ઇન્ટ્રા-ડે જ કરું છું અને થોડો-થોડો પ્રૉફિટ બુક કરતો રહું છું. હું ઇન્ટ્રા-ડેની નવી-નવી ટેãક્નક પણ શીખ્યો છું. તેમ જ જુદા-જુદા ચાર્ટનો પણ અભ્યાસ કરું છું. હું મોટે ભાગે ખ્ ગ્રુપની કંપનીના શૅરમાં જ રોકાણ કરું છું. ઇન્ટ્રા-ડે કરનાર વ્યક્તિમાંથી ડર અને લાલચ નીકળી જાય તો તે કમાઈ શકે છે.


શૅરબજારમાં જેટલા પૈસા મળે છે એટલા બીજા કોઈ બજારમાં મળતા નથી. શૅરબજાર ગણિતની રમત છે. એ પારખતાં આવડી જાય તો માણસને નુકસાની આવતી નથી. ૧૯૯૨ના કડાકા વખતે મેં ઘણું નુકસાન કર્યું હતું, પરંતુ ત્યારથી હું એ પાઠ શીખ્યો કે આંખ બંધ કરીને ધંધો કરવા કરતાં ધંધાની આંટીઘૂંટી શીખીને કામ કરવું હિતાવહ છે. ત્યાર બાદ મને ક્યારેય વાંધો આવ્યો નથી. હું માનું છું કે ફક્ત ટિપ્સના આધારે ક્યારેય કામ ન કરવું, તેથી પોતાના અભ્યાસ પર વધારે ધ્યાન આપીને રોકાણ કરું છું. મેં વેચી નાખેલા શૅરના ભાવ વધી જાય તો પણ હું એ વાતે ખુશ થાઉં છું કે જેણે મારી પાસેથી શૅર ખરીદ્યા તે તો કમાશે.
- વાતચીત અને શબ્દાંકન : શર્મિષ્ઠા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK