અનિલ અંબાણી જૂથના શૅરોમાં ઘટાડો નોંધાયો

કેટલાક શૅરહોલ્ડરોએ કંપનીના ૨૫ વર્ષને અનુલક્ષીને રિલાયન્સ કૅપિટલે બોનસ આપવું જોઈએ અને સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ એવી ડિમાન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં કરી એના જવાબમાં આ બાબત ર્બોડને વિચારણાર્થે જણાવવામાં આવશે એવી હૈયાધારણ આપવામાં આવી હોવા છતાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે ભાવ ૭.૨૨ ટકાના ગાબડે ૨૮.૫૦ રૂપિયા તૂટી ૩૬૬.૩૦ થઈ ગયો હતો.


રિલાયન્સ કૅપિટલની વાર્ષિક સભામાં થયેલી પૉઝિટિવ વાતોની અસર ન થઈ

કેટલાક શૅરહોલ્ડરોએ કંપનીના ૨૫ વર્ષને અનુલક્ષીને રિલાયન્સ કૅપિટલે બોનસ આપવું જોઈએ અને સ્પેશ્યલ ડિવિડન્ડ જાહેર કરવું જોઈએ એવી ડિમાન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં કરી એના જવાબમાં આ બાબત ર્બોડને વિચારણાર્થે જણાવવામાં આવશે એવી હૈયાધારણ આપવામાં આવી હોવા છતાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે ભાવ ૭.૨૨ ટકાના ગાબડે ૨૮.૫૦ રૂપિયા તૂટી ૩૬૬.૩૦ થઈ ગયો હતો. નિપ્પોન ઇન્શ્યૉરન્સ સાથેના પૉઝિટિવ ડેવલપમેન્ટને પણ બજારે આમ અવગણ્યું હતું.

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ફ્રા પણ ૪.૮૯ ટકા તૂટી ૪૦૯.૩૦ બંધ રહ્યો હતો. રિલાયન્સ કૅપિટલમાં બાવન સપ્તાહનો લો ૩૪૦ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૪૦૨ રૂપિયાનો હતો.નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરતા અને ઘટ્યા હોય એવા અન્ય શૅરોમાં જેપી અસોસિએટ્સ ૫.૧૭ ટકા ઘટી ૬૯.૬૫, સેસા ગોવા સાડાત્રણ ટકા ઘટી ૧૯૨.૯૫ અને સીમેન્સ ૩.૪૦ ટકાના ડિક્લાઇને ૮૨૬ થઈ ગયા હતા. સેસા ગોવાએ આજે ૧૯૨.૩૦ રૂપિયાનો બાવન સપ્તાહનો નવો લો ભાવ બનાવ્યો હતો. રિલાયન્સ પાવર ૩.૩૫ ટકા ઘટી ૭૯.૩૦ રૂપિયા અને રિલાયન્સ કમ્યુનિકેશન્સ ૩.૩૩ ટકા ઘટી ૭૮.૩૦ રૂપિયા બંધ રહ્યો હતો. સામે પક્ષે નિફ્ટીનું પ્રતિનિધિત્વ કરતા શૅરોમાંથી સિãગ્નફિકન્ટ સુધારો એચસીએલ ટેક્નૉલૉજીએ ૩.૨૭ ટકા વધીને નોંધાવ્યો હતો. ભાવ ૧૨-૧૩ રૂપિયા વધીને ૪૦૬.૨૦ રૂપિયા રહ્યો હતો.

એશિયામાં મિશ્ર વલણ

ગઈ કાલે એશિયા-પૅસિફિકનાં ૧૧ બજારોમાંથી પાંચ ઘટીને બંધ રહ્યાં એમાં આપણો પણ સમાવેશ થતો હતો. જપાનના ૦.૦૭ ટકાથી માંડીને ઇન્ડોનેશિયાના ૧.૧૩ ટકા સુધીના વધારાની વચ્ચે ઑસ્ટ્રેલિયા, મલેશિયા, ન્યુ ઝીલૅન્ડ અને તાઇવાન સુધર્યા હતા. ઘટવામાં ચીન ૦.૯૫, હૉન્ગકૉન્ગ ૦.૬૬, ઇન્ડિયા ૦.૪૭, સિંગાપોર ૦.૯૧ અને કોરિયા ૦.૭૩ ટકા ઘટટ્ા હતા. આમ એશિયા-પૅસિફિક શૅરબજારોનું વર્કિંગ આજે ક્લુલેસ હતું.

સેન્સેક્સ ૭૮ પૉઇન્ટ ઘટી ૧૬,૪૪૬.૦૨, નિફ્ટી કૅશ ૨૫ પૉઇન્ટ ઘટી ૪૯૪૫.૯૦ બંધ રહેતાં ૦.૫૧ ટકા ડાઉન તો નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર્સ ૪૯૪૧ અને ઑક્ટોબર ફ્યુચર્સ ૪૯૪૬ બંધ રહ્યા હતા. આજે સપ્ટેમ્બર એક્સપાયરી છે. સપ્ટેમ્બર નિફ્ટી ફ્યુચર્સમાં ઓપન ઇન્ટરેસ્ટ ૧૯.૬૬ ટકા વધી ૨,૦૪,૪૪,૧૦૦ હતું, જેમાંથી આજે કેટલું સ્ક્વેર-ઑફ થાય છે અને કેટલું એક્સપાયરીમાં જાય છે અને કેટલું સ્વિચ-ઓવર થઈ ઑક્ટોબરમાં લઈ જવાય છે એ જોવું રહ્યું. નિફ્ટી ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટમાં ઓપન ઇન્ટરેસ્ટ ૪૪.૪૪ ટકા વધી ૧,૫૭,૭૨,૮૦૦ થયું હતું.

સેક્ટરલ ચિત્ર પણ મિક્સ

નૅશનલ સ્ટૉક એક્સચેન્જના ૧૧ સેક્ટરલ ઇન્ડેક્સમાંથી ૬ સુધર્યા હતા એ તમામનો સુધારો એક ટકાથી ઓછો હતો. ઘટનાર પાંચ ઇન્ડેક્સમાંથી ત્રણ ૧ ટકાથી વધુ પ્રમાણમાં ઘટટ્ા હતા. સૌથી વધુ સીએનએક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આંક ૧.૫૩ ટકા ઘટ્યો હતો.

મુંબઈ શૅરબજારના ૧૩માંથી સાત આંક ઘટટ્ા હતા એમાં સૌથી વધુ કૅપિટલ ગુડ્ઝ આંક ઘટટ્ો હતો. આ આંકનો સુઝલોન એનર્જી ૩.૪૦ ટકા ઘટી ૩૬.૯૫ અને બીજીઆર એનર્જી ૩.૦૨ ટકાના ઘટાડે દસ રૂપિયા ઘટી ૩૨૬ બંધ રહ્યો હતો.

૬૦ ટકા ડિક્લાઇન્સ

કુલ ૨૯૦૮ ટ્રેડેડ સ્ક્રિપ્સમાંથી ૧૭૫૯ ઘટતાં ડિક્લાઇન્સનું પ્રમાણ ૬૦.૪૯ ટકા હતું. ૧૦૪૫ શૅર વધ્યા હતા તો ૧૦૪ અનચેન્જ્ડ હતા.

બલ્ક ડીલ્સ

ક્લૅરિસ લાઇફસાયન્સિસના ૯,૩૪,૧૦૬ શૅર ૧૧૦.૦૧ રૂપિયાના ભાવે ડબ્લ્યુએફ એશિયા ફન્ડે વેચ્યા એમાંથી ચાર લાખ શૅર ટ્રી લાઇન એશિયા માસ્ટર ફન્ડ (સિંગાપોર) પીટીઈએ લીધા હોવાનું જણાવ્યું હતું.

ટર્નઓવર

ગઈ કાલે એનએસઈના કૅશ વિભાગમાં ૧૦,૨૪૦.૫૧ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું એની સામે બીએસઈના કૅશ વિભાગમાં ૨૫૧૬.૦૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું. ડેરિવેટિવ્ઝ વિભાગમાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ૧,૭૯,૪૫૫.૩૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું. એની સામે બીએસઈમાં ૩૩૦ કરોડ રૂપિયાનું થયું હતું. વિવિધ ઇન્સેન્ટિવ સ્કીમ દાખલ કર્યાના પહેલા દિવસે આમ થોડી અસર જણાઈ હતી.

એફઆઇઆઇની ચોખ્ખી ખરીદી

મુંબઈ શૅરબજાર અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે એફઆઇઆઇ (ફૉરેન ઇãન્સ્ટટટ્ુશનલ ઇન્વેસ્ટરો)ની કુલ ખરીદી ૨૭૦૫.૧૪ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૨૫૨૦.૧૭ કરોડ રૂપિયા અને ચોખ્ખી લેવાલી ૧૮૪.૯૭ કરોડ રૂપિયા રહી હતી. સ્થાનિક ફન્ડોની કુલ ખરીદી ૯૦૭.૩૨ કરોડ રૂપિયા, કુલ વેચવાલી ૭૯૧.૭૩ કરોડ રૂપિયા અને ચોખ્ખી ખરીદી ૧૧૫.૫૯ કરોડ રૂપિયા જોવા મળી હતી.

નિફ્ટીનો હવાલો ૫૦૦૦ નીચે

નૅશનલ સ્ટૉક એક્સચેન્જમાં ઑપ્શન્સ વિભાગમાં ગઈ કાલે સૌથી વધુ વૉલ્યુમ ૫૦૦૦ સ્ટ્રાઇક પ્રાઇસવાળા કૉલ ઑપ્શનમાં ૯,૦૨,૯૫૮નું થયું હતું. એમાંથી ૬,૫૩,૧૦૦નું ઓપન ઇન્ટરેસ્ટ અત્યાર સુધીના ઍક્યુમ્યુલેટેડ ઓપન ઇન્ટરેસ્ટમાં ઉમેરાતાં આજે છેલ્લા દિવસ માટે આગળ ખેંચાયેલો ઓપન ઇન્ટરેસ્ટનો આંકડો ૭૩,૮૧,૭૫૦નો થયો હતો. જોકે ૪૯૦૦ના કૉલમાં ૧૦,૨૫,૨૦૦નું ઓપન ઇન્ટરેસ્ટ ઉમેરાયું એ સૌથી વધુ ઉમેરો થયો હતો. આમ કૉલ ઑપ્શન્સની પોઝિશન મુજબ ૪૯૦૦થી ૫૦૦૦ વચ્ચે સપ્ટેમ્બર નિફ્ટી સેટલ થશે એવું માની શકાય.

જેએસડબ્લ્યુ સ્ટીલ ન્યુઝ પર ૬ ટકા ઘટ્યો

જેએસડબ્લ્યુ સ્ટીલમાં કંપનીને ફરજિયાતપણે ઉત્પાદન ૩૦ ટકાના સ્તરે લઈ જવાની ફરજ પડી હોવાની સત્તાવાર જાણ બીએસઈએને કરવામાં આવી એના પડઘા ભાવમાં ગઈ કાલે પડતાં ૬.૬૩ ટકાના ગાબડે ૪૦ રૂપિયા ઘટી ૫૭૦ બંધ રહ્યો હતો. સાથે-સાથે જ ૫૬૬.૫૦ રૂપિયાનું બાવન સપ્તાહનું નવું તળિયું પણ બનાવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK