સળંગ ચોથા દિવસના સુધારામાં નિફ્ટી ૧૦,૪૦૦ ઉપર બંધ આવ્યો

ઍક્સિસવાળી થવાની ગણતરીમાં ICICI બૅન્ક પણ જોરમાં : એક વધુ રાહત-પૅકેજની હવામાં શુગર શૅરમાં સાર્વત્રિક તેજી : ડી-માર્ટની દમદાર તેજીમાં દામાણીની નેટવર્થ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા થઈ

BSE

શૅરબજારનું ચલકચલાણું - અનિલ પટેલ

શૅરબજાર અનેકવિધ અનિશ્ચિતતા વચ્ચે સળંગ ચોથા દિવસે પૉઝિટિવ ઝોનમાં બંધ આવ્યું છે. નિફ્ટી ૧૦,૪૨૫ થયો છે. સેન્સેક્સ ૩૩,૯૫૦ નજીક જઈને ૯૨ પૉઇન્ટ જેવી આગેકૂચમાં ૩૩,૮૮૦ જોવા મળ્યો છે. સેન્સેક્સે હવે ૫૦ દિવસ તેમ જ ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજ વટાવવાની રહે છે, જ્યારે નિફ્ટી હાલમાં ૩૦ દિવસ, ૧૫૦ દિવસ તથા ૨૦૦ દિવસની મૂવિંગ ઍવરેજ પર આવી ચૂક્યો છે.

ગઈ કાલે સેન્સેક્સના ૩૧માંથી ૧૭ તો નિફ્ટીના ૫૦માંથી ૨૬ શૅર પ્લસ હતા. સાડાપાંચેક ટકાના ઉછાળે ઍક્સિસ બૅન્ક બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર હતો. ટ્રેડ-વૉરના પગલે ઍલ્યુમિનિયમના વૈશ્વિક ભાવ મજબૂત રહેવાની આગાહી પાછળ હિન્દાલ્કો ચાર ટકા અને નાલ્કો પોણાત્રણ ટકા ઊંચકાયા હતા.

સેન્સેક્સ ૯૨ પૉઇન્ટ વધ્યો છે, પરંતુ ઍક્સિસ બૅૅન્ક અને ICICI બૅન્ક તેજીમાં રહેતાં આ બે શૅર થકી બજારને ૧૦૩ પૉઇન્ટ મળ્યા હતા. સ્મૉલ કૅપ ઇન્ડેક્સ નહીંવત્ નરમ તથા મિડ કૅપ ઇન્ડેક્સ નજીવો વધીને બંધ આવતાં માર્કેટ-બ્રેડ્થ થોડી નેગેટિવ રહી છે.

બાય ધ વે, મેટલ ઇન્ડેક્સ ગઈ કાલે દસેદસ શૅરના સુધારામાં સર્વાધિક બે ટકા પ્લસ હતો. નિફ્ટી મેટલ બેન્ચમાર્ક પણ બે ટકાથી વધુ મજબૂત જોવા મળ્યો છે. નિફ્ટી ઑટોમાં ૧૬માંથી ૧૩ શૅરની પીછેહઠ પાછળ પોણા ટકાની નરમાઈ હતી.

ગઈ કાલે BSE ખાતે ૨૧૩ શૅર તેજીની સર્કિટમાં તો ૧૬૦ જાતો મંદીની સર્કિટમાં બંધ હતી. સેન્ટગોબીન, સુદર્શન કેમિકલ્સ, ઑબેરૉય રિયલ્ટી, બલરામપુર ચીની, મણપ્પુરમ, ઍક્સિસ બૅન્ક, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ જેવાં કાઉન્ટર વૉલ્યુમ સાથે પાંચથી ૧૧ ટકા વધ્યાં છે. વેલસ્પન કૉર્પને પાણીપુરવઠા યોજના માટે લાર્જ ડાયામીટરના આશરે ૪૩ લાખ ટન પાઇપના નવા ઑર્ડર મળતાં ભાવ અઢી ગણા કામકાજમાં સાડાત્રણ ટકા વધીને રૂપિયા ૧૪૭ નજીક બંધ રહ્યો છે.

દરમ્યાન શિખા શર્માએ વહેલી નિવૃત્તિ જાહેર કરતાં બજારનાં કેટલાંક વર્તુળો માને છે કે ઍક્સિસ બૅન્ક તથા કોટક-મહિન્દ્ર બૅન્ક વચ્ચે મર્જરનો અવકાશ ઊભો થઈ રહ્યો છે. કોટક મહિન્દ્રનો શૅર ૧૧૩૫થી ઘટીને ૧૧૧૧ થઈ અંતે અડધા ટકાથી વધુની પીછેહઠમાં ૧૧૧૧ રૂપિયા પ્લસ બંધ હતો.

સરકારી રાહતની આશામાં શુગર શૅર મીઠા બન્યા


સરકાર તરફથી ખેડૂતોને ખાંડ મિલોને કરવામાં આવતા શેરડીના વેચાણ બદલ પ્રત્યેક ટન દીઠ આશરે ૫૫ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાની યોજના વિચારાઈ રહી હોવાના અહેવાલમાં મંગળવાર શુગર શૅર માટે મંગલકારક નીવડ્યો હતો.

મોટા ઉત્પાદન અને વિશ્વબજારમાં માલબોજાની હાલતથી ખાંડના ભાવ

ઘટતાં-ઘટતાં ચારેક વર્ષના તળિયે આવી ગયા છે. એની અસર શુગર શૅરના ભાવ પર થઈ છે. એક વર્ષમાં નિફ્ટી ૧૦ ટકા વધ્યો છે, પણ શુગર શૅરમાંથી ૪૦-૫૦ ટકા નીકળી ગયા છે. સરકારનું નવું પગલું લાંબી તેજી લાવી શકવાનું નથી. ઍની વે, ગઈ કાલે શુગર સેક્ટરના ૩૪માંથી માત્ર ૪ શૅર ડાઉન હતા.

રાવલગાંવ શુગર પાંચેક ટકા ગગડી ૨૦૬૧ રૂપિયાની નવી નીચી સપાટીએ બંધ હતો. સામે પક્ષે ધ્પ્ શુગર, રાણા શુગર, રાજશ્રી શુગર, ગાયત્રી શુગર, દ્વારકેશ શુગર, શક્તિ શુગર, પોની ઇરોડ, ઉત્તમ શુગર, થીરુઅરુણન શુગર, ઉગર શુગર, મગધ શુગર, બજાજ હિન્દુસ્તાન, મવાણા શુગર, દાલમિયા શુગર, બલરામપુર ચીની, ત્રિવેણી એન્જિનિયર ઇત્યાદિ જેવા લગભગ ૨૨ શૅર પાંચ ટકાથી લઈને ૨૦ ટકા સુધી મીઠા બન્યા હતા.

એડિબલ ઑઇલ સેક્ટરના ૨૦ શૅરમાંથી ૧૦ વધ્યા હતા. રસોઈ લિમિટેડ રોજના સરેરાશ ૬૧ શૅર સામે ગઈ કાલે ૬૪૦ શૅરના કામકાજમાં ઉપરમાં ૩૭,૦૦૦ રૂપિયા થઈ અંતે સાડાઆઠ ટકા કે ૨૮૪૬ રૂપિયા વધી ૩૬,૩૦૦ રૂપિયા બંધ હતો. વિમલ ઑઇલમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. પુનાદાલ ઑઇલ બમણા કામકાજમાં નવ ટકા તૂટીને ૬૧ રૂપિયા બંધ હતો.

ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ નવી ટોચે

ઑર્ગેનાઇઝ્ડ રીટેલ સેગમેન્ટમાં ડી-માર્ટ ફેમ ઍવન્યુ સુપરમાર્ટ ગઈ કાલે ૧૯૯૫ રૂપિયા નજીક નવી વિક્રમી સપાટી હાંસલ કરી છેલ્લે ૩.૫ ટકા વધી ૧૪૮૮ રૂપિયા બંધ રહ્યો છે. આ સાથે ૯૨,૮૭૯ કરોડ રૂપિયાના માર્કેટકૅપમાં આ કંપની ટોચની ૧૦૦ કંપનીની યાદીમાં ૩૩મા ક્રમે આવી ગઈ છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૮૨ ટકાથી વધુ છે. સેબીના પબ્લિક હોલ્ડિંગના નિયમ પ્રમાણે પ્રમોટર્સે તેમનો હિસ્સો ઘટાડીને ૭૫ ટકા કરવો પડશે. ગમે ત્યારે ફૉલોઓન ઑફર ફૉર સેલ કે અન્ય કોઈ માર્ગે ડાઇવેસ્ટમેન્ટ આવી શકે છે. આ શૅર તેજીમાં રહેતાં એના મુખ્ય પ્રમોટર તેમ જ જાણીતા ઇન્વેસ્ટર-બ્રોકર રાધાકિશન દામાણીની નેટવર્થ હાલમાં લગભગ ૭૫,૦૦૦ કરોડ રૂપિયા થઈ છે.

પિઅર ગ્રુપમાં અન્ય શૅરની વાત કરીએ તો ફ્યુચર લાઇફ સ્ટાઇલ સાડાપાંચ ટકા, ફ્યુચર કન્ઝ્યુમર દોઢ ટકા, ફ્યુચર રીટેલ અડધો ટકો, V૨ રીટેલ પોણાબે ટકા અપ હતા. V માર્ટ રીટેલ, ફ્યુચર નેટવર્ક, ફ્યુચર એન્ટરપ્રાઇઝિસ, આદિત્ય બિરલા ફૅશન્સ સાધારણથી સવા ટકા અને ટ્રેન્ટ સાડાત્રણ ટકા માઇનસ હતા. શૉપર્સ સ્ટૉપ પરચૂરણ સુધારામાં હતો. ઑર્ગેનાઇઝ્ડ રીટેલ સેગમેન્ટના ૧૧માંથી ૭ શૅર પલ્સ હતા.

શિખા શર્માની વહેલી નિવૃત્તિથી ઍક્સિસ બૅન્ક ગેલમાં


સેન્સેક્સ ખાતે ત્રણ ટકા પ્લસની તેજીમાં સોમવારે ટૉપ ગેઈનર બનેલો ઍક્સિસ બૅન્ક ગઈ કાલે પણ ૫૪૯ રૂપિયા વટાવી છેલ્લે ૫.૪ ટકાની આગેકૂચ સાથે ૫૪૬ રૂપિયા બંધ આપી બેસ્ટ પર્ફોર્મર બન્યો છે. રિઝર્વ બૅન્ક તરફથી પરોક્ષ નારાજગી વ્યક્ત કરવાના પિરણામે ઍક્સિસ બૅન્કનાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર શિખા શર્માએ ચોથી ટર્મ માટે તેમના હોદ્દાની મુદત મે ૨૦૨૧ની હતી એ ટૂંકાવીને ડિસેમ્બર ૨૦૧૮ કરવાની ર્બોડને અરજ કરી છે, પરંતુ શૅરના ભાવ પર આની કોઈ માઠી અસર દેખાઈ નથી.

શિખા શર્માએ માનભેર વહેલી સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી એના પગલે હવે ICICI બૅન્કમાં ચંદા કોચરનું શું થાય છે એ જોવું રહ્યું. ચંદા કોચરની ઇનિંગનો અંત બહુ જલદી આવશે એમ લાગે છે. ગઈ કાલે ICICI બૅન્કનો શૅર ઉપરમાં ૨૯૪ રૂપિયા વટાવી છેલ્લે ૨.૮ ટકાની આગેકૂચમાં ૨૮૮ રૂપિયા હતો. સ્ટેટ બૅન્ક એક ટકો વધ્યો હતો. આ ત્રણ શૅરના કારણે સેન્સેક્સને ગઈ કાલે ૧૧૩ પૉઇન્ટનો લાભ થયો છે. બૅન્કેક્સ એકાદ ટકો તો બૅન્ક નિફ્ટી અડધો ટકો અપ હતા.

ભ્લ્શ્ બૅન્ક નિફ્ટી પોણો ટકો ઊંચકાયો હતો. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગનાં ૪૧ કાઉન્ટરમાંથી ગઈ કાલે ૨૪ શૅર નરમ હતા. DCB, વિજયા બૅન્ક, ફેડરલ બૅન્ક, IDFC બૅન્ક, AU સ્મૉલ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક એકથી બે ટકા જેવી નરમાઈમાં અત્રે મોખરે હતા.

વિપ્રો નફામાં ઘટાડાની આશંકા વચ્ચે વધ્યો


વિપ્રો દ્વારા ટેલિકૉમ સેક્ટરની એની ક્લાયન્ટ ઍસ્સેલ નાદારીની કોર્ટનો કેસ બની જતાં માર્ચ ક્વૉર્ટરમાં નફાશક્તિ પોણા ટકા જેવી ઘટવાની આશંકા જાહેર થયાના કારણે શૅર ગઈ કાલે આગલા બંધથી બે ટકાની આસપાસ નરમ ખૂલ્યો હતો, પરંતુ ત્યાર બાદ વધ-ઘટે સુધારાની ચાલમાં ભાવ ઉપરમાં ૨૮૮ રૂપિયા નજીક જઈ અંતે ૦.૪ ટકા વધી ૨૮૫ રૂપિયા બંધ રહ્યો છે. કંપનીના પરિણામ ૨૫ મેએ છે. જેના રીઝલ્ટ ૧૩મીએ છે એ ઇન્ફોસિસ સળંગ બે દિવસની પીછેહઠ બાદ ગઈ કાલે નીચામાં ૧૧૦૫ રૂપિયા થઈ બાઉન્સબૅકમાં ૧૧૨૭ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી અંતે સાધારણ વધીને ૧૧૧૪ રૂપિયા બંધ હતો. વ્ઘ્લ્ ૨૯૫૬ રૂપિયાની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૦.૪ ટકા વધીને ૨૯૩૨ રૂપિયા હતો. IT ઇન્ડેક્સ ખાતે ૫૯માંથી ૨૬ શૅરની આગેકૂચમાં ૦.૩ ટકાનો સુધારો જોવાયો છે. ઍમ્ફેસિસ, માસ્ટેક, ટેક મહિન્દ્ર, ઓરેકલ, માઇન્ડ ટ્રી જેવા અન્ય જાણીતાં કાઉન્ટર દોઢથી ત્રણ ટકા અપ હતાં. રામકો સિસ્ટમ્સ પાંચેક ગણા કામકાજમાં ૪૮૮ રૂપિયા થયા બાદ છેલ્લે ૧૮ ટકાની તેજીમાં ૪૮૧ રૂપિયા બંધ હતો. આ શૅર હવે ૩૦ તેમ જ ૨૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ ઍવરેજની ઉપર આવી ગયો છે.

નિફ્ટી IT ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅરના સુધારામાં ૦.૪ ટકા પ્લસ હતો. અત્રે ટેક મહિન્દ્ર ૧.૮ ટકાની મજબૂતીમાં ૬૨૬ રૂપિયાનો બંધ આપીને મોખરે હતો. Rકૉમ, આઇડિયા, MTNL, તાતા કમ્યુનિકેશન, તેજ નેટ, HFCL, ભારતી ઇન્ફ્રાટેલ ઇત્યાદિ અડધાથી સવાબે ટકા નરમ હતા. ડીશ TV, જસ્ટ ડાયલ, ભારતી ઍરટેલ, PVR, ઝી એન્ટરપ્રાઇઝિસમાં સાધારણથી લઈ અઢી ટકા આસપાસનો સુધારો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK