સ્થાનિક માર્કેટમાં ટ્રિગરનો અભાવ : અન્ય એશિયન બજારો પર રહેશે નજર

ગયા સપ્તાહે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભૂરાજકીય તંગદિલીને લીધે ભારતમાંથી નાણાં ઉપાડી લેવાનું શરૂ કરતાં ભારતીય શૅરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં સતત ચાર સત્રમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એને પગલે નિફ્ટી અને સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે અનુક્રમે ૩.૫ ટકા અને ૩.૪ ટકા ઘટીને ૯૭૮૯ અને ૩૧૨૮૪ બંધ રહ્યા હતા.
બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

ક્ષેત્રવાર કામગીરીમાં ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મેટલ્સમાં સુધારો હતો, જ્યારે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી નબળાં રહ્યાં હતાં. ફાર્માસ્યુટિકલ્સમાં સતત થઈ રહેલો સુધારો આગળ વધવાની ધારણા છે. કોરિયન દ્વીપકલ્પમાં બનતા ઘટનાક્રમ પર સૌની નજર રહેશે. ભારતીય કંપનીઓ દ્વારા લેવાતા વિદેશી કર્જમાં ગયા એક વર્ષમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષના ૩.૧૭ અબજ ડૉલર સામે આ વર્ષે ઑગસ્ટમાં માત્ર ૧.૬૪ અબજ ડૉલરનું ઋણ લેવામાં આવ્યું છે.

વૈશ્વિક અંદાજ

અમેરિકન બજારના મુખ્ય ઇન્ડેક્સ સપાટ રહ્યા હતા. એશિયન માર્કેટમાં નજીવો ઘટાડો થયો હતો. જોકે ASX અને નિક્કી ૨૨૫નો દેખાવ તુલનાત્મક અને સારો હતો.

ક્ષેત્રવાર અંદાજ

ઍલ્યુમિનિયમ : ઍલ્યુમિનિયમ વજનમાં હલકી, વીજવાહક અને કાટ ન ખાતી ધાતુ હોવાને લીધે તાજેતરનાં વર્ષોમાં એનો ઉપયોગ સતત વધતો ગયો છે. પરિવહન, બાંધકામ, વીજળી, પૅકેજિંગ વગેરે ક્ષેત્રોમાં એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

નાણાકીય વર્ષ ૧૧થી ૧૬ દરમ્યાન ઍલ્યુમિનિયમનો વપરાશ ૬.૯૭ ટકાના દરે વધ્યો છે અને આજે એની માર્કેટ-સાઇઝ આશરે ૫૭.૭ મિલ્યન ટન છે. ચીનમાં વૃદ્ધિ ધીમી પડતાં ૨૦૧૬માં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન ૫.૨ ટકા ઘટ્યું હતું. કુલ ઉત્પાદનમાં ચીન, યુરોપિયન યુનિયન અને અમેરિકાનું યોગદાન અનુક્રમે ૫૨, ૧૧.૫ અને ૯.૭ ટકા છે. ત્યાર બાદ જપાન, ભારત તથા અન્ય દેશોનો ક્રમ આવે છે. ભારતમાં આ ધાતુનો વ્યક્તિદીઠ વપરાશ ૧.૪ કિલો છે, જ્યારે વૈશ્વિક સરેરાશ ૮ કિલો છે. આમ ભારતમાં વૃદ્ધિની ભરપૂર સંભાવના છે.

ભારતમાં ઍલ્યુમિનિયમ ઉદ્યોગ ઘણો નાનો કહી શકાય એવો છે. કુલ વૈશ્વિક માગમાં આપણા દેશનો હિસ્સો ફક્ત ૩.૨ ટકા છે. ૨૦૧૦-’૧૭ના ગાળામાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન લગભગ ૮ ટકાના દરે વધ્યું છે. આગામી દિવસોમાં ભારતમાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધી જવાની ધારણા છે. એ માટેનાં પરિબળો આ પ્રમાણે છે :

૧. કેન્દ્ર સરકારે વીજળી ક્ષેત્રે ભાર મૂક્યો છે તથા રોકાણ વધાર્યું છે.

૨. વ્યક્તિદીઠ આવકમાં વધારો થયો છે. પરિણામે પરિવહન ક્ષેત્ર માટે ઍલ્યુમિનિયમની ડિમાન્ડ વધી છે.

૩. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ઍક્ટનો અમલ થવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની સ્થિતિ સુધરવાનો અંદાજ છે.

૪. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ઊજળા સંજોગો છે.

૫. ચીનમાં પર્યાવરણ અને સપ્લાય સંબંધે નિયંત્રણો મુકાયાં હોવાથી ભારતમાંથી નિકાસ વધારવાની સંભાવના નિર્માણ થઈ છે.

અમારા અંદાજ મુજબ ભારતમાં નાણાકીય વર્ષ ૨૦૧૭-’૧૯ના ગાળામાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન ૧૦.૪ ટકાના દરે વધવાની સંભાવના છે. એને લીધે માર્કેટ-સાઇઝ ૩.૭ મિલ્યન ટન થઈ જશે.

ભાવિ દિશા

આગામી સમયમાં ભારતમાં સ્ટીલનું ઉત્પાદન નોંધપાત્ર રીતે વધશે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેમાં રોકાણ વધવાનું છે. ઉદ્યોગજગતનો અંદાજ છે કે દેશમાં ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડની માગણી ૨૦૧૬-’૧૯ના ગાળામાં ૭.૩ ટકાના સંકલિત વાર્ષિક વૃદ્ધિદરે વધશે. કોલ ટાર પિચનો ઍલ્યુમિનિયમ ઉદ્યોગમાં સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યાર પછી ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડ્સનો ક્રમ આવે છે. આ ઇલેક્ટ્રોડ્સ સ્ટીલના ઉત્પાદનમાં વપરાય છે.

સ્થાનિક માર્કેટમાં નોંધપાત્ર ટ્રિગર ન દેખાતાં અહીંના ટ્રેડરો આ સપ્તાહે અન્ય એશિયન બજારોની હિલચાલ પર નજર રાખશે. હવે પછીનું વલણ મેક્રોઇકૉનૉમિક ડેટા, વૈશ્વિક માર્કેટનું વલણ, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો તથા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરાતું રોકાણ અને રૂપિયાના મૂલ્ય અને ક્રૂડ ઑઇલના ભાવ પર રહેશે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK