૨૦૧૭માં ઇક્વિટીઝમાં સારું વળતર છૂટી શકે છે

ઘટી રહેલા બજારમાં સારા સ્ટૉક્સ શ્રેષ્ઠ રોકાણ બનતા હોય છે
બ્રોકર-કૉર્નર - અમર અંબાણી

નવા વર્ષના આપણા સૌપ્રથમ સંવાદમાં આપનું સ્વાગત છે. ગયા વર્ષે શૅરબજાર પર અસર કરનારી અનેક ઘટનાઓ બની ગઈ. બ્રેક્ઝિટ, ઇટલીમાં જનમત, અમેરિકામાં ફેડરલ રિઝર્વે કરેલો વ્યાજદરનો વધારો, ડોનલ્ડ ટ્રમ્પનો વિજય, રાષ્ટ્રો વચ્ચેની કરન્સી-વૉર, સોનામાં મોટો ઘટાડો અને ત્યાર પછીનું ગરગડિયું. રિઝર્વ બૅન્કમાં નવા ગવર્નરની નિમણૂક અને ભારતમાં ડીમૉનેટાઇઝેશન.

ગયા ફેબ્રુઆરીમાં નિફ્ટી ૬૮૨૬ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ૮૯૬૯ના સ્તર સુધી વધ્યો અને હજી ઉપર જશે એવું લાગતું હતું, પરંતુ બજારોએ અણધાર્યો વળાંક લીધો. ભારતીય અર્થતંત્ર મજબૂત છે અને ફક્ત વૈશ્વિક ઘટનાઓની ચિંતા કરવાની છે એવું બધા માનવા લાગ્યા હતા એવા સમયે ડીમૉનેટાઇઝેશનને કારણે ફટકો પડ્યો. નિફ્ટી ૨૦૧૬માં એકંદરે ફક્ત ત્રણ ટકા વધી શક્યો છે.

ભારતીય અર્થતંત્રમાં ચલણી નોટોની તંગી અનુભવાય નહીં એટલા પ્રમાણમાં કરન્સી નોટોનું છાપકામ થયું નથી અને એને કારણે ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રમાં કૃષિ પર અને શહેરી વિસ્તારોમાં વપરાશ પર પ્રતિકૂળ અસર થઈ છે. નાના બિઝનેસ, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની, પ્રૉપર્ટી માર્કેટ, ટ્રાન્સપોર્ટેશન, બિલ્ડિંગ પ્રોડક્ટ્સનો ઉદ્યોગ વગેરે અનેકને ફટકા લાગ્યા છે.

પહેલી ફેબ્રુઆરીએ આવનારા બજેટમાં બજારની વધી ગયેલી અપેક્ષાઓ મુજબની જાહેરાતો થવી જોઈએ, જેથી મધ્યમ ગાળામાં બજારમાં સ્થિરતા રહી શકે. જો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સનો સમયસર અમલ થઈ શકશે તો બજારને ટ્રિગર મળશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પર પણ ઘણો મદાર રહેશે.

નીતિવિષયક વ્યાજદર વિશે કહેવાનું કે રિઝર્વ બૅન્ક ઓછામાં ઓછા ત્રણ-ચાર મહિના સુધી કોઈ ઘટાડો કરે એવી સંભાવના દેખાતી નથી. અમેરિકન ફેડરલ રિઝર્વ પણ ૨૦૧૭માં એકાદ વખત જ વ્યાજદર વધારશે એવો અંદાજ છે. ઘણી જગ્યાએ કહેવાય છે કે ફેડરલ રિઝર્વ બે કે ત્રણ વખત વ્યાજદર વધારશે, પરંતુ અમારો મત એનાથી વિપરીત છે.

૨૦૧૭માં આકાર લેનારી ઘટનાનું ટ્રેઇલર દેખાઈ ગયું છે. અમેરિકન ડૉલરનું મૂલ્ય વધી રહ્યું છે. આમ નવાં ઊભરતાં અર્થતંત્રોમાંથી નાણાં ખેંચાવાની શરૂઆત થશે. બીજી બાજુ ડૉલરમાં કરજ લેનારાઓ માટે પણ એ કરજ મોંઘું પડશે. નજીકના ભવિષ્યમાં ડોનલ્ડ ટ્રમ્પ પર રખાયેલી આશાને લીધે અમેરિકન ડૉલર વધતો જાય એવી શક્યતા છે. જોકે આ વધારો એકધારો થતો રહેશે એવું લાગતું નથી, કારણ કે ડૉલર સતત મજબૂત થતો જાય એ સ્થિતિ પણ અમેરિકન અર્થતંત્ર માટે, એની કૉર્પોરેટ આવક માટે તથા ટ્રમ્પનાં આયોજનો માટે સારી નથી.

ભારતીય ઇક્વિટીનો સવાલ છે ત્યાં સુધી એમાંથી વળતર સારું છૂટી શકે છે. નિશ્ચિત આવકનાં સાધનોમાં વળતર ઘણું ઓછું મળવા લાગ્યું છે. રોકાણકારોને મારી સલાહ છે કે લાર્જ કૅપ કે મિડ કૅપ અથવા જ્ત્ત્ પાછા આવશે કે નહીં એની ચર્ચામાં ફસાવાને બદલે સારી ગુણવત્તાના સ્ટૉક્સ લેતા રહેવું. બજાર ઘટી રહ્યું હોય એવા સમયે જ સારા સ્ટૉક્સમાં કરેલું રોકાણ શ્રેષ્ઠ સાબિત થાય છે.

(લેખક ઇન્ડિયા ઇન્ફોલાઇન લિમિટેડના રિસર્ચ હેડ છે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy