નિફ્ટીમાં ૪૮૯૦ ઉપર રૂખ તેજીની

સપ્તાહ દરમ્યાન સૉફ્ટવેર અને રિલાયન્સની મજબૂતાઈ પાછળ સુધારો જોવા મળ્યો છે અને નવા સપ્તાહ દરમ્યાન પણ રિલાયન્સમાં ૮૧૭ કુદાવતાં સુધારો જોવા મળશે. યુરોપની સ્થિતિ તેમ જ અહીં ફુગાવો તેમ જ સરકારની નિષ્ક્રિયતા બજારમાં તેજી માટે અવરોધક પરિબળ છે અને બજારમાં ટેક્નિકલ કરેક્શન આવે એમાં ઉછાળે વેચીને વેપાર કરવાની સલાહ છે.

 

સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ


વીતેલા સપ્તાહ દરમ્યાન યુરોપમાં ગ્રીસની કટોકટીના હલ માટે બદલાતી સ્થિતિ તેમ જ અહીં રાજકીય તનાવની પરિસ્થિતિ વચ્ચે બજારમાં બેતરફી તોફાની વધઘટ જોવા મળી, જેમાં ગુરુવારે સેટલમેન્ટ વખતે રોલઓવરને કારણે નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો, પરંતુ બીજા દિવસે ૨જી સ્કૅમમાં સીબીઆઇ દ્વારા આર.કૉમના ચૅરમૅન અનિલ અંબાણીની પૂછપરછ થવાના સમાચારે રિલાયન્સમાં કૅપિટલ અને આર.કૉમ સાથે મેટલ, ઑટો તેમ જ રિલાયન્સમાં પણ નફારૂપી વેચવાલીએ સુધારો ધોવાઈ ગયો હતો અને નિફ્ટી નીચામાં ૪૯૨૦ થઈ ૪૯૩૪ પાસે બંધ રહી છે.

સપ્તાહ દરમ્યાન સૉફ્ટવેર અને રિલાયન્સની મજબૂતાઈ પાછળ સુધારો જોવા મળ્યો છે અને નવા સપ્તાહ દરમ્યાન પણ રિલાયન્સમાં ૮૧૭ કુદાવતાં સુધારો જોવા મળશે. યુરોપની સ્થિતિ તેમ જ અહીં ફુગાવો તેમ જ સરકારની નિષ્ક્રિયતા બજારમાં તેજી માટે અવરોધક પરિબળ છે અને બજારમાં ટેક્નિકલ કરેક્શન આવે એમાં ઉછાળે વેચીને વેપાર કરવાની સલાહ છે. નિફ્ટીમાં હવે ૪૯૭૦ નીચે વેચીને જ વેપાર કરવો અને ૪૯૦૦ની સપાટી તૂટતાં વધુ ગભરાટ જોવા મળશે. નવા સપ્તાહમાં ૩/૧૦ અને ૬/૧૦ મહત્વના દિવસો છે, જ્યાંથી પરસ્પરવિરોધી ચાલ શરૂ થશે.


મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૩૩૦ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ૧૬,૪૭૦ ઉપર સુધારો આગળ વધશે અને ઉપરમાં ૧૬,૮૮૦થી ૧૭,૧૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૧૬,૩૦૦ તૂટતાં ૧૫,૯૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે. આજે માર્કેટની જનરલ ટર્નિંગ છે. નિફ્ટીમાં ૪૮૯૦ના સ્ટૉપલૉસે ૪૯૦૮ ઉપર લેણ કરવું અને ૪૯૬૫ ઉપર વધારવું. હવે ૫૦૦૫ કુદાવતાં ૫૦૩૫ જ્યારે ૪૮૯૦ તૂટતાં ૪૮૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. આજથી ભેલ અને તાતા સ્ટીલમાં નવી ચાલ શરૂ થશે, માટે આજનું વર્કિંગ ભાવિ ચાલ માટે અગત્યનું સમજવું.

રિલાયન્સ

નવું લેવાનું ૮૧૭ ઉપર રાખવું અને ૮૩૨ પાસે નફો કરવો. ૭૯૨ તૂટતાં ૭૬૪નો ભાવ.

તાતા સ્ટીલ

૪૨૫ નીચે ૪૩૬ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં ૪૦૫ રૂપિયા તૂટતાં ૩૯૩નો ભાવ.

તાતા મોટર્સ

૧૫૪ નીચે ૧૫૮ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૪૫ તૂટતાં ૧૩૪, ૧૫૮ ઉપર ૧૬૫.

ઇન્ફોસિસ

૨૪૬૦ ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં ૨૫૪૫ ઉપર ૨૬૩૦થી ૨૬૭૦ સુધીનો ઉછાળો. ૨૪૩૦ તૂટતાં ૨૩૭૦.

ભેલ

૧૬૩૦ ઉપર ૧૬૮૫થી ૧૭૩૦નો ભાવ. ૧૬૩૦ તૂટતાં ૧૫૮૫નો ભાવ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK