નિફ્ટીમાં ૪૯૬૬ ઉપર જ રૂખ તેજીની

મંગળવાર રાત્રે ડાઉ અને નૅસ્ડૅકમાં મજબૂતાઈને પગલે એક તબક્કે સિંગાપોર નિફ્ટી ઉપરમાં ૫૦૭૦ થયો હતો જે ડાઉ અને નૅસ્ડૅકમાં નફારૂપી વેચવાલીએ આરંભનો સુધારો ધોવાઈ જતાં ગઈ કાલે સવારે એશિયન બજારોની સાથે અહીં પણ આગલા બંધથી સહેજ ઉપર ખૂલી ઉપરમાં ૪૯૯૫ થયા બાદ નફારૂપી વેચવાલી જે મુખ્યત્વે મેટલ, ઑટો અને બૅન્કિંગ શૅરોમાં જોવા મળી હતી.

 

 

સ્ક્રિપ સ્કોપ - ભરત દલાલ

એ દિવસ દરમ્યાન આરંભમાં ઇન્ફોસિસ અને છેલ્લે રિલાયન્સમાં સુધારાને કારણે નિફ્ટીમાં ૪૯૦૫ જે આગલા દિવસનું બૉટમ ન તૂટતાં પ્રત્યાઘાતી ઉછાળામાં ફરી ૪૯૪૬ થઈ છેલ્લે ૪૯૩૬ના મથાળે બંધ રહ્યો છે.

ગઈ કાલે ઉપલા મથાળે ફૉલો-અપ લેવાલીને અભાવે અને નફારૂપી વેચવાલીએ હાજર કરતાં ફ્યુચર ડિસ્કાઉન્ટમાં હોવાથી વાયદામાં ઉછાળે વેચવાનું માનસ તેમ જ વેચાણ કરતાં લેણની સ્થિતિ વધુ છે એ જોતાં આજના માટે ૪૯૬૬ ખૂબ જ મહkવની સપાટી છે, જેની નીચે નવી લેવાલી કરતાં લેણમાં નફો કરવો. ૯૯ ટકા ૪૯૦૦થી ૪૯૬૦ આસપાસ જ સપ્ટેમ્બર ફ્યુચર સેટલ થાય એમ માનવું છે. બજારમાં તેજીનો આધાર એકમાત્ર રિલાયન્સ પર છે.

મુંબઈ શૅરબજાર આંકમાં આજના માટે ૧૬,૪૩૦ નર્ણિાયક લેવલ છે, જ્યારે ઉપરમાં ૧૬,૬૨૦ ઉપર સુધારાની ચાલમાં ૧૬,૮૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૧૬,૩૬૦ તૂટતાં ૧૬,૧૯૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટીમાં ૪૯૬૬ ઉપર જ સુધારાની ચાલમાં ૫૦૧૦થી ૫૦૩૦ સુધીનો ઉછાળો, જ્યારે ૪૯૪૦ તૂટતાં ૪૮૮૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૧૦ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૮૩૪ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૮૦૩ તૂટતાં ૭૮૫નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૯૮૫ નીચે ૨૦૧૦ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૯૬૦ તૂટતાં ૧૯૧૫નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૩૭૮ નીચે રૂખ મંદીની. નીચામાં હવે ૩૬૦ નીચે ૩૪૪ પાસે લેણમાં નફો કરવો.

લાર્સન

૧૪૪૦ નીચે ૧૪૫૧ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૩૮૪થી ૧૩૬૫ વચ્ચે નફો કરવો.

તાતા સ્ટીલ

૪૩૭ના સ્ટૉપલૉસે મંદીનો વેપાર જાળવવો. નીચામાં ૪૧૫ આસપાસ વેચાણમાં નફો કરવો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK