અમેરિકા-ચીન વચ્ચેની ફરી મંત્રણા શરૂ થવાના અહેવાલથી સોનું સુધર્યું

કતાર દ્વારા ટર્કીમાં ઇન્વેસ્ટમેન્ટના નર્ણિયથી લીરા વધુ ઘટતો અટકતાં ડૉલરની તેજીને બ્રેક લાગી : ટ્રમ્પની ટર્કીની નવી ધમકીથી બન્ને દેશો વચ્ચે તનાવ વધ્યો

GOLD



બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચે નવેસરથી મંત્રણા શરૂ થવાના અહેવાલથી સોનું સુધર્યું હતું. ચાઇનીઝ ટ્રેડ ડેલિગેશન ૨૧ અને ૨૨ ઑગસ્ટે વૉશિગ્ટનમાં અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને મળીને બન્ને દેશો વચ્ચેના ટ્રેડ-ડિસ્પ્યુટને હલ કરવાની કોશિશ કરશે. આ સમાચારને પગલે વર્લ્ડ માર્કેટમાં ૧૧૫૯ ડૉલર સુધી ઘટેલું સોનું સુધરીને ૧૧૭૮ ડૉલર સુધી સુધર્યું હતું. ભારતીય માર્કેટમાં સોનું પંચાવન રૂપિયા ઘટીને ૨૯,૪૬૫ રૂપિયા અને ચાંદી ૮૫ રૂપિયા સુધરીને ૩૬,૮૭૫ રૂપિયા બંધ રહી હતી.

ઇકૉનામિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકન બિલ્ડિંગ પરમિટ ઇન્ડેક્સ જુલાઈમાં ૧.૫ ટકા વધ્યો હતો, માર્કેટની ધારણા ૧.૪ ટકા વધવાની હતી. સિંગલ ફૅમિલી બિલ્ડિંગની પરમિટમાં ૧.૯ ટકાનો અને મલ્ટિ-ફૅમિલી બિલ્ડિંગની પરમિટમાં ૦.૭ ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકામાં હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ જુલાઈમાં ૦.૯ ટકા વધ્યો હતો જે જૂનમાં ૧૨.૯ ટકા ઘટયો હતો, માર્કેટની ધારણા ૭.૪ ટકાના વધારાની હતી એને બદલે માત્ર ૦.૯ ટકા વધારો જોવા મYયો હતો. અમેરિકાના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં વીતેલા સપ્તાહ દરમ્યાન સતત બીજા સપ્તાહે ઘટાડો જોવા મYયો હતો. યુરો એરિયાની એક્સપોર્ટ જૂનમાં ૫.૭ ટકા વધી હતી અને ઈમ્પોર્ટ ૩.૫ ટકા વધતાં જૂનમાં ટ્રેડ-સરપ્લસ ઘટી હતી. બ્રિટનના રીટેલ સેલ્સમાં જુલાઈમાં ૦.૭ ટકાનો વધારો જોવા મળ્યો હતો જે જૂનમાં ૦.૫ ટકા ઘટ્યો હતો. ચીનમાં ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી જુલાઈ દરમ્યાન ૨.૩ ટકા વધ્યું હતું જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૪.૯ ટકા વધ્યું હતું. ટર્કિશ લીરા સુધરતાં ડૉલર ઘટયો હતો અને સોનું નીચા મથાળેથી સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન પાદરી ઍન્ડ% બ્રુન્સનને મુક્ત કરવા વિશે ટર્કી અને અમેરિકા વચ્ચેનો તનાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ટ્રમ્પે નવેસરથી ટર્કીને ધમકી આપી છે કે જો અમેરિકન પાદરીને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે તો ટર્કી પર વધુ આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકા અને ટર્કી બન્ને દેશોએ એકબીજાની ચીજો પર ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડી દીધા બાદ તનાવ સતત વધી રહ્યો છે. જોકે કતાર દ્વારા ટર્કીમાં ૧૫ અબજ ડૉલરના ઇન્વેસ્ટમેન્ટની જાહેરાત બાદ લીરા સુધરી રહ્યો છે, જેને કારણે ડૉલરની તેજીને બ્રેક લાગી હતી અને સોનું ઘટતું અટક્યું હતું. વીતેલા સપ્તાહ દરમ્યાન શુક્રવાર સુધીમાં સોનું ૨.૮ ટકા ઘટ્યુ હતું જે મે-૨૦૧૭ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. સોનું સતત છઠ્ઠા સપ્તાહે ઘટ્યુ છે. ટ્રેડ-વૉરની પરાકાષ્ઠા વચ્ચે બધા દેશોની કરન્સી ઘટતાં ડૉલર મજબૂત થઈને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો જે ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા હોવાથી સોનામાં મંદીના સ્ટ્રોક હજી આવતા રહેશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK