અમેરિકાના બુલિશ જૉબ-ડેટાથી સોનું ફરી ઘટવાના માર્ગે

ડોનલ્ડ ટ્રમ્પે તમામ ચાઇનીઝ ચીજો પર ઇમ્પોર્ટ-ડ્યુટી લાગુ કરવાની ધમકી આપતાં ટેન્શન વધ્યું : ફેડના સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવાના ચાન્સ વધ્યા

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના જૉબ-ડેટા ધારણાથી બુલિશ આવતાં અને ઑગસ્ટમાં અમેરિકન વર્કરના વેતનમાં થયેલો વધારો છેલ્લાં નવ વર્ષનો સૌથી મોટો આવતાં ડૉલર સુધર્યો હતો. વળી ટ્રમ્પે તમામ ચાઇનીઝ ચીજો પર ઇમ્પોર્ટ-ડ્યુટી લાગુ કરવાની ધમકી આપતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ વધુ સુધર્યું હતું. આ તમામ ડેવલપમેન્ટને પગલે સોનું ફરી ઘટાડાના માર્ગે પહોંચ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો ઇન્ફ્લેશન ઑગસ્ટમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૩ ટકા રહ્યો હતો જે જુલાઈમાં ૨.૧ ટકા હતો. જોકે ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૪.૧ ટકા વધ્યો હતો જે જુલાઈમાં ૪.૬ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ચાર ટકાના વધારાની હતી. જપાનનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથ-રેટ ૦.૭ ટકા વધ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૨ ટકા ઘટ્યો હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૦.૫ ટકા વધ્યો હતો.

બ્રિટનની એક્સપોર્ટ જુલાઈમાં બે ટકા વધીને રેકૉર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ જુલાઈમાં ૦.૪ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી. બ્રિટનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જુલાઈમાં ૦.૧ ટકા વધ્યું હતું જે અગાઉના મહિને ૦.૪ ટકા વધ્યું હતું. બ્રિટનનો ગ્રોથ-રેટ મે-જુલાઈ ક્વૉર્ટરમાં ૦.૬ ટકા વધ્યો હતો જે એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૦.૪ ટકા વધ્યો હતો અને ગ્રોથ-રેટ જૂન-ઑગસ્ટ ૨૦૧૭ના ક્વૉર્ટર પછીનો હાઈએસ્ટ રહ્યો હતો. અમેરિકી ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એ શક્યતાએ ડૉલર અને સોનું બન્ને રેન્જબાઉન્ડ રહ્યાં હતાં.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ચીનથી ઇમ્પોર્ટ થતી તમામ ચીજો પર ડ્યુટી લાગુ પાડવાની ધમકી આપી હતી. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડવૉર હવે પરાકાષ્ઠાએ પહોંચી છે અને બન્ને દેશોની ઇકૉનૉમી પર એની ગંભીર અસરો પડી રહી છે, પણ આ ટ્રેડવૉરને કારણે ડૉલરનું સેફ હેવન સ્ટેટસ મજબૂત બનતું જતું હોવાથી સોના પર દબાણ વધી રહ્યું છે. વળી અમેરિકામાં ઑગસ્ટમાં ૨.૦૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે જુલાઈ કરતાં સ્ટ્રૉન્ગ જૉબગ્રોથ બતાવતો હતો. જોકે અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૩.૯ ટકા રહ્યો હતો. સૌથી મહkવનું ડેવલપમેન્ટ એ હતું કે અમેરિકનના વેતનમાં ઑગસ્ટમાં ૦.૪ ટકાનો વધારો થઈ પ્રતિ કલાકનું વેતન ૨૭.૧૬ ડૉલરે પહોંચ્યું હતું જેમાં એક વર્ષમાં ૭૭ સેન્ટનો એટલે કે ૨.૯ ટકાનો વધારો થયો હતો અને આ વધારો છેલ્લાં નવ વર્ષનો સૌથી મોટો વધારો હોવાથી સ્ટ્રૉન્ગ જૉબ-ડેટાને કારણે ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધારવા માટે મક્કમ બનશે. આમ, ઓવરઑલ ડૉલરની મજબૂતી વધી રહી હોવાથી સોનામાં મોટી તેજીની શક્યતા હજી દૂર- દૂર સુધી દેખાતી નથી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK