જપાન સાથે ટ્રેડ-ડિસ્પ્યુટની શક્યતાએ યેન સુધરતાં સોનું રેન્જબાઉન્ડ

ડૉલરની પ્રતિસ્પર્ધી કરન્સીને વધુ ઘટતી બચાવવા સેન્ટ્રલ બૅન્કોના પ્રયાસો શરૂ: અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવતાં ડૉલર પર દબાણ વધ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ચીન, કૅનેડા, મેક્સિકો, યુરોપિયન યુનિયન સાથેના ટ્રેડ-ડિસ્પ્યુટ બાદ હવે ટ્રમ્પે જપાન સાથે ટ્રેડ-ઇશ્યુ વિશે ચર્ચા શરૂ કરવાનો સંકેત આપતાં ડૉલર કરતાં પણ વધુ સેફ હેવન કરન્સી યેન સ્ટ્રૉન્ગ બન્યો હતો. જપાનની નેગેટિવ ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસીને કારણે યેનનું સેફ હેવન સ્ટેટસ ડૉલર કરતાં પણ ઊંચું છે. જપાન સાથે ટ્રેડ-ડિસ્પ્યુટની શક્યતાએ યેનમાં ડિમાન્ડ વધી હતી અને ડૉલર સતત ત્રીજા દિવસે નરમ રહ્યો હતો. ડૉલર નરમ રહેતાં સોનું વધુ ઘટતું અટકીને રેન્જબાઉન્ડ રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો સર્વિસ સેક્ટરનો PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) ઑગસ્ટમાં વધીને ૫૮.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૫.૭ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૬.૮ પૉઇન્ટની હતી. અમેરિકાના સર્વિસ સેક્ટરના ડેટા બુલિશ આવ્યા હતા, પણ ફૅક્ટરી ઑર્ડરમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ફૅક્ટરી ઑર્ડર જુલાઈમાં ૦.૮ ટકા ઘટ્યા હતા જે જૂનમાં ૦.૬ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૬ ટકા ઘટાડાની હતી. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઑગસ્ટમાં ઘટીને પાંચ મહિનાના તળિયે ૫૪.૭ પૉઇન્ટ જોવા મળ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં ઑગસ્ટમાં ૧.૬૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેમાં જુલાઈમાં ૨.૧૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા ૧.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. અમેરિકામાં લેબર-કૉસ્ટ નૉન-ફાર્મ બિઝનેસ સેક્ટરમાં સેકન્ડ ક્વૉર્ટરમાં એક ટકો ઘટી હતી. જોકે લેબર પ્રોડક્ટિવિટી ગ્રોથ સેકન્ડ ક્વૉર્ટરમાં ૨.૯ ટકા વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવતાં ડૉલર સતત બીજા દિવસે ઘટ્યો હતો અને સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકાના અનેક દેશો સાથેના ટ્રેડ-ડિસ્પ્યુટ વિસ્તરી રહ્યા છે. ટ્રમ્પે હવે જપાન સાથેના ટ્રેડ-ઇશ્યુ પર કાર્યવાહી શરૂ કરી હતી. ચીનની ૨૦૦ અબજ રૂપિયાની પ્રોડક્ટ્સ પર પચીસ ટકા ઇમ્પોર્ટ-ડ્યુટીનો અમલ હવે ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે ટ્રમ્પે ચીન સાથે કોઈ ટ્રેડ ઍગ્રીમેન્ટ કરવા અમેરિકા તૈયાર નથી એવું ચોખ્ખું નિવેદન કરીને અમેરિકા-ચીન વચ્ચે કોઈ સમજૂતી થવાની શક્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. કૅનેડા સાથે નાટો વિશેની ચર્ચાના બીજા રાઉન્ડમાં પણ હજી ઘણા પ્રશ્નો વણઊકલ્યા રહેવાનો ભય છે. ખાસ કરીને ડેરી પ્રોડક્ટ્સ અને મીડિયા કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ વિશેની મડાગાંઠ હજી યથાવત છે. ટર્કી, આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા અને સાઉથ આફ્રિકાની ફાઇનૅન્શ્યલ ક્રાઇસિસ હજી યથાવત હોવાથી ડૉલરનું સેફ હેવન સ્ટેટસ હજી મજબૂત છે. આ સંજોગોમાં સોનામાં હાલ કોઈ મોટો સુધારો આવવાની શક્યતા દેખાતી નથી.

રૂપિયાની વધુ મંદીથી બચવા જ્વેલરોએ ઑગસ્ટમાં જંગી સોનું ઇમ્પોર્ટ કર્યું

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ઑગસ્ટમાં એકાએક વધીને ૧૦૦ ટને પહોંચી હતી જે ગયા વર્ષે ઑગસ્ટમાં ૪૬.૨ ટન રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ ઑગસ્ટમાં ૬.૫ ટકા ઘટ્યો હતો એની અસર અહીં ભારતીય માર્કેટમાં ઓછી રહી હતી, કારણ કે રૂપિયો સતત ગગડતો રહ્યો હતો. ગોલ્ડ-ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સના મતે કેરળમાં જળહોનારતને પગલે સોનાની ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, કારણ કે ભારતના ગોલ્ડ-વપરાશમાં સાઉથનાં રાજ્યોનો ૧૫ ટકાથી વધુ હિસ્સો છે. વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવના ઘટાડાનો લાભ લેવા અને રૂપિયાની વધુ મંદીથી બચવા માટે જ્વેલરો અને ઇમ્પોર્ટરોએ ઑગસ્ટના આરંભથી જંગી ઑર્ડર બુક કર્યા હતા જેને પરિણામે ઑગસ્ટમાં ગોલ્ડ ઇમ્પોર્ટ વધી હતી. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK