ભારતની ફિઝિકલ ડિમાન્ડ વધતાં સોનામાં મંદીને બ્રેક

અમેરિકાના એક્સપોર્ટના ડેટા નબળા આવતાં ડૉલરનું મૂલ્ય ઘટ્યું : સોનું વધ્યા ભાવથી ચાર મહિનામાં ૧૨ ટકા ઘટ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ભારતની સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં બમણી વધીને ૧૫ મહિનાની ઊંચાઈએ પહોંચતાં વર્લ્ડ માર્કેટમાં સોનાની મંદીને બ્રેક લાગી હતી. વર્લ્ડમાં ભારત-ચીનની ડિમાન્ડનો હિસ્સો ૫૦ ટકા કરતાં પણ વધુ હોવાથી ભારતીય ડિમાન્ડના વધારાની અસર વર્લ્ડ માર્કેટમાં જોવા મળી હતી. વળી અમેરિકી એક્સપોર્ટ ડેટા નબળા આવતાં ડૉલર પણ ઘટ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં સોનાનો ભાવ ૧૨ ટકા ઘટી જતાં નીચા મથાળે થોડી ઇન્વેસ્ટમેન્ટ-ડિમાન્ડ નીકળતાં એનો પણ સપોર્ટ સોનાને મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાની એક્સપોર્ટ જુલાઈમાં એક ટકો ઘટી હતી. ચીન અને અન્ય દેશોની સાથે ટ્રેડ-વૉરની અસરે અમેરિકન કૅપિટલ ગુડ્સ, સિવિલયન ઍરક્રાફ્ટ્સ, સોયબીન સહિતની અનેક ફૂડ-આઇટમોની એક્સપોર્ટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાની એક્સપોર્ટ ઘટવાની સામે ઇમ્પોર્ટમાં ૨.૨ ટકાનો વધારો થતાં ઇમ્પોર્ટ રેકૉર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી હતી. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઇમ્પોર્ટમાં મોટો વધારો થયો હતો. અમેરિકાની એક્સપોર્ટના ઘટાડા સામે ઇમ્પોર્ટ વધતાં ટ્રેડ-ગૅપ ૯.૫ ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકાની મૉર્ગેજ ઍપ્લિકેશનમાં વીતેલા સપ્તાહ દરમ્યાન એક ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકાના નબળા એક્સપોર્ટ ડેટાને પગલે કરન્સી બાસ્કેટમાં ડૉલર ઊંચા મથાળેથી ૦.૧ ટકા ઘટ્યો હતો જેને કારણે સોનામાં મંદી અટકીને નજીવો સુધારો નોંધાયો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા પર હવે બધાની નજર મંડાયેલી છે, કારણ કે સ્ટ્રૉન્ગ બનતા જતા ડૉલરનું ભાવિ હવે નૉન ફાર્મ પે-રોલ ડેટા નક્કી કરશે. આજે ભારતીય સમય પ્રમાણે મોડી રાતે જાહેર થનારા નૉન ફાર્મ પે-રોલ ડેટા આ વખતે વધુ સ્ટ્રૉન્ગ આવવાની ધારણા છે. જુલાઈમાં ૧.૫૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જે ઑગસ્ટમાં વધીને ૨.૧૫ લાખ નવી નોકરીઓ ઉમેરાશે એવી ધારણા છે, જ્યારે ઍવરેજ ધારણા ૧.૯૮ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની છે. અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ૩.૮ ટકા આવવાની ધારણા છે જે જુલાઈમાં ૩.૯ ટકા હતો. પ્રતિ કલાક વેતન વાર્ષિક ૨.૭ ટકા અને મન્થ્લી ૦.૨ ટકા વધવાની ધારણા છે. જો નૉન-ફાર્મ પે-રોલ રિપોર્ટ ધારણા પ્રમાણે સ્ટ્રૉન્ગ આવશે તો સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાનું લગભગ નક્કી મનાશે અને એની અસરે ડૉલર મજબૂત બનતાં સોનું ફરી ઘટશે. એપ્રિલમાં સોનાનો ભાવ વધીને ૧૩૬૫.૨૩ ડૉલર થયો હતો જે લેવલથી અત્યાર સુધીમાં સોનું ૧૨ ટકા ઘટ્યું હોવાથી નીચા ભાવે થોડી ડિમાન્ડ નીકળે એ સ્વભાવિક છે. ભારતની સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં બમણી વધતાં એની અસરે વર્લ્ડ માર્કેટમાં સોનામાં મંદી અટકી સુધારો નોંધાયો હતો; પણ ટ્રેડ-વૉર, બ્રેક્ઝિટ વગેરે ઘટનાક્રમ સામે દેખાતો હોવાથી સોનામાં કોઈ મોટો સુધારો થવાની હાલ શક્યતા ઓછી છે.

ગોલ્ડ જવેલરી એક્સપોર્ટ એપ્રિલ-જુલાઈ ક્વૉર્ટરમાં બમણી વધી


જ્વેલરી અને ડાયમન્ડ એક્સપોર્ટનો ઘટાડો ધીમે-ધીમે સરભર થઈ રહ્યો છે. ગયા ફાઇનૅન્શ્યલ વર્ષમાં જ્વેલરી અને ડાયમન્ડની એક્સપોર્ટ આઠ ટકા હતી જે એપ્રિલ-જુલાઈ ક્વૉર્ટરમાં પાંચ ટકા ઘટી હતી. ખાસ કરીને ગોલ્ડ અને સિલ્વર મેડલની એક્સપોર્ટમાં ઘટાડો થયો હતો, પણ ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ ગયા વર્ષ કરતાં બમણી વધીને ૪.૩ અબજ ડૉલરની નોંધાઈ હતી. ડાયમન્ડની એક્સપોર્ટ પણ ૯.૫ ટકા વધીને ૮.૨ અબજ ડૉલરની નોંધાઈ હતી. ઇન્ડસ્ટ્રીને ચાલુ વર્ષે ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટનું ભાવિ ઊજળું દેખાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK