અમેરિકા-ચીન ટ્રેડ-વૉર આક્રમક બનતાં સોનામાં મંદી યથાવત

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૧૪ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલર વધુ મજબૂત થયો : ટર્કી, આર્જેન્ટિના બાદ હવે સાઉથ આફ્રિકાની ઇકૉનૉમી રિસેશન ભણી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા દ્વારા ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડવાની પબ્લિક કમેન્ટની મુદત પૂરી થયા બાદ હવે એનો અમલ નજીક આવતાં બન્ને દેશો વચ્ચેની ટ્રેડ-વૉર વધુ આક્રમક બની હતી જેને પગલે ડૉલરનું સેફ હેવન સ્ટેટસ વધુ મજબૂત બન્યું હતું અને સોનામાં મંદીનો દોર આગળ વધ્યો હતો. ટર્કી, આર્જેન્ટિના બાદ હવે સાઉથ આફ્રિકાની ઇકૉનૉમી પણ રિસેશનના દોરમાં આવતાં ડૉલરની મજબૂતી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો ઝોનનો મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઑગસ્ટમાં ૫૪.૪ પૉઇન્ટ રહ્યો હતો જે જુલાઈમાં ૫૫.૧ પૉઇન્ટ હતો, જ્યારે સર્વિસ સેક્ટરનો PMI ઑગસ્ટમાં વધીને ૫૪.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૪.૨ પૉઇન્ટ હતો. યુરોઝોન રીટેલ ટ્રેડમાં જુલાઈમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો હતો જેમાં જૂનમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો. યુરો ઝોનના રીટેલ ટ્રેડમાં એપ્રિલ પછી પ્રથમ વખત ઘટાડો નોંધાયો હતો. ચીનનો કમ્પોઝિટ PMI ઑગસ્ટમાં ઘટીને પાંચ મહિનાના તળિયે બાવન પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૨.૩ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો પ્રાઇવેટ PMI ઘટીને ૧૪ મહિનાના તળિયે અને સર્વિસ સેક્ટરનો PMI દસ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ PMI ઑગસ્ટમાં ઊછળીને સવાચૌદ મહિનાની ઊંચાઈએ ૬૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૮.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ૫૭.૭ પૉઇન્ટની ધારણા કરતાં ઘણો જ ઊંચો આવ્યો હતો. અમેરિકાના સ્ટ્રૉન્ગ મૅન્યુફૅક્ચરિંગ ડેટાના સથવારે ડૉલરની મજબૂતી જળવાયેલી હતી અને સોનું વધુ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટર્કી, આર્જેન્ટિનામાં ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહી હોવાના રિપોર્ટ બાદ હવે સાઉથ આફ્રિકાની ઇકૉનૉમી પણ રિસેશન તરફ જઈ રહી છે. સાઉથ આફ્રિકાની કરન્સી રૅન્ડનું મૂલ્ય ડૉલર સામે બે વર્ષના તળિયે પહોંચ્યું હતું. સાઉથ આફ્રિકાનો ગ્રોથરેટ સતત બીજા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો. ટર્કી, આર્જેન્ટિના અને હવે સાઉથ આફ્રિકાની ઇકૉનૉમી ક્રાઇસિસમાં ફસાતાં ડૉલરનું સેફ હેવન સ્ટેટસ વધુ મજબૂત બન્યું હતું. અધૂરામાં પૂરું ચાઈનીઝ ૨૦૦ અબજ ડૉલરની ચીજો પર ટૅરિફ લાગુ પાડવા અગાઉનો પબ્લિક કમેન્ટનો પિરિયડ ગુરુવારે પૂરો થતો હોવાથી હવે અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉર વધુ આક્રમક બનશે. રૉયટર્સના ટેક્નિકલ ઍનૅલિસ્ટોના મતે હવે સોનામાં ૧૧૯૦ ડૉલરનો સપોર્ટ છે. જો આ સપોર્ટ તૂટશે તો સોનું ઘટીને ૧૧૭૯ ડૉલર થશે. આમ સોનામાં અત્યારે ફન્ડામેન્ટલ્સ અને ટેક્નિકલ કારણો વધુ ઘટાડાનો સંકેત આપે છે. કોઈ આકસ્મિક કે અણધાર્યું કારણ જ સોનામાં સુધારો લાવી શકે છે.

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ઑગસ્ટમાં વધીને ૧૫ મહિનાની ઊંચાઈએ પહોંચી

સોનાનો ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટતાં અને લોકલ માર્કેટમાં લગ્ન-સીઝન અને તહેવારની ડિમાન્ડ નીકળતાં સોનાની ઇમ્પોર્ટ ઑગસ્ટમાં વધીને ૧૦૦ ટને પહોંચી હોવાનો રિપોર્ટ ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસે આપ્યો હતો. લોકલ માર્કેટમાં સોનાનો ભાવ સાત મહિનાના તળિયે પહોંચ્યો હતો જેને કારણે સોનાની ડિમાન્ડ વધી હતી અને ઑગસ્ટમાં સોનાની ઇમ્પોર્ટમાં ગત વર્ષના ઑગસ્ટની સરખામણીમાં ૧૧૬.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો. જાન્યુઆરીથી ઑગસ્ટ સુધીમાં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૫૩૨.૧ ટને પહોંચી હતી જે ગત વર્ષ કરતાં ૧૨.૬ ટકા વધુ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK