આર્જેન્ટિના-ટર્કીની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસથી ડૉલર સુધરતાં સોનામાં પીછેહઠ

વર્લ્ડ માર્કેટમાં સોનાએ ૧૨૦૦ ડૉલરની સપાટી ફરી એક વખત તોડી : પાઉન્ડ, લીરા, પેસો, રૂબલ તૂટતાં ડૉલર સુધર્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

આર્જેન્ટિના અને ટર્કીની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસે બન્ને દેશોની કરન્સી પેસો-લીરાનું મૂલ્ય ડૉલર સામે તળિયે પહોંચ્યું હતું, વળી બ્રેક્ઝિટ પ્રોસેસ બાબતે બ્રિટન અને યુરોપિયન યુનિયનના નેતાઓ વચ્ચે મતભેદ સર્જા‍તાં અને બ્રિટિશ મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં પાઉન્ડ પણ ડૉલર સામે ગગડ્યો હતો. રશિયન રૂબલ પણ ડૉલર સામે તૂટ્યો હતો. આમ કરન્સી માર્કેટમાં ડૉલરની મજબૂતીથી સોનાએ ફરી એક વખત ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


બ્રિટનનો મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઑગસ્ટમાં ઘટીને ૨૫ મહિનાના તળિયે ૫૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૩.૮ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૩.૮ પૉઇન્ટની હતી. યુરોઝોન મફન્યુફૅક્ચરિંગ PMI ઑગસ્ટમાં ઘટીને દસ મહિનાના તળિયે ૫૪.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૫.૧ પૉઇન્ટ હતો. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ PMI ઑગસ્ટમાં ઘટીને ત્રણ મહિનાના તળિયે ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૨.૮ પૉઇન્ટ હતો. ચીનનો પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ PMI ઑગસ્ટમાં ઘટીને ૧૪ મહિનાના તળિયે ૫૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૦.૮ પૉઇન્ટ હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ PMI ઑગસ્ટમાં વધીને ૫૨.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૨.૩ પૉઇન્ટ હતો. બ્રિટન, યુરોઝોન અને ચીનના નબળા મૅન્યુફૅક્ચરિંગ ડેટાને પગલે ડૉલર સુધરીને એક સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો, ડૉલર સુધરતાં સોનું ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


આર્જેન્ટિના અને ટર્કીની ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ અને બ્રેક્ઝિટ પ્રોસેસમાં પડેલી ગૂંચને કારણે ડૉલરનું સેફ હેવન સ્ટેટસ ફરી મજબૂત બન્યું હતું. આર્જેન્ટિનાની કરન્સી પેસો ૪.૨ ટકા ઘટીને ઑલટાઇમ લો સપાટીએ પહોંચી હતી. આર્જેન્ટિનાની સરકારે ઇમર્જન્સી મેઝર્સ લેવાનાં શરૂ કર્યાં હતાં, એક્સપોર્ટ ટૅક્સમાં ફેરફાર કરીને ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ ઘટાડવા યુદ્ધના ધોરણે પગલાં લેવાના શરૂ કર્યા હતા. ટર્કીની કરન્સી સતત ઘટી રહી હોવાથી સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્દેશ આપ્યો હતો. બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેની બ્રેક્ઝિટની પ્રપોઝલ યુરોપિયન યુનિયનના ચીફ નિગોશિએટરે ફગાવી દેતાં ટેન્શન વધ્યું હતું. અધૂરામાં પૂરું મૅન્યુફૅક્ચરિંગ ડેટા ૨૫ મહિનાના તળિયે પહોંચતાં પાઉન્ડ ગગડ્યો હતો. રશિયામાં ફાઇનૅન્શિયલ ક્રાઇસિસ વધી રહી હોવાથી ત્યાંની કરન્સી રૂબલ પણ ડૉલર સામે એક ટકા ઘટ્યો હતો. ટ્રમ્પે કૅનેડાને નાટો (NATO-નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ)માંથી બહાર કાઢવા ફરી જાહેરાત કરતાં ટેન્શન વધ્યું હતું. અહીં અગાઉ લખ્યું હતું તે જ રીતે ટ્રેડ-ડિસ્પ્યુટની અસરે ડૉલરને હજી લાંબો સમય મજબૂતી મળતી રહેશે જેનું દબાણ સોના પર સતત રહેવાનું છે.

હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાંથી સોનાનું ટિફિન ચોરાયું

ભારતના રજવાડાના સમયમાં સોનાની ચીજવસ્તુઓ રાજઘરાનામાં છૂટથી વપરાતી હતી. હૈદરાબાદના નિઝામના મ્યુઝિયમમાં રાજઘરાનાના સમયમાં વપરાતું ટિફિન ચોરાયું હોવાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. બે કિલોના વજનના ટિફિનમાં હીરાજડિત કપ, ચમચીઓ વગેરે હતાં. હૈદરાબાદના પુરાની હવેલી નજીક આવેલા મ્યુઝિયમમાં રવિવારે સોનાના ટિફિનની ચોરી થયાની પોલીસ-ફરિયાદ થઈ હતી. ૧૯૩૦માં હૈદરાબાદના નિઝામની વર્લ્ડના સૌથી રિચેસ્ટ મૅન તરીકે ગણના થતી હતી. નિઝામના રસાલામાં રોલ્સ-રૉયસ કાર, મૅન્યુઅલી ઑપરેટેડ લિફ્ટ અને અનેક કીમતી ચીજો સામેલ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK