ટ્રમ્પની નવી ધમકીથી સોનામાં ઊથલપાથલ

WTOમાંથી અમેરિકાની એક્ઝિટની ટ્રમ્પની ધમકી : અમેરિકા અને કૅનેડા વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલી મંત્રણા અનિર્ણીત

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે ચીન અને WTOને નવેસરથી ધમકી આપતાં સોનામાં ફરી ઊથલપાથલ જોવા મળી હતી. છેલ્લા ૨૪ કલાકમાં વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને ૧૧૯૮.૬૬ ડૉલર થયું હતું જે ફરી વધીને ૧૨૦૭ ડૉલર થયું હતું. ટ્રમ્પની ધમકીઓને પગલે ડૉલરમાં પણ વધ-ઘટ જોવા મળી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૦૧૮માં અત્યાર સુધીમાં સાત ટકા ઘટ્યું છે. ઑગસ્ટ મહિનામાં સોનું સતત પાંચમા મહિને ઘટશે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ભારતની ફિઝિકલ ડેફિસિટ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં વધીને ૫.૪૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચી હતી જે ગત વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમાં ૫.૦૫ લાખ કરોડ રૂપિયા હતી. ભારત સરકારની તિજોરીની આવક ૧૫.૧ ટકા વધી હતી પણ એની સામે ખર્ચ ૧૦.૧ ટકા વધતાં ફિઝિકલ ડેફિસિટ વધી હતી. યુરો ઝોન ઇન્ફ્લેશન ઑગસ્ટમાં ઘટીને બે ટકા થયો હતો જે જુલાઈમાં ૨.૧ ટકા હતો અને માર્કેટની ધારણા પણ ૨.૧ ટકાની હતી. યુરો એરિયાનો જૉબલેસ રેટ દસ વર્ષના તળિયે ૮.૨ ટકાએ પહોંચ્યો હતો. ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) ઑગસ્ટમાં વધીને ૫૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૧.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૧ પૉઇન્ટની હતી. ચીનનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો PMI પણ વધીને ઑગસ્ટમાં ૫૪.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૫૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૩.૮ પૉઇન્ટની હતી. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જુલાઈમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે જૂનમાં ૧.૮ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. અમેરિકાનું પર્સનલ સ્પેન્ડિંગ જુલાઈમાં ૦.૪ ટકા અને પર્સનલ ઇન્કમ જુલાઈમાં ૦.૩ ટકા વધી હતી. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સુધરતાં સોનું એક તબક્કે ૧૨૦૦ ડૉલરની સપાટીની અંદર ગયું હતું, પણ પાછળથી ડૉલર ગગડતાં સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પનું નિશાન હવે WTO બન્યું છે. ટ્રમ્પે WTOને ધમકી આપી છે કે જો અમેરિકાને નુકસાન થાય એવી પૉલિસી અપનાવવામાં આવશે તો અમેરિકા WTOમાંથી નીકળી જશે. આ ઉપરાંત આવતા સપ્ïતાહથી ૨૦૦ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાની પણ ટ્રમ્પે જાહેરાત કરી હતી. કૅનેડા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી મંત્રણાના ત્રણ દિવસ પછી પણ હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું, મંત્રણા ચાલુ હોવાથી બન્ને પક્ષને કોઈ હકારાત્મક પરિણામ આવવાની આશા છે. ડોનલ્ડ ટ્રમ્પના તમામ ટ્રેડ ડિસિઝનને કારણે ડૉલરનું સઇફ હેવન સ્ટેટસ સુધરતાં સોનું ૧૬ ઑગસ્ટે ઘટીને ૧૧૫૯ ડૉલર થયું હતું જે ઑગસ્ટના એન્ડમાં વધીને ૧૨૦૭ ડૉલર સુધી પહોંચ્યું છે. આમ ઘટ્યા મથાળેથી સોનામાં ચાર ટકાનો સુધારો નોંધાયો છે જે બતાવે છે કે સોનાએ હવે ટ્રેડ-વોરની સિચુએશનને પચાવી લીધી છે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટમાં વધારાની ચર્ચા છતાં સોનાએ ઝડપી ચાર ટકાનો સુધારો દાખવ્યો જે બતાવે છે કે સોનાના ફન્ડામેન્ટલ્સ સ્ટ્રૉન્ગ બન્યા છે. ટ્રેડ-વૉરની અસરે સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધરી રહ્યું હોવાથી આવનારા દિવસોમાં સોનામાં આંચકા પચાવતો ધીમો પણ સ્ટ્રૉન્ગ સુધારો જોવા મળશે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK