ટર્કિશ બૅન્કોનું રેટિંગ ઘટતાં લીરા સામે ડૉલર સુધરતાં સોનું ઘટ્યું

ટર્કીનો ઇકૉનૉમિક કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવ વર્ષના તળિયે પહોંચતાં લીરા ત્રણ ટકા ઘટ્યો: મૂડીઝે ૧૮ ટર્કિશ બૅન્કોનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટર્કિશ બૅન્કોનું રેટિંગ ઘટતાં તેમ જ ટર્કીનો ઇકૉનૉમિક કૉન્ફિડન્સ ઇન્ડેક્સ નવ વર્ષના તળિયે પહોંચતાં લીરા ડૉલર સામે ત્રણ ટકા ઘટ્યો હતો જેને કારણે ડૉલરને મજબૂતી મળતાં સોનું ઘટ્યું હતું. વળી અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ધારણા કરતાં સારો આવતાં સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટ વધવાના ચાન્સ ૯૬ ટકાએ પહોંચતાં ડૉલરને વધુ મજબૂતી મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટનું સેકન્ડ એસ્ટિમેટ ૪.૨ ટકા આવ્યું હતું જે ફર્સ્ટ એસ્ટિમેટમાં ૪.૧ ટકા અને માર્કેટની ધારણા ચાર ટકાની હતી. સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૨૦૧૪ના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટ પછીનો સૌથી હાઇએસ્ટ હતો. અમેરિકાનું કૉર્પોરેટ પ્રૉફિટ સેકન્ડ ક્વૉર્ટરમાં ૨.૪ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું. અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં જુલાઈમાં ૨.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં જૂનમાં ૨.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં મોર્ગેજ એપ્લિકેશન ફરી વીતેલા સપ્તાહ દરમ્યાન ઘટી હતી. જપાનના રીટેલ સેલ્સમાં જુલાઈમાં ૧.૫ ટકાનો વધારો નોંધાયો હતો જે જૂનમાં ૧.૭ ટકાનો અને માર્કેટની ધારણા ૧.૨ ટકા વધારાની હતી. જપાનના રીટેલ સેલ્સમાં સતત નવમા મહિને વધારો જોવા મળ્યો હતો અને રીટેલ સેલ્સ ડિસેમ્બર ૨૦૧૭ પછીની ઊંચાઈએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકા સાથે અનેક દેશોના ટ્રેડ-ડિસ્પ્યુટની અસર લાંબા ગાળા સુધી રહે એવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકાએ ટર્કીથી ઇમ્પોર્ટ થતી અનેક ચીજો પર ડ્યુટી લાદતાં ટર્કીની ઇકૉનૉમિક કન્ડિશનને બહુ મોટો ધક્કો લાગ્યો છે. રેટિંગ એજન્સી મૂડીઝે ટર્કીની ૧૮ બૅન્કો અને ફાઇનૅન્શિયલ કંપનીઓના રેટિંગ ડાઉનગ્રેડ કરતાં ટર્કિશ લીરા ડૉલર સામે ત્રણ ટકા ઘટ્યો હતો. ચીનના સ્ટેટ પ્લાનરે પણ ઇકૉનૉમિક કન્ડિશન વધુ બગડવાનો નિર્દેશ આપ્યો હતો. આમ, ટ્રેડ-ડિસ્પ્યુટના આફટરશૉકને કારણે અસરગ્રસ્ત દેશોની કરન્સી સામે ડૉલરને મજબૂતી મળતી રહેવાની છે. વળી અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને કારણે ફેડ ઇન્ટરેસ્ટ-રેટ વધારતું રહેશે એ પણ નક્કી મનાઈ રહ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં ફેડ અમેરિકન ઇન્ટરેસ્ટ-રેટ વધારશે એ શક્યતા વધીને ૯૬ ટકાએ પહોંચી છે. બ્રેક્ઝિટ પ્રોસેસ અંતર્ગત યુરોપિયન યુનિયનના ડિપ્લોમેટ બ્રિટન સાથે ટ્રેડ ઍગ્રીમેન્ટ કરવા પ્રેક્ટિકલ અપ્રોચ દાખવતા થયા હોવાથી બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે ૧.૩ ટકા સુધર્યો હતો. ઓવરઑલ બ્રેક્ઝિટ પ્રોસેસ, ટ્રમ્પની ફેડની પૉલિસીની ટીકા વગેરે કારણોથી ડૉલર ઘટશે તો એની સામે ટ્રેડ-ડિસ્પ્યુટની અસરથી ડૉલર ફરી મજબૂત પણ થતો રહેશે. આમ, સોનામાં સુધારો આવનારા દિવસોમાં બહુ જ ધીમી ગતિનો હશે.

ભારતની ગોલ્ડ રિઝર્વમાં નવ વર્ષ પછી ૮.૪૬ ટનનો વધારો થયો

ભારતની ગોલ્ડ રિઝર્વ છેલ્લાં નવ વર્ષથી સ્થિર હતી જેમાં ૮.૪૬ ટનનો વધારો થયાની જાહેરાત તાજેતરમાં રિઝર્વ બૅન્કે કરી હતી. ૨૦૦૯માં ભારતની ગોલ્ડ રિઝર્વમાં ૨૦૦ ટનનો વધારો થયો હતો. ભારતે ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ પાસેથી ૨૦૦ ટન સોનું ખરીદ્યું હતું. ૨૦૦ ટન સોનાની ખરીદી પછી ભારતની ગોલ્ડ રિઝર્વ વધીને ૫૫૮ ટને પહોંચી હતી જે તાજેતરના ૮.૪૬ ટનની ખરીદી બાદ ૫૬૬ ટને પહોંચી હતી. ગોલ્ડ રિઝર્વ વધતાં ૨૦૧૮ની ૩૦ જૂને ભારતની ગોલ્ડ ઍસેટ ૬૯,૬૭૪ કરોડ રૂપિયાએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૬૨,૭૦૦ કરોડ રૂપિયા હતી. છેલ્લા એક વર્ષમાં ગોલ્ડ ઍસેટમાં ૧૧ ટકાનો વધારો નોંધાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK