અમેરિકાનો ગ્રોથરેટ ધારણાથી વધુ આવતાં સોનામાં ઊંચા મથાળે પીછેહઠ

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૪ ટકાની ધારણા સામે ૪.૨ ટકા રહ્યો : ચીનમાં ઇકૉનૉમિક ક્રાઇસિસ વધવાની સ્ટેટ પ્લાનરની આગાહી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ચાર ટકાની ધારણા સામે ૪.૨ ટકા આવતાં ડૉલર સુધર્યો હતો અને સોનામાં છેલ્લા ચાર દિવસથી આગળ વધી રહેલી તેજીને બ્રેક લાગી હતી. વળી ચીનમાં ઇકૉનૉમિક ક્રાઇસિસ ૨૦૧૮ના સેકન્ડ હાફમાં વધશે એવા સ્ટેટ પ્લાનરની આગાહીને પગલે સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટબુકિંગ વધ્યું હતું એની પણ અસર જોવા મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો હોમ પ્રાઇસ ઇન્ડેક્સ જૂનમાં ૬.૩ ટકા વધ્યો હતો જે મે મહિનામાં ૬.૫ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા પણ ૬.૫ ટકા વધારાની હતી. લાસ વેગાસ, સીટેલ અને સાન ફ્રાન્સિસ્કો સિવાયનાં રાજ્યોમાં ભાવ મધ્યમ વધ્યા હતા. અમેરિકામાં હોલસેલ ઇન્વેન્ટરી જુલાઈમાં ૦.૭ ટકા વધી હતી જે જૂનમાં ૦.૧ ટકા વધી હતી અને માર્કેટની ધારણા ૦.૨ ટકા જ વધારાની હતી. જપાનનો કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્ડ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ઘટીને પાંચ મહિનાના તળિયે ૪૩.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં ૪૩.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૩.૪ પૉઇન્ટની હતી. યુરો એરિયામાં હાઉસહોલ્ડ લૅન્ડિંગ જુલાઈમાં ત્રણ ટકા વધીને નવ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૭.૬ ટકા રહેવાની આગાહી રોઇટર્સ દ્વારા થયેલા સર્વે બાદ કરાઈ હતી. ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ૭.૭ ટકા રહ્યો હતો. અમેરિકા-મેક્સિકો વચ્ચેના ટ્રેડ-ડીલને કારણે ડૉલર સુધરતાં સોનું બુધવારે ઊંચા મથાળેથી ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ-વૉરને કારણે ચીનની ઇકૉનૉમિક ક્રાઇસિસ વધી રહી હોવાનો રિપોર્ટ ચાઇનીઝ સ્ટેટ પ્લાનિંગ એજન્સીએ નૅશનલ પીપલ્સ કૉન્ગ્રેસની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂક્યો હતો. આ રિપોર્ટમાં ૨૦૧૮ના સેકન્ડ હાફમાં રિસ્ક ફૅક્ટર પર અંગૂલીનિર્દેશ કરીને તાત્કાલિક પગલાં લેવાં પર ભાર મુકાયો હતો.

ટ્રેડ-વૉરને કારણે ઇકૉનૉમિક ગ્રોથ, એમ્પ્લોયમેન્ટ, ઇન્ફ્લેશન, એક્સર્પોટ-ઇમ્ર્પોટ દરેક ક્ષેત્રે ભારે માર પડ્યો છે. ટ્રેડ-વૉર શરૂ થઈ એ પહેલાંથી ચીન રેકૉર્ડ લો ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ અને સતત ઘટતા કન્ઝ્યુમર્સ સ્પેન્ડિંગનો સામનો કરી રહ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી પ્રૉપટી બૂમને કારણે હાઉસહોલ્ડ ડેબ્ટ વધી રહી છે અને હાઉસહોલ્ડ સ્પેન્ડિંગ ઘટી રહ્યું છે. વળી સરકારે લાંબા સમય સુધી સ્ટીમ્યુલેસ પૅકેજ ચલાવ્યાં હોવાથી સરકારી ડેબ્ટ પણ હાલમાં આકાશી ઊંચાઈએ પહોંચી છે. આ તમામ સમસ્યામાં ટ્રેડ-વૉરે બળતામાં ઘી ઉમેર્યું છે. સ્ટેટ પ્લાનરે સરકારને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધારીને સ્મૉલ કંપનીઓને સ્લો ડાઉનથી બચાવવા વિશેષ પૅકેજ તૈયાર કરવાની સલાહ આપી છે. ચાઇનીઝ સ્ટેટ પ્લાનરના રિપોર્ટની સોનાની માર્કેટ પર બે પ્રકારની અસર પડી શકે છે. ચીન વર્લ્ડમાં સોનાનું સૌથી મોટું કન્ઝ્યુમર્સ હોવાથી ઇકૉનૉમિક સ્લો ડાઉનમાં ફિઝિકલ ડિમાન્ડ ઘટી શકે છે અને બીજી અસર એ પણ થઈ શકે કે ચાઇનીઝ ઇકૉનૉમિક ક્રાઇસિસમાં સોનાનું સેફહેવન સ્ટેટસ સુધરતાં સોનાની ડિમાન્ડ વધી પણ શકે છે. આમ, સોનાની માર્કેટમાં હજી શૉર્ટ ટર્મ સારી એવી અફરાતફરી જોવા મળી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK