અમેરિકા-મેક્સિકો ટ્રેડ-ડીલથી ડૉલરનું સેફહેવન સ્ટેટસ નબળું પડતાં સોનામાં તેજી

ટ્રેડ-વૉરનું ટેન્શન ઘટતાં ડૉલર એક મહિનાના તળિયે પહોંચ્યો : ટ્રમ્પની ટીકા બાદ ડૉલર ૨.૩ ટકા ઘટતાં સોનામાં સ્ટ્રૉન્ગ તેજીનું પ્રોજેક્શન

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને મેક્સિકો વચ્ચે ટ્રેડ-ડીલ થતાં ડૉલરનું સેફહેવન સ્ટેટ્સ નબળું પડ્યું હતું. અત્યાર સુધીના ટ્રેડ ડિસ્પ્યુટમાં અન્ય કરન્સી સામે ડૉલર સુધરતો જતો હોઈ ઇન્વેસ્ટરો સેફહેવન ઍસેટ તરીકે ડૉલરની ખરીદી વધારી રહ્યા હતા. વળી ડોનલ્ડ ટ્રમ્પે ઇન્ટરેસ્ટ-રેટ વધારા બાબતે ફેડની ટીકા કર્યા બાદ ડૉલર સતત ઘટી રહ્યો હોવાથી સોનામાં લેવાલી વધી હતી. સોનામાં છેલ્લાં ત્રણ સપ્તાહમાં ઘટ્યા મથાળેથી ૫૪ ડૉલરનો સુધારો નોંધાયો હોવાથી સોનામાં સ્ટ્રૉન્ગ તેજી થવાનું પ્રોજેક્શન મુકાઈ રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકા, કૅનેડા અને મેક્સિકો વચ્ચેનો નાટો (નૉર્થ અમેરિકન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ) ડોનલ્ડ ટ્રમ્પે રદ કરીને નવો ટ્રેડ-કરાર કરવાનો ફેંસલો થોડા સમય અગાઉ લીધો હતો એ અંતર્ગત અમેરિકાએ મેક્સિકો સાથે નવો ટ્રેડ-કરાર કર્યો હતો જેમાં અમેરિકન એગ્રિકલ્ચર પ્રોડક્ટની વધુ ખરીદીનો મુદ્દો પણ સામેલ કરાયો હતો. ડોનલ્ડ ટ્રમ્પ મેક્સિકો સાથે કરાર કરીને કૅનેડા પર નવો કરાર કરવાનું દબાણ લાવી રહ્યા છે. અમેરિકા અને મેક્સિકો વચ્ચે થયેલા કરારથી ડૉલરનું સેફહેવન સ્ટેટસ નબળું પડતાં ડૉલર ઘટ્યો હતો જેને કારણે સોનું સોમવારે ઓવરનાઇટ બે સપ્તાહની ઊંચાઈએ ૧૨૧૨.૩૮ ડૉલર થયું હતું. અમેરિકા દ્વારા ટર્કિશ ચીજો પર ડ્યુટી લાગતાં ટર્કિશ મૅન્યુફૅક્ચરિંગ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ સાડાચાર વર્ષના તળિયે પહોંચતાં ડૉલર લીરા સામે એક ટકો વધ્યો હોવાથી ડૉલરમાં આવેલો ઘટાડો મર્યાદિત બનતાં સોનું ઊંચા મથાળેથી ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા ફેડના ઇન્ટરેસ્ટ-રેટ વધારાની પૉલિસીની ટીકા થયા બાદ છેલ્લાં બે સપ્તાહમાં ડૉલરનું મૂલ્ય ટોચની છ કરન્સીની બાસ્કેટમાં ૨.૩ ટકા ઘટ્યું હતું. ઑગસ્ટના મધ્યમાં એક તબક્કે ડૉલર ૧૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે જૅક્સન હોલ ખાતે ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસીનો બચાવ કર્યો હતો પણ એની કરન્સી માર્કેટ પર કોઈ અસર પડી નહોતી. અમેરિકાના ખેડૂતોમાં ટ્રમ્પની પૉલિસી સામે વધી રહેલી નારાજગી અને ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ)ની ચર્ચાને પગલે ટ્રમ્પ હાલમાં બૅકફુટ પર આવી ગયા છે. ટ્રમ્પ દ્વારા ખેડૂતોને ખુશ કરવા મેક્સિકો સાથે કરાર અને ખેડૂતોને સહાય માટેના પૅકેજનો ઝડપી અમલ બતાવે છે કે અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસની શક્યતા વધી રહી છે. સેન્ટ લ્યુસના ફેડ પ્રેસિડન્ટની ઇન્ટરેસ્ટ-રેટ વધારાની વિરુદ્ધની કમેન્ટ બાદ ડૉલરના મૂલ્યમાં થયેલો ઘટાડો પણ સૂચક હતો. આ તમામ ડેવલપમેન્ટ જોતાં સોનામાં સુધારો થવાના ચાન્સિસ વધી રહ્યા છે.

સોનું-ચાંદી લોકલ માર્કેટમાં સતત ચોથા દિવસે સુધર્યું

વર્લ્ડ માર્કેટમાં ડૉલરના મૂલ્યમાં થઈ રહેલા એકધારા ઘટાડાને પગલે સોનું બે સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં એની અસરે લોકલ માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવ સુધર્યા હતા. વળી લોકલ માર્કેટમાં લગ્નસીઝન અને તહેવારોની લેવાલી શરૂ થતાં એની પણ અસર જોવા મળી હતી. દિલ્હીમાં છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં ૩૬૦ રૂપિયાનો સુધારો થઈ ગઈ કાલે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૧,૧૫૦ રૂપિયા બોલાયો હતો. મુંબઈમાં સોનું ૧૯૫ રૂપિયા વધીને ૩૦,૨૩૦ રૂપિયા થયું હતું. ચાંદીનો ભાવ દિલ્હીમાં વધીને ૩૮,૪૭૦ રૂપિયા અને મુંબઈમાં ગઈ કાલે ૩૪૦ રૂપિયા વધીને ૩૭,૪૪૫ રૂપિયા બોલાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK