અમેરિકામાં ઇન્ટરેસ્ટ-રેટના વધારાનો મુદ્દો વિવાદિત બનવાથી સોનું સુધર્યું

વર્લ્ડ માર્કેટમાં ૧૨૦૦ ડૉલરની સપાટી ઓળંગી : અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સના ડેટા નબળા આવતાં ડૉલરનું મૂલ્ય ઘટયું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકામાં ઇન્ટરેસ્ટ-રેટના વધારાનો મુદ્દો હવે વિવાદિત બની રહ્યો છે. ફેડ ચૅરમૅન જેરોમ પૉલે ઇન્ટરેસ્ટ-રેટના વધારાનો નિર્ધાર બતાવીને કેટલાંક જોખમો બતાવ્યાં હતાં અને ટ્રમ્પની ઇન્ટરેસ્ટ-રેટના વધારા વિશે ફેડની ટીકાનો જવાબ આપ્યો હતો, જ્યારે સેન્ટ લ્યુઇસના ફેડ પ્રેસિડન્ટે ઇન્ટરેસ્ટ-રેટનો વધારો રિસેશન તરફ ધકેલશે એનો ભય વ્યક્ત કરતાં ઇન્ટરેસ્ટ-રેટના વધારાના મુદ્દે મતભેદ વધ્યા છે. આ મતભેદને પગલે ડૉલર ઘટતાં સોનાએ ૧૨૦૦ ડૉલરની સપાટી પાર કરીને મજબૂતી હાંસલ કરી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ઇકૉનૉમીમાં ૧૪૯ અબજ યુઆન એટલે કે બાવીસ અબજ ડૉલર ઉર્મેયા હતા અને કરન્સી ફિક્સિંગ મેકૅનિઝમમાં કાઉન્ટર સાઇક્લિક મેથડનો ઉપયોગ કર્યો હતો જેથી કરન્સી ફિક્સિંગમાં માર્કેટ વૉલેટિલિટીની અસર ઓછી થાય. અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉરની અસરને ઓછી કરવા ચીને લીધેલાં પગલાંથી યુઆન ડૉલર સામે ૦.૯ ટકા સુધર્યો હતો. ચીનનો ઇન્ડસ્ટિÿયલ પ્રૉફિટ જાન્યુઆરીથી જુલાઈ દરમ્યાન ગયા વર્ષની સરખામણીમાં ૧૭.૧ ટકા વધ્યો હતો જે જાન્યુઆરીથી જૂનમાં ૧૭.૨ ટકા વધ્યો હતો. જાન્યુઆરીથી જુલાઈ દરમ્યાન સરકારહસ્તકની ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૩૦.૫ ટકા વધ્યો હતો, જ્યારે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝનો પ્રૉફિટ ૧૦.૩ ટકા વધ્યો હતો. અમેરિકાના ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં જુલાઈમાં ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે જૂનમાં ૦.૭ ટકાનો ઘટાડો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૫ ટકા ઘટાડાની હતી. અમેરિકાના નબળા ગુડ્સ ઑર્ડર ડેટાથી ડૉલર ઘટ્યો હતો અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકી ફેડ ચૅરમૅન જેરોમ પૉલે જૅક્સન હોલ ખાતે આપેલા વક્તવ્યમાં ટ્રમ્પની ઇન્ટરેસ્ટ-રેટના વધારાની ટીકાનો જવાબ સિફતથી આપીને ફેડ સામેના ભયનો ઉલ્લેખ કર્યો હતો. જોકે ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાનું ચાલુ રાખવાની જાહેરાત કરી હતી, પણ ઇકૉનૉમી સામેના ભયની ચર્ચા કરીને આગળ જતાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરવાની ગતિ ધીમી પાડવાનું પ્લૅટફૉર્મ તૈયાર કરી લીધું હતું. સૌથી મહત્વની કમેન્ટ સેન્ટ લ્યુઇસના ફેડ પ્રેસિડન્ટ જેમ્સ બુલાર્ડ દ્વારા આવી હતી.

તેમણે કહ્યું હતું કે ફેડ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરશે તો રિસેશનનો ભય  શરૂ થઈ જશે. અમેરિકાનાં વિવિધ રાજ્યોના ફેડ પ્રેસિડન્ટની કમેન્ટ બહુ જ સૂચક હોય છે. ઓવરઑલ અમેરિકામાં હવે ઇન્ટરેસ્ટ-રેટમાં થઈ રહેલો વધારો હવે ઇકૉનૉમિકને બદલે પૉલિટિકલ રંગ લાગી રહ્યો છે જે સોનાની તેજી માટે પૉઝિટિવ ફૅક્ટર બની રહ્યું છે. ડોનલ્ડ ટ્રમ્પ સામે ઇમ્પીચમેન્ટ (મહાભિયોગ) પ્રસ્તાવની શરૂ થયેલી ચર્ચા અમેરિકામાં પૉલિટિકલ ક્રાઇસિસ શરૂ થયાનો સંકેત આપે છે. આ તમામ ડેવલપમેન્ટને પગલે સોનું શુક્રવારે એક જ દિવસમાં ૧.૭ ટકા વધીને ૧૨૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. જીઓપૉલિટિકલ અને કરન્સી માર્કેટના ડેવલપમેન્ટે હવે સોનામાં ધીમી ગતિના પણ સ્ટ્રૉન્ગ સુધારાના સંકેત આપવાના શરૂ કર્યા છે.

કેરળમાં પૂરહોનારતથી સોનાની લગ્નસીઝનની ડિમાન્ડને અસર થશે

ભારતના સૌથી વધુ ગોલ્ડ જ્વેલરી ખરીદતા કેરળમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનથી લગ્નસીઝનની ગોલ્ડ ડિમાન્ડને મોટી અસર થશે એવું ઇન્ડસ્ટ્રીનું માનવું છે. કેરળમાં પૂરને કારણે ત્રણ અબજ ડૉલરનું નુકસાન થયું છે. મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિãસ્સ્ટક ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન ૨૦૧૧-’૧૨ના સર્વે અનુસાર કેરળ સૌથી વધુ ગોલ્ડની જ્વેલરી ખરીદે છે. કેરળમાં ઑગસ્ટથી ડિસેમ્બરમાં લગ્ન અને તહેવારોની સીઝનને કારણે સૌથી વધુ જ્વેલરી ખરીદાય છે. પૂરહોનારતને કારણે ૬૦થી ૭૦ ટકા જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ યુનિટો બંધ પડી ગયાં છે. અહીં લગ્નદીઠ ૨૦૦ ગ્રામથી એક કિલોનું સોનું ખરીદાય છે. લગ્નસીઝન અને તહેવારોની સીઝન દરમ્યાન જ પૂરહોનારત થતાં સોનાની ડિમાન્ડને મોટી અસર પડશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK