ફેડની ઇન્ટરેસ્ટ-રેટ પૉલિસીનો ટ્રમ્પે ફરી વિરોધ કરતાં સોનું સુધર્યું

ચીન-યુરોપિયન યુનિયન પર કરન્સી મૅનિપ્યુલેશનનો મૂક્યો આરોપ : અમેરિકા અને ચીનની મંત્રણાનું કોઈ હકારાત્મક પરિણામ આવવાની ટ્રમ્પને આશા નથી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝવર્નીય ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની પૉલિસીનો ફરી એક વખત વિરોધ કરતાં ડૉલરનું મૂલ્ય ઘટ્યું હતું અને સોનું સુધર્યું હતું. ચીન અને યુરોપિયન યુનિયન પર કરન્સી મૅનિપ્યુલેશનનો આરોપ મૂકીને ટ્રમ્પે ઇન્ટરેસ્ટ-રેટમાં ઝડપથી થઈ રહેલા વધારાથી ડૉલર મજબૂત બની રહ્યો છે જે અમેરિકન ઇકૉનૉમી માટે નેગેટિવ ફૅક્ટર હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પની કમેન્ટ બાદ સોનામાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ઑસ્ટ્રેલિયાનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૧૮ અને ૨૦૧૯માં ત્રણ ટકાથી વધુ રહેવાની આગાહી બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની ઑગસ્ટના આરંભે યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં કરવામાં આવી હતી. આ મિનિટ્સ અનુસાર પબ્લિક ડિમાન્ડ, રિસોર્સિસ એક્સપોર્ટ અને નૉન-માઇનિંગ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થવાને કારણે ગ્રોથ સતત વધતો રહેશે. મૉનિટરી પૉલિસીમાં કોઈ ફેરફાર કરવાની ભલામણ મેમ્બરો દ્વારા થઈ નહોતી. યુરો ઝોન કન્સ્ટ્રક્શન આઉટપુટ જૂનમાં ૨.૬ ટકા વધ્યું હતું જે અગાઉના મહિને બે ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૬ ટકા વધારાની હતી. ટ્રમ્પ દ્વારા ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારાની પૉલિસીની વધુ એક વખત ટીકા થતાં ડૉલર તમામ કરન્સી સામે ઘટ્યો હતો અને સોનું પણ સુધર્યું હતું. ટ્રમ્પની કમેન્ટ બાદ ડૉલર ૦.૪ ટકા ઘટ્યો હતો અને સોનું ઊછળીને ૧૨૦૦ ડૉલરની સપાટી નજીક પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પની કમેન્ટથી ફરી સોનાની માર્કેટનાં ફન્ડામેન્ટ્સ બદલાયાં છે. ટ્રમ્પે ચીન અને યુરોપિયન યુનિયનની કરન્સીના મૂલ્યમાં કૃત્રિમ ઘટાડો કરવાનો આરોપ મૂકીને ફેડની ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની પૉલિસી પ્રત્યે સખત નારાજગી વ્યક્ત કરી હતી. અમેરિકા અને ચીન દ્વારા શરૂ થયેલા મંત્રણાનો દોર વિશે ટ્રમ્પે પોતે બહુ આશાવાદી ન હોવાનું જણાવ્યું હતું. ટ્રમ્પની કમેન્ટનો સ્પષ્ટ સંકેત છે કે હાલની ટ્રેડ-વૉરની સ્થિતિમાં અમેરિકી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બને એમ ટ્રમ્પ ઇચ્છતા નથી. ટ્રમ્પ નવેમ્બર-૨૦૧૬માં ચૂંટાયા ત્યારથી સ્ટ્રૉન્ગ ડૉલર પૉલિસીનો વિરોધ થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા ડૉલરનું મૂલ્ય ઘટે એવા કદાચ પ્રયત્નો થઈ શકે છે જે સોનાની તેજી માટે પૉઝિટિવ ફૅક્ટર બની શકે છે. સોનું છેલ્લા ત્રણ દિવસથી સુધરી રહ્યું છે. ટ્રમ્પની કમેન્ટ બાદ આ ટ્રેન્ડ કદાચ હજી આગળ વધશે.

ટર્કીની ગોલ્ડ પૉલિસીનો અભ્યાસ કરવા ભારત સરકારને સલાહ આપતું IIM

ભારતમાં ગોલ્ડ મૉનેટાઇઝેશન સ્કીમ નિષ્ફળ જતાં IIM (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ), બૅન્ગલોર તરફથી તૈયાર થયેલા એક રિસર્ચ પેપરમાં ભારત સરકારને ટર્કીની ગોલ્ડ પૉલિસીનો અભ્યાસ કરીને અહીં ગોલ્ડ પૉલિસી તૈયાર કરવાની સલાહ અપાઈ છે. ટર્કીએ છેલ્લાં ૩૦ વર્ષમાં ગોલ્ડની ઇમ્ર્પોટને એકદમ ઉદાર બનાવી છે. ઉપરાંત ૧૯૯૫માં ઇસ્તનબૂલમાં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરી હતી તેમ જ લંડન બુલિયન માર્કેટ અસોસિએશનનું સર્ટિફિકેટ ધરાવતી ત્રણ રિફાઇનરીઓ ઊભી કરી હતી. બૅન્કોને એની રિઝર્વ ઍસેટમાં ગોલ્ડ રાખવાની છૂટ આપી હતી. ગોલ્ડ સેવિંગ્સ અકાઉન્ટ અને ગોલ્ડનાં ATM (ઑટોમેટેડ ટેલર મશીન) ઊભાં કયાર઼્ હતાં અને ગોલ્ડ-બેઝ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ માર્કેટમાં મૂકી હતી. આ તમામ પગલાંને કારણે ૨૦૧૩ના અંત સુધીમાં ટર્કીની ફાઇનૅન્શિયલ સિસ્ટમમાં ૨૫૦ ટન સોનું ઉમેરાયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK