સોનામાં કડાકો : ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી

ટર્કીની નાણાકીય કટોકટીને પગલે ડૉલરની સેફ હેવન ડિમાન્ડથી ૧૪ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો : સોનુ દોઢ વર્ષના તળિયે પહોંચ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે ટર્કીથી ઇમ્ર્પોટ થતાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ડબલ ઇમ્ર્પોટ ડ્યુટી લગાડવાનો નિર્ણય લેતાં ટર્કીની ઇકૉનૉમી કડડડભૂસ થઈ હતી અને ટર્કીની કરન્સી લીરા ઑલટાઇમ લૉ સપાટીએ પહોંચતાં ડૉલરમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. ટર્કીની નાણાકીય કટોકટીને પગલે તમામ સ્ટૉકમાર્કેટ પણ તૂટ્યાં હતાં અને એકસાથે બધી ઍસેટ કલાકની લેવાલી ડૉલર તરફ વળી હતી અને ડૉલર સુધરતાં સોનું ૧૨૦૦ ડૉલરની સપાટી તોડીને દોઢ વર્ષના તળિયે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાની બજેટ ડેફિસિટ જુલાઈમાં વધીને ૭૭ અબજ ડૉલરે પહોંચી હતી જે ગત વર્ષે જુલાઈમાં ૪૨.૯ અબજ ડૉલર હતી. અમેરિકાનો ઇન્ફ્લેશન રેટ જુલાઈમાં વધીને ૨.૯ ટકાએ પહોંચ્યો હતો જે જૂનમાં પણ ૨.૯ ટકા હતો, પણ માર્કેટની ધારણા ત્રણ ટકાની હતી. અમેરિકાનો કોર ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને ૨.૪ ટકાએ પહોંચ્યો હતો જે જૂનમાં ૨.૩ ટકા હતો અને કોર ઇન્ફ્લેશન સપ્ટેમ્બર-૨૦૦૮ પછીની ઊંચાઈએ પહોંચ્યો હતો. બ્રિટનનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ સેકન્ડ ક્વૉર્ટરમાં છ વર્ષના તળિયે ૧.૩ ટકા રહ્યો હતો.  બ્રિટનની એક્સપોર્ટ જૂનમાં ૨.૭ ટકા વધી હતી અને ઇમ્ર્પોટ માત્ર ૦.૨ ટકા જ વધી હતી. બ્રિટનના નબળા ગ્રોથરેટ ડેટા અને ટર્કી લીરા ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ ૧૩ મહિનાની ઊંચાઈએ ૯૬.૫૦૫ થતાં સોનું ૧૭ મહિનાના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પૉલિસી હેઠળ વર્લ્ડના તમામ દેશો પર ટ્રેડ-નિયંત્રણો લાદવાના નિર્ણયને પગલે અત્યારે કરન્સી માર્કેટમાં સુનામી આવી ચૂકી છે. ટર્કિશ લીરા ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચતાં યુરોપિયન માર્કેટને મોટી અસર થઈ હતી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના કેટલાય લેન્ડર્સનું ટર્કીમાં એક્સપોઝર હોવાથી યુરો પણ ૧૩ મહિનાના તળિયે પહોંચ્યો હતો. રશિયા પર આર્થિક પ્રતિબંધની ધમકીને પગલે રુબલ બે વર્ષના તળિયે પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયન ડૉલર, બ્રિટિશ પાઉન્ડ પણ મલ્ટિમન્થ લો સપાટીએ પહોંચ્યા હતા. ભારતીય રૂપિયે ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચી ગયો હતો. તમામ કરન્સી એકસાથે તૂટતાં સ્વાભાવિક રીતે જ ડૉલર મજબૂત થવાનો છે. અત્યારે સોનું, જૅપનીઝ યેનનું સેફ હેવન સ્ટેટસ અમેરિકન ડૉલરે લેતાં વર્લ્ડનું તમામ ઇન્વેસ્ટમેન્ટ ડૉલર તરફ વળ્યું છે. અધૂરામાં પૂરું ટર્કીની ક્રાઇસિસથી તમામ સ્ટૉકમાર્કેટ પણ તૂટ્યાં હતાં. સોનું કરન્સી ક્રાઇસિસને કારણે વધુપડતું તૂટ્યું છે અને હજી વધુ તૂટી શકે છે. લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરો માટે સોનાનો નીચો ભાવ વધુ ને વધુ આકર્ષક બની રહ્યો છે.

સોનામાં દોઢ મહિના પછી ફરી ડિસ્કાઉન્ટ બોલાવા લાગ્યું

વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ સતત ઘટી રહ્યો હોવાથી ભારતીય બાયરો માર્કેટથી સાવ અળગા થઈ જતાં સોનામાં લંડનના ભાવની સરખામણીમાં વીતેલા સપ્તાહ દરમ્યાન પ્રતિ ઔંસ દોઢ ડૉલર ડિસ્કાઉન્ટ બોલાતું હતું જે અગાઉના સપ્તાહમાં દોઢ ડૉલર પ્રીમિયમ બોલાતું હતું. ભારતમાં સોનું ખરીદવાવાળાને હજી ભાવ ઘટવાની આશા હોવાથી તેઓ અત્યારે ખરીદીથી દૂર રહે છે. ચીનમાં સોનાનું પ્રીમિયમ વીતેલા સપ્તાહ દરમ્યાન પ્રતિ ઔંસ બેથી ત્રણ ડૉલર બોલાતું હતું જે અગાઉના સપ્તાહમાં એકથી બે ડૉલર જ હતું. હૉન્ગકૉન્ગમાં પણ સોનાનું પ્રીમિયમ વધ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK