ટ્રેડ-વૉરના ઉતાર-ચડાવથી સોનામાં વધ-ઘટનું ચલકચલાણું

રૂબલ, લીરા, યુરો-પાઉન્ડની મંદીથી ઘટેલું સોનું ગ્લોબલ ટ્રેડ ટેન્શન વધતાં સુધર્યું: અમેરિકાની ધમકીને નૉર્થ કોરિયા ઘોળીને પી જતાં ટેન્શન વધવાની શક્યતા

gold

ગ્લોબલ ટ્રેડ-વૉરનું ટેન્શન હવે માત્ર અમેરિકા-ચીન વચ્ચે જ નહીં, અમેરિકા અને અનેક દેશો વચ્ચે વધી રહ્યું છે. ખાસ કરીને ટર્કી સાથે ફ્રી ઍગ્રીમેન્ટની મંત્રણા પડી ભાંગતાં ટર્કીની કરન્સી લીરાનું મૂલ્ય ૧૪ ટકા ઘટીને ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યું હતું. રશિયન રૂબલ પણ ઘટીને બે વર્ષના તળિયે પહોંચ્યો હતો. યુરો અને પાઉન્ડ એકથી સવા વર્ષના તળિયે પહોંચતાં ડૉલરને મજબૂતી મળી હતી અને સોનું ઘટ્યું હતું, પણ ગ્લોબલ ટ્રેડ ટેન્શન વધતાં સેફ હેવન જૅપનીઝ યેનમાં લેવાલી વધતાં ડૉલર ઘટતાં સોનું ફરી સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

જપાનનો સેકન્ડ ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ ૦.૫ ટકા વધ્યો હતો જે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૨ ટકા ઘટ્યો હતો. માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. જપાનનો ગ્રોથરેટ ૨૦૧૭ના થર્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટ પછી સૌથી ઊંચો આવ્યો હતો. જપાનમાં હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન અને બિઝનેસ સ્પેન્ડિંગ વધતાં ગ્રોથરેટ વધ્યો હતો. જપાનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન જુલાઈમાં આઠ મહિનાની ઊંચાઈએ ૩.૧ ટકા વધ્યું હતું જે જૂનમાં ૨.૯ ટકા વધ્યું હતું. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી જુલાઈમાં ૦.૧ ટકા વધી હતી જે જૂનમાં અનચેન્જ્ડ રહી હતી. અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ મેળવનારાઓની સંખ્યામાં છ હજારનો ઘટાડો થયો હતો જે માર્કેટની ધારણા કરતાં ઘણો મોટો હતો. અમેરિકાનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન જુલાઈમાં અનચેન્જ્ડ રહ્યું હતું. જપાનના સ્ટ્રૉન્ગ ગ્રોથરેટને પગલે ડૉલર યેન સામે ઘટ્યો હતો; પણ યુરો, પાઉન્ડ, રૂબલ, ટર્કિશ લીરા વગેરે સામે સુધરતાં સોના પર ફરી દબાણ વધ્યું હતું. ૭

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પની પ્રેશર-ટેક્નિકથી ડૉલર સુધર્યો હતો, પણ હવે જે રીતે ગ્લોબલ ટ્રેડ ટેન્શન વધી રહ્યું છે એની મોટી અસર બહુ જ ટૂંકા ગાળામાં જોવા મળશે. રશિયા પર નવેસરથી આર્થિક પ્રતિબંધો લાદવાની અસરે રશિયન રૂબલ ડૉલર સામે બે વર્ષના તળિયે પહોંચ્યો હતો. ટર્કિશ ડેલિગેશન ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટને જાળવવા વૉશિંગ્ટનમાં અમેરિકી અધિકારીઓને મળ્યું હતું, પણ કોઈ સૉલ્યુશન ન નીકળતાં ટર્કિશ લીરા ફરી ઑલટાઇમ લો સપાટીએ પહોંચ્યો હતો. બ્રેક્ઝિટ પ્રોસેસમાં આવી રહેલી અડચણોને કારણે યુરો પંચાવન સપ્તાહના તળિયે અને પાઉન્ડ ૪૯ સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. આ તમામ કરન્સીઓ તૂટતાં ડૉલરને મજબૂતી મળી હતી અને ડૉલર ઇન્ડેક્સ ૫૬ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ફરી વેચવાલી વધી હતી. નૉર્થ કોરિયાએ ટ્રમ્પની ધમકીના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે અમેરિકાની આઉટડેટેડ પ્રેશર-ટેક્નિકથી ડીન્યુક્લિયરાઇઝેશન શક્ય નહીં બને. આમ અમેરિકા-નૉર્થ કોરિયા વચ્ચે ફરી ટેન્શન ઊભું થઈ શકે છે. ગ્લોબલ ટ્રેડ ટેન્શન અને પૉલિટિકલ ટેન્શન ગમે ત્યારે જ્વાળામુખીની જેમ ફાટી શકે છે જે સોનામાં સેફ હેવન બાઇંગ ટોચ પર લઈ જશે.

દેશમાં નવી ગોલ્ડ પૉલિસી બનાવવા ચક્રો ગતિમાન થયાં

દેશમાં સોના-ચાંદી સાથે સંકળાયેલા દરેક વર્ગને ફાયદો થાય એવી નવી ગોલ્ડ પૉલિસી ઘડવા માટેનાં સરકારી ચક્રો ગતિમાન થયાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, અમદાવાદમાં ચાલતા ઇન્ડિયન ગોલ્ડ પૉલિસી સેન્ટર દ્વારા આવતા સપ્તાહે સરકારને ગોલ્ડ પૉલિસી વિશેના ડીટેલ ઇનપુટ આપશે. ગુરુવારે મુંબઈમાં યોજાયેલા ઇન્ટરનૅશનલ જ્વેલરી શોમાં કૉમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ પણ ડોમેસ્ટિક ગોલ્ડ કાઉન્સિલ રચીને નવી ગોલ્ડ પૉલિસી ઘડવાની જાહેરાત કરી હતી. સુરેશ પ્રભુએ નવી પૉલિસીમાં જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કારીગરોથી માંડીને જ્વેલર્સ-બુલિયન ડીલર્સને સામેલ કરતી ડોમેસ્ટિક ગોલ્ડ કાઉન્સિલ રચવાની જાહેરાત કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK