ડોનલ્ડ ટ્રમ્પની ધમકીઓનું પ્રમાણ એકાએક વધતાં સોનામાં સુધારો

ચીન, ઈરાન, રશિયા, નૉર્થ કોરિયા, ટર્કી, મેક્સિકો, કૅનેડા તમામ દેશો ટ્રમ્પના રડારમાં : જૅપનીઝ યેનમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ડૉલર ગગડ્યો અને સોનું સુધર્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે વધુ ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર ટૅરિફ ડ્યુટી લાદી દીધા બાદ રશિયા પર ઑગસ્ટના એન્ડથી આર્થિક પ્રતિબંધ લાદવાની ધમકી આપી હતી, જ્યારે નૉર્થ કોરિયાને ડીન્યુક્લિરાઇઝેશન પ્રોસેસ ઝડપથી પૂરી કરવાની ધમકી આપી હતી. અગાઉ ટર્કી, કૅનેડા, મેક્સિકોને ટ્રેડ-ઍગ્રીમેન્ટ પૂરાં કરવાની અને ઈરાન પર આર્થિક પ્રતિબંધ લાદવાની ધમકીઓ ટ્રમ્પ દ્વારા અપાઈ ચૂકી છે. આમ ટ્રમ્પની ધમકીઓનું પ્રમાણ વધતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને સોનું સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૨.૧ ટકાએ પહોંચ્યું હતું જે જૂનમાં ૧.૯ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૧.૯ ટકાની હતી. મન્થ્લી બેઝ પર ઇન્ફ્લેશન જુલાઈમાં ૦.૩ ટકા વધ્યું હતું જે જૂનમાં ૦.૧ ટકા ઘટ્યું હતું. ચીનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન જુલાઈમાં ૪.૬ ટકાએ પહોંચ્યું હતું જે જૂનમાં ૪.૭ ટકા હતું અને માર્કેટની ધારણા ૪.૪ ટકાની હતી. જપાનના મશીનરી ઑર્ડર જૂનમાં ૮.૮ ટકા ઘટ્યા હતા જે મેમાં ૩.૭ ટકા ઘટ્યા હતા. છેલ્લા ચાર મહિનામાં ત્રણ વખત મશીનરી ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન વિતેલા સપ્તાહ દરમ્યાન સતત ચોથા સપ્તાહે ઘટી હતી. અમેરિકા-ચીન વચ્ચે નવેસરથી ટૅરિફવૉર શરૂ થતાં જૅપનીઝ યેનમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં યેન સામે ડૉલર ઘટ્યો હતો. વળી એશિયન સ્ટૉકમાર્કેટ ઘટતાં ડૉલર પર દબાણ વધ્યું હતું જેને કારણે સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ દરરોજ સવાર પડે ત્યારે નવાં-નવાં ઊંબાડિયાં ઊભાં કરી રહ્યાં છે. ૧૬ અબજ ડૉલરની વધારાની ચાઇનીઝ ચીજો પર ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડ્યા બાદ ટ્રમ્પે રશિયા પર ઑગસ્ટ એન્ડથી આર્થિક પ્રતિબંધો લાદવાની કવાયત હાથ ધરી છે. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશને નૉર્થ કોરિયાને નવેસરથી ધમકી આપી હતી કે ડીન્યુક્લિરાઇઝેશન પ્રોસેસ માટે અમેરિકા વધુ રાહ નહીં જુએ. ઈરાન પર આર્થિક પ્રતિબંધો લાગુ પાડ્યા બાદ એની અસર અનેક દેશોની ઇકૉનૉમી પર પડી રહી છે, એમ છતાં છેલ્લા દસ દિવસમાં એકથી વધુ વખત સોનામાં ઘટાડો ટકી શક્યો નથી જે બતાવે છે કે સોનાનાં ફન્ડામેન્ટ્સ મજબૂત હોવાથી સોનું વધુ ઘટશે નહીં. ટ્રમ્પનાં નવાં-નવાં ઊંબાડિયાંથી લાંબા સમય પછી જૅપનીઝ યેનમાં સેફ હેવન ડિમાન્ડ નીકળી હતી. ટ્રેડ-વૉર અને પૉલિટિકલ ટેન્શન વધશે તો સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધરશે અને ચીનનું વધેલું ઇન્ફ્લેશન આવનારા દિવસોમાં સોનામાં ઇન્ફ્લેશનની અસર દેખાડવી શરૂ કરશે. અમેરિકાની સ્ટ્રૉન્ગ ઇકૉનૉમી અને ડૉલરની મજબૂતીની અસર ઑલરેડી સોનામાં પણ થઈ ચૂકી છે. આથી શૉર્ટ ટર્મ સોનામાં હવે ૧૦ ડૉલરથી વધુ ઘટવાની શક્યતા ઓછી દેખાય છે.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પણ સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરવાની દોડમાં

ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલીએ ગયા વર્ષે બજેટમાં દેશમાં રેગ્યુલેટેડ ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાની વાત કહેતાં સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરવા દોડ શરૂ થઇ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ અને ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ અસોસિએશન સંયુક્ત રીતે સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરવા કાર્યવાહી કરી રહ્યાં છે ત્યારે જ નૅશનલ સ્ટૉક એક્સચેન્જે પણ સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાની વાત કહી હતી. નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર વિક્રમ લિમયેએ જણાવ્યું હતું કે અમે સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવા આતુર છે અને એને માટે અમારે કોઈ સાથે ટાઇ-અપ કરવું પડશે તો અમે એના માટે પણ ઓપન છીએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK