સોનું વર્ષાંરતે વધીને ૧૩૦૦ ડૉલર થશે : સ્ટાન્ડર્ડ બૅન્ક

શૉર્ટ ટર્મ સોનું ઘટીને ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી શકે, પણ ફિઝિકલ ડિમાન્ડના સપોર્ટથી ફરી ઉછાળો?

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સોનું વર્ષાંરતે વધીને ૧૩૦૦ ડૉલર થશે એવી આગાહી સ્ટાન્ડર્ડ બૅન્કના કૉમોડિટી સ્ટ્રૅટેજિસ્ટે કરી હતી. તેણે જણાવ્યું હતું કે ‘શૉર્ટ ટર્મ ડૉલરની તેજીથી સોનું ઘટીને ૧૨૦૦ ડૉલરની સપાટી તોડી શકે છે, પણ નીચા ભાવે ફિઝિકલ ડિમાન્ડનો સપોર્ટ આવતાં સોનું સુધરી શકે છે. વળી સોનાની સાઇક્લિકલ મંદીનો તબક્કો હવે પૂરો થવામાં છે અને અમેરિકન ઇન્ટરેસ્ટ-રેટ વધારાની અસર ઑલરેડી સોના પર થઈ ચૂકી છે.’

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકામાં જુલાઈ મહિનામાં ૧.૫૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જૂનમાં ૨.૪૮ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી અને માર્કેટની ધારણા જુલાઈમાં ૧.૯૦ લાખ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. જોકે અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ જુલાઈમાં ઘટીને ૩.૯ ટકા રહ્યો હતો જે જૂનમાં ચાર ટકા હતો. મે મહિનામાં અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ૧૮ વર્ષના તળિયે ૩.૮ ટકાએ પહોંચ્યો હતો. અમેરિકામાં વર્કરોના વેતન જુલાઈમાં ૦.૩ ટકા વધ્યા હતા જે જૂનમાં ૦.૧ ટકા ઘટ્યા હતા. અમેરિકાની એક્સપોર્ટ જૂનમાં ૦.૭ ટકા ઘટી હતી અને ઇમ્પોર્ટ ૦.૬ ટકા વધી હતી. એક્સપોર્ટમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતાં ટ્રેડ ડેફિસિટમાં ૭.૩ ટકાનો વધારો જૂનમાં નોંધાયો હતો. ટ્રેડ-વૉરની ઇફેક્ટ એક્સપોર્ટ પર દેખાવાની શરૂ થઈ છે. અમેરિકાનો સર્વિસ સેક્ટરનો ઑફિશ્યલ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) જુલાઈમાં ઘટીને ૫૫.૭ પૉઇન્ટ રહ્યો હતો જે જૂનમાં ૫૯.૧ પૉઇન્ટ હતો, જ્યારે પ્રાઇવેટ સર્વિસ PMI ઘટીને ૫૬ પૉઇન્ટ રહ્યો હતો જે પ્રિલિમનરી રીડિંગમાં ૫૬.૨ પૉઇન્ટ હતો. અમેરિકાના નબળા ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલરની તેજી અટકી હતી, પણ યુરો સવા મહિનાના તળિયે અને ટર્કીશ લીરા ઑલટાઇમ નીચી સપાટીએ પહોંચતાં ડૉલરને સપોર્ટ મળતાં ગઈ કાલે દિવસ દરમ્યાન સોનું વધ્યા બાદ ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો એના પ્રત્યુત્તરમાં ચીને ૬૦ અબજ ડૉલરની અમેરિકી પ્રોડક્ટ પર ડ્યુટી લાદી હતી. અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉર વધુ ને વધુ આગળ વધી રહી છે.

ટ્રેડ-વૉરને કારણે ચાઇનીઝ યુઆન એકધારો ઘટી રહ્યો હતો એ પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાની દરમ્યાનગીરીથી ઘટતો અટક્યો હતો, પણ ડૉલરની અન્ય પ્રતિસ્પર્ધી કરન્સી સતત ઘટી રહી છે. ટર્કીની કરન્સી લીરાનું મૂલ્ય ઑલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યું હતું. ટ્રેડ-વૉરને કારણે અમેરિકા સિવાયના તમામ દેશોની કરન્સીનું મૂલ્ય એકધારું તૂટી રહ્યું હોવાથી સોનું ગયા સપ્તાહે ઘટીને ૧૭ મહિનાની નીચી સપાટીએ ૧૨૦૪ ડૉલર થયું હતું. જો ડૉલર હજી મજબૂત થશે તો સોનું આવતા ચાર-પાંચ દિવસમાં ૧૨૦૦ ડૉલરની સપાટી તોડીને અંદર જઈ શકે છે, કારણ કે સોનાના સેઇફહવેન સ્ટેટ્સ પર ડૉલરની મજબૂતી હાવી છે. રોઇટરના ટેãક્નકલ ટીમના રિપોર્ટ અનુસાર સોનામાં ૧૨૦૬ ડૉલરના મથાળે સ્ટ્રૉન્ગ સપોર્ટ મળવાની શક્યતા છે. જો આ સપોર્ટ નહીં મળે તો સોનું ઘટીને ૧૧૯૪ ડૉલર થઈ શકે છે.

દેશમાં કાચા સોનાની ઇમ્પોર્ટ ચાલુ વર્ષે નવો રેકૉર્ડ બનાવશે

ભારતની ગોલ્ડ ડોરે (કાચું સોનું)ની ઇમ્પોર્ટ ચાલુ વર્ષે નવો રેકૉર્ડ બનાવશે એવું ઇન્ડસ્ટ્રિયલ એક્સપર્ટનું માનવું  છે. સરકારે ભારતમાં સોનાના રિફાઇનિંગને પ્રોત્સાહન આપવા સોના કરતાં ડોરેની ઇમ્પોર્ટ ડ્યુટી ૦.૬૫ ટકા ઓછી રાખી હોવાથી ચાલુ વર્ષે ગોલ્ડ ડોરેની ઇમ્પોર્ટ વધીને ૩૦૦ ટન થવાની ધારણા છે જે ગયા વર્ષે ૨૫૦ ટન થઈ હતી. ૨૦૧૪માં સોનાની કુલ ઇમ્પોર્ટમાં ડોરેનો હિસ્સો માત્ર ૫.૬ ટકા હતો જે વધીને ચાલુ વર્ષે ૪૦ ટકાએ પહોંચવાની ધારણા છે. દેશની સોનાની કુલ ઇમ્પોર્ટ ચાલુ વર્ષે ૭૫૦ લાખ ટન આસપાસ થવાની ધારણા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK