૨૦૧૮માં હજી ઇન્ટરેસ્ટ-રેટ બે વખત વધારવાની ફેડની જાહેરાતથી સોનામાં ઘટાડો

અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટામાં વધારો થયો

gold1

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૧૮માં વધુ બે વખત ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની જાહેરાત કરતાં અમેરિકન ટેન યર બૉન્ડ યીલ્ડ ત્રણ ટકાની સપાટીએ પહોંચતાં આવનારા દિવસોમાં ડૉલર વધુ મજબૂત બનશે એ ધારણામાં સોનામાં વેચવાલી વધી હતી. બૅન્ક ઑફ જપાન અને ECB (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની પૉલિસી ધારણાથી વિપરીત આવતાં ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બન્યો હતો જે સોનાના ઘટાડાનું કારણ બન્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) જુલાઈમાં ઘટીને ત્રણ મહિનાના તળિયે ૫૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૬૦.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૯.૨ પૉઇન્ટની હતી. પ્રાઇવેટ માર્કેટ મૅન્યુફૅક્ચરિંગ PMI પણ જુલાઈમાં ઘટીને ૫૫.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૫.૫ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર અને એક્સપોર્ટ ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. ટ્રેડ-વૉરની અસર અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર પર પડવાની શરૂ થઈ ચૂકી છે. અમેરિકાના કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગમાં જૂનમાં ૧.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરમાં જુલાઈમાં ૨.૧૯ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેમાં જૂનમાં ૧.૮૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાના મિક્સ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલર સ્ટેડી રહ્યો હતો અને સોનું પણ રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકન ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ-રેટ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. પણ સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કર્યા બાદ ૨૦૧૮નો ચોથો ઇન્ટરેસ્ટ-રેટનો વધારો ડિસેમ્બરમાં કરવામાં આવશે એવું સ્ટેટમેન્ટ ફેડની મીટિંગ પછી આપવામાં આવ્યું હતું. ફેડે ઇન્ફ્લેશન બે ટકાની આસપાસ અને ગ્રોથરેટ સ્ટ્રૉન્ગ રહેવાનો મેસેજ આપ્યો હતો. ટ્રેડ-વૉરની અસરે ઇકૉનૉમીને અસરને મૅનેજ કરી શકાશે એવું ફેડનું સ્ટેટમેન્ટ આવતાં અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ ફરી ત્રણ ટકાની સપાટીએ પહોંચી ગયું હતું. જોકે ડૉલર સ્ટેડી રહ્યો હતો, કારણ કે ડૉલરના મૂલ્યમાં સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીની અસર ઑલરેડી થઈ ચૂકી છે. બૅન્ક ઑફ જપાન અને ચ્ઘ્ગ્ની પૉલિસી માર્કેટની ધારણા કરતાં વિપરીત આવી હોવાથી કરન્સી માર્કેટમાં કોઈ ઊથલપાથલ થઈ નથી. આ સંજોગોમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની પૉલિસી જ સોનાની માર્કેટ માટે નિર્ણાયક સાબિત થશે. સોનું હાલ શૉર્ટ ટર્મ રેન્જબાઉન્ડ રહેવાના ચાન્સિસ વધારે છે.

ભારતની ગોલ્ડની ડિમાન્ડ સેકન્ડ ક્વૉર્ટરમાં આઠ ટકા ઘટી

ભારતની ગોલ્ડની ડિમાન્ડ સેકન્ડ ક્વૉર્ટરમાં ગયા વર્ષના સેકન્ડ ક્વૉર્ટરથી આઠ ટકા ઘટીને ૧૮૭.૨ ટન રહી હોવાનું WGC (વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ)એ જણાવ્યું હતું. ૨૦૧૭ના સેકન્ડ ક્વૉર્ટરમાં ભારતની ગોલ્ડની ડિમાન્ડ ૨૦૨.૬ ટન રહી હતી. વૅલ્યુની દૃષ્ટિએ સેકન્ડ ક્વૉર્ટરમાં ભારતની ગોલ્ડની ડિમાન્ડ ૫૨,૬૯૨ કરોડ રૂપિયાની નોંધાઈ હતી જે ગયા વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમાં ૫૨,૭૫૦ કરોડ રૂપિયાની રહી હતી. ભારતની જ્વેલરીની ડિમાન્ડ પણ સેકન્ડ ક્વૉર્ટરમાં આઠ ટકા ઘટીને ૧૪૭.૯ ટન રહી હતી જે ગયા વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૬૧ ટન રહી હતી. ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ પાંચ ટકા ઘટીને ૩૯.૩ ટન અને રીસાઇકલ્ડ ગોલ્ડની ડિમાન્ડ આઠ ટકા વધીને ૩૨ ટન રહી હતી. સેકન્ડ ક્વૉર્ટરમાં અક્ષયતૃતીયા અને લગ્નની સીઝનની ડિમાન્ડ સારી હતી, પણ ત્યાર બાદ અધિક માસને કારણે સોનાની ડિમાન્ડ સુસ્ત રહી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK