ચાઇનીઝ ગુડ્સ પર વધારાની ટૅરિફ લાગુ પાડવાના ડોનલ્ડ ટ્રમ્પના નિર્ણયથી સોનામાં મંદી અટકી

સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું : સ્ટ્રૉન્ગ ડૉલરની અસર સોનામાં ડિસ્કાઉન્ટ થવા લાગી

mayur

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ ગુડ્સ પર પચીસ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડવાનો નિર્ણય લેતાં ટ્રેડ-વૉર આક્રમક બની હતી. અગાઉ ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરના ચાઇનીઝ ગુડ્સ પર ૧૦ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડવાની વાત કહી હતી. જપાન, ચીન અને ભારતના નબળા મૅન્યુફૅક્ચરિંગ ડેટાને કારણે ડૉલર સુધર્યો હતો, પણ હવે સ્ટ્રૉન્ગ ડૉલરની અસર સોનામાં ડિસ્કાઉન્ટ થવા લાગી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો પ્રાઇવેટ કેઝિન મૅન્યુફૅક્ચરિંગ PMI (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) જુલાઈમાં ઘટીને આઠ મહિનાના તળિયે ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૧ પૉઇન્ટ હતો. જોકે ચીનનું ઇન્ડસ્ટિÿયલ આઉટપુટ જૂનમાં પાંચ ટકા વધ્યું હતું. જપાનનો નિક્કી મૅન્યુફૅક્ચરિંગ PMI જુલાઈમાં ઘટીને ૧૧ મહિનાના તળિયે ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૩ પૉઇન્ટ હતો. ભારતનો પ્રાઇવેટ નિક્કી મૅન્યુફૅક્ચરિંગ PMI જુલાઈમાં ઘટીને ૫૨.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં છ મહિનાની ઊંચાઈએ ૫૩.૧ પૉઇન્ટ રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ PMI જુલાઈમાં ખાસ્સોએવો ઘટીને બાવન પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૭.૪ પૉઇન્ટ હતો. અમેરિકાની પર્સનલ ઇન્કમ જૂનમાં ૦.૪ ટકા અને પર્સનલ સ્પેન્ડિંગ પણ જૂનમાં ૦.૪ ટકા વધ્યાં હતાં. અમેરિકા સાથે અન્ય દેશોની ટ્રેડ-વૉરની મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર પર મોટી અસર જોવા મળી રહી છે જેને કારણે ચાઇનીઝ યુઆન સહિત અમેરિકાની તમામ પ્રતિસ્પર્ધી કરન્સી ઘટી રહી હોવાથી સોનું પણ ઘટી રહ્યું છે, પણ હવે ટ્રેડ-વૉરની ઇમ્પૅક્ટ વધતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ વધી રહ્યું હોવાથી સોનામાં ઘટાડો ટકી શકતો નથી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પે હવે ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર ૧૦ ટકાને બદલે પચીસ ટકા ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડવાનો નિર્ણય લેતાં ટ્રેડ-વૉરની ઇમ્પૅક્ટ વધશે. ટ્રમ્પના આ નિર્ણયને પગલે ચાઇનીઝ યુઆન વધુ ઘટ્યો હતો. ટ્રેડ-વૉરની ઇમ્પૅક્ટ વધતાં લગભગ તમામ મોટા દેશોનાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર્સને મોટો ધક્કો પહોંચ્યો છે. ઑસ્ટ્રેલિયન મૅન્યુફૅક્ચરિંગ PMI જુલાઈમાં ખાસ્સોએવો ઘટતાં ઑસ્ટ્રેલિયન ડૉલર તૂટ્યો હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરની મંદીને કારણે દરેક દેશની કરન્સી તૂટી રહી છે અને ડૉલર મજબૂત બની રહ્યો હોવાથી સોનું ઘટી રહ્યું હતું, પણ હવે આ તમામ ઇમ્પૅક્ટ સોનાના ભાવ પર ઑલરેડી થઈ ચૂકી છે. સોનું છેલ્લા ત્રણ મહિનામાં આઠ ટકાથી વધુ તૂટ્યા બાદ સોનામાં વધુ મંદી થવા માટે તેમ જ ડૉલરને વધુ મજબૂત થવા માટે સ્ટ્રૉન્ગ કારણોની જરૂર પડશે જે હવે માર્કેટ પાસે નથી. આથી જ સોનામાં હવે ઘટાડો ટકી શકતો નથી જે બતાવે છે કે સોનું હવે સુધારા માટે સુસજ્જ બની રહ્યું છે, પણ કોઈ સ્ટ્રૉન્ગ કારણની જરૂર છે. સોનું સુધરે એવું નાનું કારણ પણ હવે સોનામાં સ્પ્રિંગ જેવો ઉછાળો આપશે.

GSTના અમલ બાદ ગોલ્ડનું સ્મગલિંગ ઘટ્યું હોવાનો સરકારનો દાવો

GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના અમલ બાદ ભારતમાં ગોલ્ડનું સ્મગલિંગ ઘટ્યું હોવાનો દાવો સરકાર તરફથી રાજ્યસભામાં સ્ટેટ લેવલના ફાઇનૅન્સ મિનિસ્ટર શિવપ્રતાપ શુક્લાએ કર્યો હતો. તેમણે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ‘GSTના અમલ બાદ ૨૦૧૭ની પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં કુલ ૩૬૩૪.૫૦ કિલો ગોલ્ડ પકડાયું હતું જેની કિંમત ૧૦૭૮.૭૦ કરોડ રૂપિયા થાય છે. રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના કડક ચેકિંગ અને સરકારના પ્રયત્નોને કારણે ગોલ્ડના સ્મગલિંગનો ગ્રોથ અટક્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK