અમેરિકાના બુલિશ ગ્રોથરેટ ડેટાથી સોનામાં જળવાતી નરમાઈ

ચાલુ સપ્તાહમાં જાહેર થનારી ફેડ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને બૅન્ક ઓફ જપાનની ઇકૉનૉમિક પૉલિસી સોનાના ભાવિ માટે મહત્વની : જપાનના રીટેલ સેલ્સમાં સતત આઠમા મહિને વધારો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચતાં ફેડરલ રિઝર્વની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાની શક્યતા વધતાં સોનામાં નરમાઈ જળવાયેલી રહી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું છેલ્લા ત્રણ મહિનામાં આઠ ટકા અને વધ્યા ભાવથી ૧૧ ટકા ઘટ્યું હોવાથી હવે સોનામાં વધુ ઘટાડા માટે સ્ટ્રૉન્ગ કારણની જરૂર છે. સોનું છેલ્લાં બે સપ્તાહથી ૧૨૧૧થી ૧૨૨૪ ડૉલરની રેન્જમાં અથડાઈ રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટનો ઍડ્વાન્સ એસ્ટિમેટ ૪.૧ ટકા રહ્યો હતો જે છેલ્લાં ચાર વર્ષનો સૌથી હાઇએસ્ટ હતો જે ફર્સ્ટ ક્વૉર્ટરમાં બે ટકા રહ્યો હતો. યુરોઝોન કન્ઝ્યુમર્સ કૉન્ફિડન્સ ઇન્ડેક્સ જુલાઈમાં આઠ મહિનાની નીચી સપાટીએ માઇનસ ૬ પૉઇન્ટ રહ્યો હતો જે ગત મહિને પણ આ સપાટીએ જ હતો. યુરોઝોન બિઝનેસ ક્લાઇમેટ ઇન્ડેક્સ જુલાઈમાં ૧૧ મહિનાની નીચી સપાટીએ ૦.૦૯ ટકા ઘટીને ૧.૨૯ પૉઇન્ટ રહ્યો હતો, માર્કેટની ધારણા ૧.૩૫ પૉઇન્ટની હતી. યુરોઝોન ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર જુલાઈમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૧૧૨.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૧૧૨.૩ પૉઇન્ટ હતો. જપાનના રીટેલ સેલ્સમાં સતત આઠમા મહિને વધારો નોંધાયો હતો, રીટેલ સેલ્સમાં જુલાઈમાં ૧.૮ ટકાનો વધારો થયો હતો જેમાં મે મહિનામાં ૦.૬ ટકા અને માર્કેટની ધારણા ૧.૬ ટકા વધારાની હતી. અમેરિકાનો ગ્રોથરેટ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલરની મજબૂતીથી સોનું સોમવારે રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ


ફેડ, બૅન્ક ઑફ જપાન અને બૅન્ક ઑફ ઇગ્લૅન્ડના આવતા ત્રણ-ચાર દિવસમાં આવનારા પૉલિસી ડિસિઝન સોનાની માર્કેટ માટે બહુ જ મહત્વનાં પુરવાર થશે. અમેરિકન ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગનું આઉટકમ બુધવારે આવશે. બૅન્ક ઑફ જપાનની મીટિંગનું આઉટકમ મંગળવારે અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની મીટિંગનું આઉટકમ ગુરુવારે આવશે. અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ ચાર વર્ષની ઊંચાઈએ પહોંચતાં મંગળવારથી શરૂ થતી બે દિવસની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધવાના ચાન્સિસ વધ્યા છે. ૨૦૧૮માં અત્યાર સુધીમાં ફેડે બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે, નિર્ધારિત પ્લાન અનુસાર ૨૦૧૮માં હજી એક વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો થશે, પણ અમેરિકાની બુલિશ ઇકૉનૉમી જોતાં કદાચ હજી બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવા ફેડ-મેમ્બરો તૈયાર થાય તો ઑગસ્ટમાં જ ત્રીજો ઇન્ટરેસ્ટ રેટવધારો જાહેર થશે. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવું મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માની રહ્યા છે. જપાનના બુલિશ રીટેલ સેલ્સના ડેટા નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીનું ભાવિ નક્કી કરી શકે છે. આ ત્રણેય મીટિંગો ડૉલર અને એની સ્પર્ધાત્મક કરન્સીનું ભાવિ નક્કી કરશે અને સોનાનું ભાવિ અત્યારે ડૉલરની તેજી-મંદી પર મહદંશે નિર્ભર છે.

ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ વધારવા ડોમેસ્ટિક કાઉન્સિલ રચાશે

દેશની ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ નીરવ મોદી સ્કૅમને કારણે ધીમી પડી હોવાના રિપોર્ટને પગલે કૉમર્સ મિનિસ્ટર સુરેશ પ્રભુએ ગોલ્ડ જ્વેલરીની એક્સપોર્ટ વધારવા ડોમેસ્ટિક કાઉન્સિલ રચવાનો નિર્ણય લીધો હતો. આ કાઉન્સિલની પહેલી મીટિંગ પહેલી ઑગસ્ટે યોજાશે. ૨૦૧૭-’૧૮માં ભારતીય ગોલ્ડ જવેલરીની એક્સપોર્ટ છ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી જે ગ્રોથ ૨૦૧૮-’૧૯માં પણ ચાલુ રહે એ માટે આ કાઉન્સિલ મહત્વના નિર્ણયો લઈ એના અમલ માટે પગલાં ભરશે એવી જાહેરાત સુરેશ પ્રભુએ તાજેતરમાં જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અવૉર્ડ સમારોહમાં કરી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK