અમેરિકી ડૉલરમાં તેજીનો વિશ્વાસ તૂટતાં સોનું સુધારાની રાહે

બૅન્ક ઓફ જપાનની પૉલિસી-ચેન્જની ધારણાને પગલે ડૉલર સામે યેન સુધર્યો : અમેરિકાના એક્ઝિસ્ટિંગ હોમસેલ્સના ડેટા નબળા આવ્યા

gold

કૉમોડિટી કરન્ટ - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પની સ્ટ્રૉન્ગ ડૉલર વિરુદ્ધની કમેન્ટ બાદ ડૉલરની તેજી પરનો વિશ્વાસ તૂટી રહ્યો હોવાથી સોનું ધીમી ગતિએ સુધારાની રાહે આગળ વધી રહ્યું છે. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ ધારણાએ અમેરિકી ટેન યર બૉન્ડ સુધરતાં સોમવારે ઓવરનાઇટ ડૉલર સુધર્યો હતો, પણ આ સુધારો માત્ર ૬થી ૮ કલાક જ ટકી શક્યો અને ડૉલર ફરી ઘટવા લાગતાં સોનું સુધર્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના અક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં જૂનમાં સતત ત્રીજે મહિને ઘટાડો જોવા મળ્યો હતો. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સમાં જૂનમાં ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો, માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ જુલાઈમાં ઘટીને ૫૧.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૩ પૉઇન્ટ હતો. જપાની યેન ઘટતાં સતત બીજે મહિને એક્સપોર્ટ ઑર્ડરમાં ઘટાડો નોંધાયો હતો. યુરો ઝોનનો કન્ઝ્યુમર્સ મોરલ ઇન્ડેક્સ જુલાઈમાં આઠ મહિનાની નીચી સપાટીએ માઇનસ ૦.૬ પૉઇન્ટ રહ્યો હતો, માર્કેટની ધારણા માઇનસ ૦.૭ પૉઇન્ટ રહેવાની હતી. અમેરિકન ટેન યર બૉન્ડ યીલ્ડ વધીને પાંચ સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં ડૉલર સુધર્યો હતો અને સોનું ફરી ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પની ફેડ વિરુદ્ધની કમેન્ટ છતાં ડૉલરની તેજીએ બે દિવસ વિરામ લીધા બાદ ફરી આગેકૂચ શરૂ કરી હતી. ડોનલ્ડ ટ્રમ્પની ટીકા છતાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ગ્રૅજ્યુઅલી વધારતું રહેશે એવી માર્કેટની ધારણાને પગલે અમેરિકન ટેન યર બૉન્ડના યીલ્ડમાં ઉછાળો નોંધાયો હતો જેને પગલે ઑસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ, કૅનેડા અને ગ્રીસના ટેન યર યીલ્ડ પણ વધ્યા હતા. સ્વાભાવિક રીતે જ બૉન્ડ માર્કેટ વધતાં સોનામાં ઇન્વેસ્ટરોનું આકર્ષણ ઓછું થાય છે અને સોનું વેચીને ઇન્વેસ્ટરો બૉન્ડ ખરીદવા દોડે છે. ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશન ડૉલરને વધુ સ્ટ્રૉન્ગ બનતો રોકવા ઠોસ કદમ ભરે એ અગાઉ હજી ડૉલરમાં ઊભરા જેવા ઉછાળા આવશે અને એ વખતે સોનું પણ ઘટશે. સોનામાં હાલની ૧૨૧૫થી ૧૨૩૫ ડૉલરની સપાટી અને ભારતમાં ૩૦ હજાર રૂપિયા આસપાસના ભાવ લૉન્ગ ટર્મ ખરીદી માટેની શ્રેષ્ઠ તક ગણી શકાય. બૅન્કના ઇન્ટરેસ્ટ કરતાં આવતા સવાથી દોઢ વર્ષમાં સોનામાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ ફાયદો કરાવશે, પણ શરત એટલી જ કે રિટર્ન મળવા વિશે વધુ લોભને બદલે સ્ટ્રીક સ્ટ્રૅટેજી બનાવીને ઇન્વેસ્ટ કરશો તો જ ફાયદો થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK