અમેરિકન ઇકૉનૉમીના બુલિશ રિપોર્ટથી સોનું એક વર્ષના તળિયે પહોંચ્યું

ફેડના ચૅરમૅન જેરમી પૉલે અમેરિકી સેનેટ સમક્ષ ઇકૉનૉમીનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યું : બ્રિટનમાં થેરેસા મેની સરકાર સામે ફરી પૉલિટિકલ પડકારો આવવાની શક્યતાએ બ્રિટિશ પાઉન્ડ ઘટ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકન ફેડરલ રિઝવર્નાલ ચૅરમૅન જેરમી પૉલે સેનેટ સમક્ષ ફૂલગુલાબી ઇકૉનૉમિક ચિત્ર રજૂ કરતાં ડૉલરને વધુ મજબૂતી મળી હતી. જેરમી પૉલે ગ્રૅજ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ વધારવાની દરખાસ્ત મૂકતાં ડૉલર આગળ જતાં વધુ મજબૂત બનશે એ શક્યતાએ સોનામાં મોટી વેચવાલી આવતાં ભાવ એક વર્ષના તળિયે પહોંચ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન જૂનમાં ૦.૬ ટકા વધ્યું હતું જે મેમાં ૦.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા પ્રમાણે જ વધ્યું હતું. ખાસ કરીને મોટર વેહિકલ અને એના પાર્ટ્સનું ઉત્પાદન વધતાં એની અસર ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં જોવા મળી હતી. અમેરિકાનો હાઉસિંગ માર્કેટ ઇન્ડેક્સ માર્કેટની ધારણા પ્રમાણે જુલાઈમાં ૬૮ પૉઇન્ટે સ્થિર રહ્યો હતો. બ્રિટનનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૪૨ વર્ષની નીચી સપાટીએ ફેબ્રુઆરી-મે ક્વૉર્ટરમાં પણ યથાવત રહ્યો હતો અને વર્કરોના વેતનમાં પણ આ ક્વૉર્ટરમાં ૨.૫ ટકાનો વધારો થયો હતો, પણ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેને પાર્લમેન્ટમાં બ્રેક્ઝિટ માટેના ટ્રેડ-બિલ વિશે બહુ જ પાતળી બહુમતી મળતાં બ્રિટિશ પાઉન્ડ ડૉલર સામે ૦.૮ ટકા ઘટ્યો હતો. વળી ફેડના ચૅરમૅન જેરમી પૉલના સેનેટ સમક્ષ બુલિશ ઇકૉનૉમી બતાવતા વક્તવ્ય પછી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બનતાં સોનું મંગળવારે ઓવરનાઇટ એક વર્ષના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકી ફેડના ચૅરમૅન જેરમી પૉલના સેનેટની બૅન્કિંગ કમિટી સમક્ષના સેમી ઍન્યુઅલ પૉલિસી રિપોર્ટમાં સ્ટ્રૉન્ગ ગ્રોથ વિશેની કમેન્ટથી ડૉલરનું મૂલ્ય સુધર્યું હતું. જેરમી પૉલે જણાવ્યું હતું કે ઇકૉનૉમિક ક્રાઇસિસ પહેલાં અમેરિકાની ઇકૉનૉમિક કન્ડિશન હતી એના કરતાં પણ અત્યારે બુલિશ છે, ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી અને ફાઇનૅન્શિયલ કન્ડિશન ગ્રોથ માટે એકદમ અનુકૂળ છે તેમ જ ટ્રમ્પ ઍડ્મિનિસ્ટ્રેશનની ટૅક્સ અને સ્પેન્ડિંગ પૉલિસી પણ ગ્રોથને સપોર્ટ કરનારી છે. એકમાત્ર વિવિધ દેશો સાથેના ટ્રેડ-ડિસ્પ્યુટની અસરને ઓછી કરવા ફેડે ગ્રૅજ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ વધારવા પડશે. જેરમી પૉલના વક્તવ્ય બાદ સોનું વર્લ્ડ માર્કેટમાં તૂટીને એક વર્ષના તળિયે પહોંચ્યું હતું. અત્યારે સોનાની માર્કેટમાં ડૉલરનું પ્રભુત્વ ટોચ પર હોવાથી ડૉલર સુધરતાં જ સોનું વધુ ઘટ્યું હતું. બ્રિટનમાં બ્રેક્ઝિટ પ્રોસેસ મુદ્દે ચાલી રહેલી પૉલિટિકલ ક્રાઇસિસ અને યુરો ઝોનની ઇકૉનૉમિક અનિશ્ચિતતા જોતાં ડૉલર શૉર્ટ ટર્મ વધુ સ્ટ્રૉન્ગ બનશે જે સોનાના ભાવને નીચા રાખશે, પણ વર્લ્ડના દરેક દેશમાં વધી રહેલું ઇન્ફ્લેશન અને યુરોપ-જપાન વચ્ચે થયેલા ફ્રી-ટ્રેડ ઍગ્રીમેન્ટથી સોનામાં લૉન્ગ ટર્મ મોટો સુધારો જોવા મળશે એથી આ લેવલ સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો બેસ્ટ સમય ગણી શકાય.

સોનાએ ૩૦ હજાર રૂપિયાની અને ચાંદીએ ૩૮ હજાર રૂપિયાની સપાટી તોડી

વર્લ્ડ માર્કેટમાં અમેરિકી ડૉલરની તેજી સામે સોનાના ભાવ એક વર્ષના તળિયે પહોંચતાં મુંબઈ માર્કેટમાં પણ સોનાના ભાવ ગગડી ગયા હતા. મુંબઈમાં સોનાનો ભાવ ગઈ કાલે ૩૫૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ કિલોના ૨૯૮૫૫ રૂપિયા થયો હતો જે સોમવારે ૩૦,૨૦૫ રૂપિયાનો ભાવ હતો જ્યારે ચાંદીનો ભાવ ગઈ કાલે ૬૩૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૭૯૩૫ બોલાયા હતા જે સોમવારે ૩૮૫૭૦ રૂપિયાનો ભાવ હતો. સોનાનો ભાવ મે મહિનાના અંતે મુંબઈમાં પ્રતિ ૧૦ ગ્રામ ૩૧ હજાર રૂપિયાથી વધુ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૩૯ હજાર રૂપિયાથી વધુ હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK