અમેરિકામાં રીટેલ સેલ્સના ડેટા સ્ટ્રૉન્ગ હોવાથી સોનામાં પીછેહઠ

ટ્રેડ-ડિસ્પ્યુટથી ડૉલરને સતત ફાયદો થઈ રહ્યો હોવાથી સોનામાં ઘટતું આકર્ષણ: યુરોપ અને જપાનના ઇન્ફ્લેશનના ડેટા બાદ સોનાના ભાવને નવી દિશા મળશે

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલરને વધુ મજબૂતી મળશે એ ધારણાએ સોનામાં પીછેહઠ જોવા મળી હતી. અમેરિકા અને ચીનના ડિસ્પ્યુટને કારણે અત્યાર સુધી ડૉલરને ફાયદો થયો હોવાથી અત્યારે સોનામાં ઇન્વેસ્ટરોને કોઈ આકર્ષણ રહ્યું નથી. ટ્રેડ-વૉરની સેફ હેવન ડિમાન્ડ સોના કરતાં અમેરિકી ડૉલરમાં વધુ રહી હતી. લોકલ માર્કેટમાં મુંબઈમાં સોનાનો ભાવ ૧૨૫ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૦,૨૦૫ અને ચાંદીનો ભાવ ૨૪૦ રૂપિયા ઘટીને પ્રતિ કિલો ૩૮,૫૭૦ રૂપિયા રહ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના રીટેલ સેલ્સમાં જૂનમાં ૦.૫ ટકાનો વધારો થયો હતો જે મેમાં ૧.૩ ટકા થયો હતો. અમેરિકાની બિઝનેસ-ઇન્વેન્ટરીમાં મેમાં ૦.૪ ટકાનો વધારો થયો હતો જે એપ્રિલમાં ૦.૩ ટકાનો વધારો થયો હતો. ચીનમાં ૭૦ મોટાં શહેરોમાં હોમપ્રાઇસ સતત તેત્રીસમા મહિને જૂનમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા, જૂનમાં હોમપ્રાઇસ પાંચ ટકા વધ્યા હતા જે મેમાં ૪.૭ ટકા વધ્યા હતા. બ્રિટનનાં વડા પ્રધાન થેરેસા મેએ પાર્લમેન્ટમાં વિશ્વાસનો મત જીતી લેતાં બ્રિટિશ પાઉન્ડ અમેરિકી ડૉલર સામે સુધર્યો હતો જેને કારણે કરન્સી બાસ્કેટમાં ડૉલર સ્ટેડી રહેતાં સોનું દિવસ દરમ્યાન રેન્જ-બાઉન્ડ જ રહ્યું હતું, પણ સોનું સાંજે ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


ડોનલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચેની શિખરમંત્રણા સફળતાપૂવર્કમ પૂરી થતાં આગામી દિવસોમાં ચીન પર અમેરિકાનું દબાણ વધી શકે છે. અમેરિકા અને ચીન વચ્ચેનો ટ્રેડ-ગૅપ દૂર કરવા ટ્રમ્પનાં હવે પછીનાં સ્ટેપ આક્રમક હશે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે ટ્રેડ-ડિસ્પ્યુટને કારણે વર્લ્ડ ઇકૉનૉમીના મીડિયમ ટર્મ ગ્રોથ પ્રોસ્પેક્ટ નબળા પડવાના અને ઇકૉનૉમિક રિકવરીમાં અવરોધ સર્જા‍વાની ભીતિ વ્યક્ત કરી હતી, પણ ટ્રેડ-ડિસ્પ્યુટનો ટ્રૅકરેકૉર્ડ બતાવે છે કે અમેરિકી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બની રહ્યો છે એથી હવે માત્ર ને માત્ર અન્ય દેશોની કરન્સી સામે ડૉલરની સ્થિતિ કેવી રહે છે એના પર જ સોનામાં તેજી-મંદી થશે. અમેરિકી ઇન્ફ્લેશન અને રીટેલ સેલ્સના ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. હવે યુરો ઝોન અને જપાનના બે-ત્રણ દિવસમાં જાહેર થનારા ઇન્ફ્લેશન ડેટા બન્ને દેશોના ઇન્ટરેસ્ટ રેટનું ભાવિ નક્કી કરશે જે સોના માટે અગત્યના સાબિત થશે. બન્ને દેશોનું ઇન્ફ્લેશન વધશે તો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સમય નજીક આવતાં ડૉલર પર દબાણ વધશે અને સોનું સુધરશે.

ભારતની ગોલ્ડબારની ઇમ્પોટ જૂનમાં ૨૧૩ ટકા ઊછળી

ભારતની સોનાની ઓવરઑલ ઇમ્પોટ ૨૦૧૮ના આરંભથી ઘટી રહી છે પણ જૂન મહિનામાં ગોલ્ડબારની ઇમ્પોટમાં એકાએક મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જેમ્સ-જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડેટા અનુસાર ભારતમાં જૂનમાં ૫૦૭૮.૧૨ કરોડ રૂપિયાના ગોલ્ડબારની ઇમ્પોટ થઇ હતી જે ગયા વર્ષે જૂનમાં ૧૬૨૧.૧૯ કરોડ રૂપિયાની થઇ હતી. રૂપી ટર્મમાં ૨૧૩ ટકાનો અને ડૉલર ટર્મમાં ગોલ્ડબારની ઇમ્પોટમાં ૧૯૯ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK