અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરથી યેન સામે ડૉલરની મજબૂતીથી સોનું વધુ ઘટ્યું

અમેરિકન ઇકૉનૉમીના સ્ટ્રૉન્ગ ડેટાથી ઇન્વેસ્ટરોને ટ્રેડ-વૉરમાં ડૉલરમાં દેખાતી વધુ સલામતી : જપાનીઝ યેન ડૉલર સામે ગગડીને સાડાછ મહિનાના તળિયે પહોંચ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉરને કારણે જપાનીઝ યેન અમેરિકી ડૉલર સામે ગગડીને સાડાછ મહિનાના તળિયે પહોંચતાં સોનું વધુ ઘટ્યું હતું. વર્લ્ડના તમામ ઇન્વેસ્ટરોને અત્યારે અમેરિકી ઇકૉનૉમીના સ્ટ્રૉન્ગ ડેટાને કારણે સૌથી વધુ સલામતી ડૉલરમાં દેખાઈ રહી હોવાથી ડૉલર સ્ટ્રૉન્ગ બની રહ્યો છે જે સોનાની તેજી માટે અવરોધક હોવાથી સોનામાં સુધારો ટકી શક્યો નહોતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસ જૂનમાં યર-ટુ-યર ૩.૪ ટકા વધ્યા હતા, જે વધારો નવેમ્બર-૨૦૧૧ પછીનો સૌથી મોટો એટલે કે સાડાછ વર્ષનો સૌથી મોટો ઉછાળો હતો. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસમાં જૂનમાં મન્થ્લી ૦.૩ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં મેમાં ૦.૫ ટકાનો વધારો થયો હતો. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરીમાં મેમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં એપ્રિલમાં ૦.૧ ટકાનો વધારો થયો હતો. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશનમાં વીતેલા સાહ દરમ્યાન ૨.૫ ટકાનો વધારો નોંધાયો હતો. ચીનમાં વેહિકલ સેલ્સ એકધારું વધી રહ્યું છે, મેમાં ૯.૬ ટકાના વધારા બાદ જૂનમાં ૪.૮ ટકાનો વધારો નોંધાયો હતો. કૅનેડાએ ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને કી રેટને દોઢ ટકા કર્યો હતો. અમેરિકાના પ્રોડ્યુસર્સ પ્રાઇસમાં સાડાછ વર્ષનો ઉછાળો આવતાં ડૉલર જપાનીઝ યેન સામે સાડાછ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો. અમેરિકા-ચીન ટ્રેડ-વોરની ક્રાઇસિસ વધી રહી હોવાથી ઇન્વેસ્ટરોનો ડૉલર પ્રત્યેનો વિશ્વાસ વધી રહ્યો છે જેને કારણે સોનું ફરી ઘટવા લાગ્યું છે. બુધવારે સોનું ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ ૧૨૪૦.૮૯ ડૉલરે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ ઇકૉનૉમીનો સંકેત આપે છે એની વિરુદ્ધ ટ્રેડ-વૉરને કારણે અનેક દેશોની ઇકૉનૉમી નબળી પડી રહી છે. ગુરુવારે રશિયન રૂબલ અને બ્રાઝિલિયન રિયલનું મૂલ્ય ડૉલર સામે એક ટકા ઘટ્યું હતું. ચાઇનીઝ યુઆન છેલ્લા ૨૦ દિવસથી સતત ઘટી રહ્યો છે. જપાનીઝ યેન ડૉલર સામે સાડાછ મહિનાના તળિયે પહોંચ્યો હતો. અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપની ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર અમેરિકન ઇન્વેસ્ટરોએ તાજેતરમાં કૉમોડિટી ફન્ડમાંથી એક અબજ ડૉલર પરત ખેંચ્યા હતા, પણ આ નાણાંનું થોડું રોકાણ પ્રેશિયસ મેટલમાં થયું હતું પણ મોટું રોકાણ ડૉલરમાં થયું હતું, કારણ કે ટ્રેડ-વૉરની સ્થિતિમાં હજી પણ ઇન્વેસ્ટરો માની રહ્યા છે કે ડૉલરમાં થયેલુ રોકાણ જ વધુ સલામત બની રહેશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક (ECB) ઇન્ટરેસ્ટ રેટ ક્યારે વધારશે એ વિશે હજી ચ્ઘ્ગ્ના મેમ્બરો જ અવઢવભરી સ્થિતિમાં છે. કેટલાક મેમ્બરો જુલાR-૨૦૧૯ સુધીમાં ઇન્ટરેસ્ટ રેટ વધારવાના મતના છે તો કેટલાક ઑક્ટોબર-નવેમ્બર-૨૦૧૯ સુધી ઇન્ટરેસ્ટ રેટ નહીં વધે એવું માને છે. આવી અવઢવભરી સ્થિતિને કારણે યુરો પણ ડૉલર સામે ૦.૫૯ ટકા ઘટ્યો હતો. આમ ડૉલર નબળો પડે એના સ્ટ્રૉન્ગ કારણો જ્યાં સુધી ઊભાં નહીં થાય ત્યાં સુધી સોનામાં તેજી થવી મુશ્કેલ છે.

સોનું ચાર દિવસમાં ૫૦૫ રૂપિયા અને ચાંદી ૮૯૫ રૂપિયા તૂટી

અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ-વૉરને કારણે અનેક દેશોની કરન્સી નબળી પડતાં ડૉલરને મજબૂતી મળી રહી હોવાથી વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. ભારતીય માર્કેટમાં પણ છેલ્લા ચાર દિવસથી સોનું-ચાંદી એકધારા ઘટી રહ્યાં છે. મુંબઈ માર્કેટમાં ગઈ કાલે સોનાનો ભાવ ઘટીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૦,૨૯૫ રૂપિયા હતો જે ચાર દિવસ અગાઉ સોમવારે ૩૦,૮૦૦ રૂપિયા હતો. સોનામાં ચાર દિવસમાં ૫૦૫ રૂપિયા ઘટ્યા હતા. ચાંદીનો ભાવ ગઈ કાલે ઘટીને પ્રતિ કિલોના ૩૮,૭૬૫ રૂપિયા હતો જે સોમવારે ૩૯,૬૬૦ રૂપિયા હતો. ચાર દિવસમાં ચાંદીમાં ૮૯૫ રૂપિયા ઘટ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK