બ્રિટનમાં પૉલિટિકલ ક્રાઇસિસથી પાઉન્ડ ડૉલર સામે ગગડતાં સોનામાં પીછેહઠ

બ્રેક્ઝિટ મામલે ફૉરેન મિનિસ્ટરના રાજીનામાથી થેરેસા મેની સરકારની ક્રાઇસિસ વધી : ટ્રમ્પે નૉર્થ કોરિયા મુદ્દે ચીનની દખલગીરીનો તીખો વિરોધ કરતાં ટ્રેડ-વૉરની કડવાહટ વધી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

બ્રેક્ઝિટની સાહજિક પ્રોસેસ માટે બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેના પ્રયત્નો બૂમરેન્ગ સાબિત થયા હતા અને બ્રેક્ઝિટ મૅનેજરના રાજીનામા બાદ ફૉરેન મિનિસ્ટરનું પણ રાજીનામું આવી પડતાં થેરેસા મે સરકારની ક્રાઇસિસ વધી હતી જેને પગલે બ્રિટિશ પાઉન્ડ તૂટતાં અમેરિકી ડૉલરની મંદીને બ્રેક લાગી હતી. બૅન્ક ઑફ જપાનના ઇઝી મૉનિટરિંગ પૉલિસીના વ્યુથી જૅપનીઝ યેન પણ તૂટ્યો હતો. આમ, ડૉલરને મજબૂતી મળતાં સોનું વધ્યા મથાળેથી ઘટ્યું હતું. મુંબઈમાં સોનું ૨૮૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૦,૫૨૦ રૂપિયા અને ચાંદી ૫૫૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૯,૧૦૫ રૂપિયા રહી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ત્રણ મહિનાની ઊંચાઈએ જૂનમાં યર-ટુ-યર ૧.૯ ટકા વધ્યો હતો જે મેમાં ૧.૮ ટકા વધ્યો હતો, જ્યારે ચીનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ છ મહિનાની ઊંચાઈએ જૂનમાં ૪.૭ ટકા વધ્યો હતો જે અગાઉના મહિને ૪.૧ ટકા વધ્યો હતો. ચીનના બન્ને પ્રાઇસ ઇન્ડેક્સમાં વધારો થતાં સોનામાં લૉન્ગ ટર્મ સૉલીડ તેજીના ચાન્સિસ વધી રહ્યા છે. બ્રિટનમાં બ્રેક્ઝિટ (બ્રિટનનું યુરોપિયન યુનિયનથી અલગ પડવું) મામલે ઊભી થયેલી રાજકીય કટોકટીથી બ્રિટિશ પાઉન્ડ તૂટતાં અમેરિકી ડૉલરના ઘટાડાને બ્રેક લાગી હતી. બૅન્ક ઑફ જપાનના ગવર્નર હરુહીકો કુરાડોએ અલ્ટ્રા લૂઝ મૉનિટરી પૉલિસી ચાલુ રાખવાની જાહેરાત કરતાં જૅપનીઝ કરન્સી અમેરિકી ડૉલર સામે સાત સપ્તાહના તળિયે પહોંચતાં ડૉલરને સપોર્ટ મળ્યો હતો. પાઉન્ડ અને યેન સામે અમેરિકી ડૉલર સુધરતાં સોનાની તેજીને બ્રેક લાગી હતી અને પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉરના કારણે રિલેશનમાં આવેલી કડવાહટ અને બ્રિટનમાં ઊભી થયેલી રાજકીય કટોકટી, બન્ને ઘટનાઓ વધુ વકરશે તો સોનામાં સેફ હેવન ડિમાન્ડ મોટેપાયે વધશે. અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર ખાળવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ બન્ને દેશોએ એકબીજા પર લાગુ પાડેલી ઇમ્પોર્ટ ટૅરિફનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. ટ્રમ્પે ચીન પર સીધો આક્ષેપ કર્યો હતો કે નૉર્થ કોરિયાને ડીન્યુક્લિયરાઇઝેશન કરવાના અમેરિકી પ્રયાસોને નિષ્ફળ બનાવવા ચીન કાવતરાં કરી રહ્યું છે. આગામી દિવસોમાં બન્ને દેશો વચ્ચે આવી આક્ષેપબાજી વધી શકે છે જે સમગ્ર વિશ્વમાં ટેન્શન ઊભું કરશે. બ્રિટનમાં બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના રાજીનામાના ૨૪ કલાકમાં જ ફૉરેન મિનિસ્ટર બોરિશ જૉન્સનનું રાજીનામું આવતાં થેરેસા મેની સરકાર કટોકટીમાં આવી ચૂકી છે. બ્રેક્ઝિટ પ્રોસેસની ડેડલાઇન ૨૦૧૯ની ૨૯ માર્ચ અગાઉ આખી પ્રોસેસ સાહજિક રીતે પાર પડે એ માટે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે ગુડ્સના ટ્રેડ માટે સહકાર સાધવા પ્રયાસ કર્યો હતો જેમાં સર્વિસનું ટ્રેડ સામેલ નહોતું. જે બે નેતાઓએ રાજીનામું આપ્યું તેમની દલીલ છે કે યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે કોઈ ટ્રેડ-ડીલ થવું ન જોઈએ, કારણ કે એનાથી બ્રેક્ઝિટનો હેતુ સિદ્ધ નહીં થાય અને બ્રિટનની ઇકૉનૉમીનો લાર્જ પાર્ટ યુરોપિયન યુનિયનના નિયંત્રણમાં રહેશે.

GSTના અમલ બાદ ગોલ્ડનું સ્મગલિંગ વધ્યું હોવાનો દાવો

GST (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ના અમલ બાદ દેશમાં ગોલ્ડનું સ્મગલિંગ વધ્યું હોવાનો દાવો અનેક સેક્ટરમાંથી થયો છે. મલબાર ગોલ્ડ ઍન્ડ ડાયમન્ડના ચૅરમૅને જણાવ્યું હતું કે ‘GSTના અમલ બાદ ગોલ્ડ સ્મગલિંગમાં મોટો વધારો થયો છે. કૅર (CARE - ક્રેડિટ ઍનૅલિસીસ ઍન્ડ રિસર્ચ) રેટિંગ્સના ચીફ ઇકૉનૉમિસ્ટે જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનાથી ગોલ્ડની ઇમ્પોર્ટ સતત ઘટી રહી છે જે બતાવે છે કે અનઑથોરાઇઝ્ડ (સ્મગલિંગ) ચૅનલ દ્વારા ગોલ્ડની ઇમ્પોર્ટ વધી રહી છે. KPMG (કેલ્યનવેલ્ડ પીટ માર્વિક ગોરડેલર) ઇન્ડિયાના વડાએ જણાવ્યું હતું કે ‘દેશનાં વિવિધ ઍરપોર્ટ પર અનઑફિશ્યલ ગોલ્ડ સીઝરની ઘટનાઓ વધી રહી છે એ બતાવે છે કે GSTના અમલ બાદ દેશમાં ગોલ્ડ સ્મગલિંગમાં મોટેપાયે વધારો થયો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK