અમેરિકન ડૉલરમાં તેજીને એકાએક બ્રેક: સેફ હેવન ડિમાન્ડ વધવાથી સોનામાં સુધારો

ટેક્નિકલ ઍનૅલિસ્ટો બતાને છે ૧૨૬૮થી ૧૨૭૭ ડૉલરની નવી રેન્જ : અમેરિકી અનએમ્પ્લૉયમેન્ટ રેટ જૂનમાં બે ટકા વધતાં ડૉલર ત્રણ સપ્તાહના તળિયે

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી અનએમ્પ્લૉયમેન્ટ રેટ જૂનમાં ૩.૮ ટકાથી વધીને ચાર ટકા થતાં અમેરિકી ડૉલરની તેજી એકાએક તૂટી હતી અને ડૉલરનું મૂલ્ય કરન્સી બાસ્કેટમાં ત્રણ સપ્તાહના તળિયે પહોંચતાં સોનામાં અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ-વૉર અને બ્રેક્ઝિટ મૅનેજરના રાજીનામાને કારણે સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને સોનું સુધર્યું હતું. મુંબઈ માર્કેટમાં સોનું ૧૨૦ રૂપિયા સુધરીને ૩૦,૮૦૦ રૂપિયા અને ચાંદી ૩૫૫ રૂપિયા સુધરીને ૩૯,૬૬૦ રૂપિયા બંધ રહી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની ફૉરેક્સ રિઝવર્‍ જૂનમાં અણધારી ૧.૫૧ અબજ ડૉલર વધીને ૩.૧૧૨ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી. માર્કેટની ધારણા ફૉરેક્સ રિઝર્વમાં ૧૦.૬ અબજ ડૉલરનો ઘટાડો થવાની હતી. મે મહિનામાં ફૉરેક્સ રિઝવર્‍ ૧૪.૨૩ અબજ ડૉલર ઘટી હતી. ચીન અને અમેરિકા વચ્ચેના ટ્રેડ-વૉરને પગલે ચીને ફૉરેક્સ રિઝર્વમાં વધારો કર્યો હતો. ચીનનું ઇન્ફ્લેશન જૂનમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૨.૫ ટકાએ પહોંચ્યું હતું જે મે મહિનામાં બે ટકા હતું. અમેરિકાની એક્સપોર્ટ મેમાં ૧.૯ ટકા વધીને ફરી રેકૉર્ડબ્રેક ઊંચાઈએ પહોંચી હતી જ્યારે ઇમ્પોર્ટ મે મહિનામાં ૦.૪ ટકા વધી હતી. એકસપોર્ટ વધતાં ટ્રેડ ડેફેસિટ દોઢ વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ જૂનમાં વધીને ચાર ટકાએ પહોંચ્યો હતો જે મેમાં ૩.૮ ટકા હતો. અમેરિકન વર્કરોને મળતું વળતર જૂનમાં ૦.૨ ટકા વધીને પ્રતિ કલાક ૨૬.૯૮ ડૉલર થયું હતું જે મેમાં ૦.૩ ટકા વધ્યું હતું. અમેરિકામાં જૂનમાં ૨.૧૩ લાખ નવી નોકરી ઉમેરાઈ હતી, મેમાં ૨.૪૪ લાખ નવી નોકરી ઉમેરાવાની હતી, પણ ઇકૉનૉમિસ્ટોની ધારણા જૂનમાં ૧.૯૫ લાખ જ નવી નોકરીઓ ઉમેરાવાની હતી. અનએમ્પ્લૉયમેન્ટ રેટ વધતાં ડૉલર ત્રણ સાહના તળિયે જતાં સોનું વધીને બે સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકી ડૉલર ઘટતાં ક્લિયરકટ સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. વર્લ્ડની સૌથી મોટી બે ઇકૉનૉમી અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ-વૉરને કારણે દરેક દેશના ઇકૉનૉમિક ગ્રોથ પર એની અસર પડશે. નજીકના ભવિષ્યમાં અમેરિકા સાથે યુરોપિયન દેશો, કૅનેડા, મેક્સિકો અને અન્ય દેશોના ટ્રેડ ડિસ્પ્યુટ વધશે જેને કારણે ઇકૉનૉમિક ક્રાઇસિસ વધશે. બ્રેક્ઝિટ (બ્રિટનનું યુરોપિયન યુનિયનથી અલગ થવું)ના સેક્રેટરી ડેવિડ ડેવિસનું રાજીનામું આવતાં બ્રિટનનાં પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેના મનસૂબાને ધક્કો પહોંચ્યો હતો. નૉર્થ કોરિયાનું ડીન્યુક્લિરાઇઝેશન અને ઈરાન પર આર્થિક પ્રતિબંધના વિવાદો હજી ઊભા છે. ઓવરઑલ ક્રાઇસિસ ઊભા કરતા અનેક મુદ્દાઓ અનિર્ણીત હોવાથી સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધવાનાં અનેક કારણો ઊભાં થઈ શકે છે. સોનું ગયા સપ્તાહે ઘટીને ૧૨૩૭.૩૨ ડૉલર થયા બાદ અત્યારે ૧૨૬૫ ડૉલર નજીક પહોંચી ગયું છે. રૉયટરના ટેક્નિકલ ઍનૅલિસ્ટો ૧૨૬૮થી ૧૨૭૭ ડૉલરની નવી રેન્જ બતાવી રહ્યા છે. આમ સોનામાં હવે ઘટવાનાં કારણો કરતાં વધવાનાં કારણોનું જોર વધી રહ્યું છે.

ભુતાન બૉર્ડરથી રોડમાર્ગે ભારતમાં થતું ગોલ્ડ-સ્મગલિંગ પકડાયું


સોનાની ૧૦ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને કારણે ગોલ્ડ-સ્મગલરોને તગડી કમાણી થતી હોવાથી સોનાના સ્મગલિંગ માટે નવા-નવા અનેક રસ્તાઓ શોધાઈ રહ્યા છે. સરકારે ગોલ્ડ-સ્મગલિંગને રોકવા દરેક ઍરપોર્ટ પર સઘન ચેકિંગ-વ્યવસ્થા ગોઠવી હોવાથી હવે ભુતાન બૉર્ડરથી રોડમાર્ગે થતું સ્મગલિંગ રેવન્યુ ઇન્ટેલિજન્સે પકડ્યું હતું. પિમ બંગાળના સિલિગુડી એરિયામાં રેવન્યુ ઇન્ટેલિજન્સે બે વ્યક્તિ પાસેથી એક કિલોગ્રામના દસ સોનાના બાર પકડ્યા હતા જેની કિંમત ૩.૧૮ કરોડ રૂપિયા થતી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK