અમેરિકા-ચીન ટ્રેડ-વૉરની ડેડલાઇન નજીક આવતાં સોનામાં મજબૂતી યથાવત

અમેરિકાના નૉર્થ કોરિયા-ઈરાન સાથેના વિવાદનું ભાવિ હજી અનિર્ણીત હોવાથી સોનામાં વેચવાલી અટકી : યુરો ઝોનમાં પ્રાઇવેટ સેકટરનો ગ્રોથ વધતાં ડૉલર ઘટ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ-વૉરની ડેડલાઇન શુક્રવારે હોવાથી સોનામાં મજબૂતી યથાવત રહી હતી. અમેરિકા અને ચીને એકબીજા દેશોમાંથી ઇમ્પોર્ટ થતી ચીજો પર ૨૫ ટકા ટૅરિફ લગાડી છે, એનો અમલ શુક્રવારથી થવાનો હોવાથી સોનું મજબૂત રહ્યું હતું. અમેરિકાના નૉર્થ કોરિયા અને ઈરાન સાથેના વિવાદનું ભાવિ અનિર્ણીત હોવાથી સોનામાં ઊંચા મથાળે વેચવાલી અટકી હતી એથી ભાવ મજબૂત રહ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો એરિયાના પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ જૂનમાં વધીને ૫૪.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૪.૮ પૉઇન્ટ હતો અને મેમાં ૫૪.૧ પૉઇન્ટ હતો. જૂનમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ મે મહિનાના ૫૩.૮ પૉઇન્ટથી વધીને ૫૫.૨ પૉઇન્ટે પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો, પણ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ મે મહિનાના ૫૫.૫ પૉઇન્ટથી ઘટીને ૫૪.૯ પૉઇન્ટ થતાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો બૉન્ડબાઇંગ પ્રોગ્રામ વર્ષના અંતે પાછો ખેંચવાનો પ્લાન થોડો વિલંબિત બની શકે છે. બ્રિટનનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ જૂનમાં વધીને આઠ મહિનાની ઊંચાઈએ ૫૫.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૫૪ પૉઇન્ટ હતો. બૅન્ક ઑફ જપાનના બોર્ડ-મેમ્બર યુકાટા હરાડાએ ઇન્ટરેસ્ટ રેટના વધારાને અત્યારે જોખમી બતાવતાં યેન વધુ ગગડ્યો હતો જેને કારણે ડૉલરને મજબૂતી મળતાં કરન્સી બાસ્કેટમાં ડૉલર સુધરતાં સોનાની તેજીને બ્રેક લાગી હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

સોનું ત્રણ સાહમાં ૭૦ ડૉલર ઘટ્યા બાદ ૩૬ કલાકમાં ૨૪ ડૉલર સુધર્યું હતું. અમેરિકાના ચીન, કૅનેડા, મેક્સિકો અને યુરોઝોન સાથેની ટ્રેડ-વૉર ઉપરાંત નૉર્થ કોરિયા તથા ઈરાનનો પ્રશ્ન હજી સંપૂર્ણપણે ઉકેલાયો નથી. સિંગાપોરમાં ૧૨ જૂને ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની મંત્રણા બાદ ડીન્યુક્લિયરાઇઝેશન બાબતે કોઈ પ્રગતિ થઇ નથી એથી અમેરિકી સ્ટેટ ઑફ સેક્રેટરી માઇક પોમ્પો આ બાબતનું ડેવલપમેન્ટ જાણવા નૉર્થ કોરિયા ભણી રવાના થઈ ચૂક્યા છે. ઈરાનના પ્રેસિડન્ટ હુસેન રૂહાનીએ ટ્રમ્પની આર્થિક પ્રતિબંધની ધમકીની ઐસી કી તૈસી કરીને તેના ન્યુક્લિયર કાર્યક્રમની જાણકારી કોઈ પણ એજન્સીને આપવાનો ઇનકાર કરી દીધો છે. અમેરિકા-ચીન, બન્ને દેશોની ચીજો પરની ઇમ્પોર્ટ ટૅરિફ લાગુ પાડવાનો સમય નજીક આવી ચૂક્યો હોવાથી હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાના અમલ થયા બાદ વર્લ્ડ ટ્રેડ પરની અસર જોવા મળશે. આમ હજી અનેક પ્રકારની ક્રાઇસિસનો ભય ઝળૂંબી રહ્યો હોવાથી સોનામાં વધુપડતો મંદીનો વેપાર કરવો અતિ જોખમી બની શકે છે. દરેક ઘટનાની સોનાની માર્કેટ પર અલગ-અલગ અસર પડશે એથી ઘટાડે સોનું ખરીદનારને કમાણીના અનેક મોકા મળતા રહેશે.

ભારતની સોનાની ઇમ્પોર્ટ જૂનમાં ૨૫ ટકા ઘટીને ૫૪ ટન નોંધાઈ

રૂપિયાની નરમાઈને કારણે વિશ્વબજારમાં સોનું સસ્તું હોવા છતાં અહીં એની અસર બહુ જ ઓછી થઈ હોવાથી સોનાની ડિમાન્ડમાં કોઈ નોંધપાત્ર વધારો ન થતાં જૂન મહિનામાં ભારતની સોનાની ઇમ્પોર્ટ જૂનમાં ૨૫ ટકા ઘટીને ૫૪ ટન જ નોંધાઈ હતી. સરકારે લાદેલા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સના બોજાની અસરે જ્વેલરી માર્કેટમાં ડિમાન્ડ સતત ઘટી રહી છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી જૂનમાં સોનાની ઇમ્પોર્ટ ૩૪૩ ટન જ નોંધાઈ છે જે ગયા વર્ષના આ સમયગાળાથી ૪૦ ટકા ઓછી છે. દેશની સોનાની ઇમ્પોર્ટનું સ્થાન હવે બીજાથી ત્રીજા ક્રમે પહોંચ્યું છે. સૌથી વધુ ઇમ્પોર્ટ ક્રૂડતેલની અને ત્યાર બાદ બીજા ક્રમે સ્માર્ટફોન અને ટીવીની ઇમ્ર્પોટે લીધું છે. અગાઉ બીજા ક્રમે સોનાની ઇમ્પોર્ટ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK