સોનું સાત મહિનાના તળિયેથી ઊંચકાઈને એક સપ્તાહની ઊંચાઈએ

એકધારો સ્ટ્રૉન્ગ બની રહેલો અમેરિકી ડૉલર પટકાતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી : વર્લ્ડ માર્કેટમાં સોનું ૨૪ કલાકમાં ૨૧ ડૉલર ઊછળ્યું

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

સોનું સાત મહિનાના તળિયેથી ઊંચકાઈને એક સપ્ïતાહની ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકા સાથે અનેક દેશોની ટ્રેડ-વૉરથી ઊભી થયેલી ક્રાઇસિસની અસર સ્ટ્રૉન્ગ બની રહેલા ડૉલરને કારણે ડિસ્કાઉન્ટ થઈ રહી હતી, પણ ડૉલરની પીછેહઠ શરૂ થતાં જ સોનામાં એકસાથે સેફ હેવન ડિમાન્ડ નીકળતાં વર્લ્ડ માર્કેટમાં સોનું છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ ડૉલર વધ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનનો સર્વિસ સેક્ટરનો પ્રાઇવેટ કેક્શિન પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) જૂનમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૫૩.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૫૨.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૨.૭ પૉઇન્ટની હતી. ચીનના બુલિશ સર્વિસ સેક્ટરના ડેટાને પગલે કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૫૩ પૉઇન્ટ થયો હતો. ભારતનો સર્વિસ સેક્ટરનો PMI જૂનમાં વધીને એક વર્ષની ઊંચાઈએ ૫૨.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૪૯.૬ પૉઇન્ટ હતો. જપાનનો સર્વિસ સેક્ટરનો PMI જૂનમાં વધીને ૫૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૫૧ પૉઇન્ટ હતો. અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જુલાઈમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૫૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જૂનમાં ૫૩.૯ પૉઇન્ટ હતો. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ઑર્ડરમાં મેમાં ૦.૪ ટકાનો વધારો નોંધાયો હતો જે એપ્રિલમાં ૦.૪ ટકા ઘટ્યો હતો યુરો ઝોન ઇન્ફ્લેશન વધ્યા બાદ પ્રોડ્યુસર્સ પ્રાઇસ પણ વધતાં યુરો સુધર્યો હતો આ ઉપરાંત ઑસ્ટ્રેલિયન-ન્યુ ઝીલૅન્ડના ડૉલર પણ સુધર્યા હતા અને અમેરિકી ડૉલર પર દબાણ વધતાં સોનું બુધવારે સતત બીજે દિવસે સુધરીને એક સપ્ïતાહની ઊંચાઈએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ


સોનું અંતે બાઉન્સબૅક થયું છે. મંગળવારે સોનું વર્લ્ડ માર્કેટમાં સાત મહિનાના તળિયે ૧૨૩૭.૩૨ ડૉલર થયા બાદ બુધવારે સવારે એક સપ્ïતાહની ઊંચાઈએ ૧૨૫૮ ડૉલરની સપાટીને કુદાવી ગયું છે. સોનું ૨૪ કલાકમાં ૨૧ ડૉલર કરતાં વધારે સુધર્યું છે. અમેરિકાના ચીન, યુરોપ, મેક્સિકો, કૅનેડા, ભારત અને અન્ય દેશો સાથે ટ્રેડ-ડિસ્પ્યુટને સોનાએ સ્ટ્રૉન્ગ ડૉલરને કારણે ડિસ્કાઉન્ટ કર્યું હતું, પણ ઇકૉનૉમિક ક્રાઇસિસ અને વધી રહેલું ઇન્ફ્લેશનનું કારણ વધારે સમય ડિસ્કાઉન્ટ ન થઈ શકે એટલે સોનું બાઉન્સબૅક થયું છે. હવે પછી ડૉલરનો દરેક ઘટાડો સોનામાં સ્પ્રિંગ જેવો ઉછાળો આપશે, કારણ કે સોનું આર્ટિફિશ્યલ રીતે દબાયેલું હતું. સોનામાં હજી લાંબી સળંગ તેજીનો તબક્કો આવવાનો બાકી હોવાથી દરેક ઉછાળે નફો બુક કરવો હિતાવહ બની રહેશે. દરેક ઘટાડે સોનું ખરીદીને ૧૫થી ૨૦ ડૉલરના ઉછાળે પ્રૉફિટબુકિંગ કરનારાઓ અત્યારે સોનામાં સારીએવી કમાણી કરી શકશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK