ડૉલર નબળો પડતાં સોનામાં બાઉન્સબૅક

અમેરિકા સાથે અનેક દેશોની ટ્રેડ-વૉરની સેફ હેવન ડિમાન્ડ ડૉલર તૂટતાં સોનામાં મોટા પ્રમાણમાં નીકળી : સોનાની એકધારી મંદીને લાંબા સમય પછી બ્રેક લાગી

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ડૉલર નબળો પડતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ નીકળતાં સોનું સ્પ્રિંગની જેમ ઊછળ્યું હતું. સોમવારે ઓવરનાઇટ સોનું ઘટીને ૧૨૩૭ ડૉલર નજીક પહોંચ્યું હતું જેમાં મંગળવારે દિવસ દરમ્યાન મોટી ડિમાન્ડ નીકળતાં સાંજે સોનું વધીને વર્લ્ડ માર્કેટમાં ૧૨૫૦ ડૉલર નજીક પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


અમેરિકાનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) જૂનમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૬૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મેમાં ૫૮.૭ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૮.૪ પૉઇન્ટની હતી. પ્રાઇવેટ મૅન્યુફૅક્ચરિંગ મારકિટ PMI જૂનમાં વધીને ૫૫.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે પ્રિલિમિનરી અંદાજમાં ૫૪.૬ પૉઇન્ટ હતો, પણ મેમાં ૫૬.૪ પૉઇન્ટ હતો. અમેરિકી કન્સ્ટ્રક્શન સ્પેન્ડિંગ મેમાં ૦.૪ ટકા વધ્યું હતું જે એપ્રિલમાં ૦.૯ ટકા ઘટ્યું હતું. અમેરિકાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને પગલે ડૉલરની મજબૂતી યથાવત્ રહી હતી. ખાસ કરીને અમેરિકા દ્વારા યુરોપિયન વેહિકલ પર ઇમ્પોર્ટ ટૅરિફને પગલે યુરોપિયન સ્ટૉકમાર્કેટ અને યુરોની નરમાઈથી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બન્યો હતો. ઓસ્ટ્રેલિયન-ન્યુ ઝીલૅન્ડ ડૉલર અને યુઆન સામે અમેરિકી ડૉલરની મજબૂતીથી સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા અને અન્ય દેશો વચ્ચેની ટ્રેડ-વૉર હવે પરાકાષ્ઠાભરી સ્થિતિએ પહોંચી છે. ડોનલ્ડ ટ્રમ્પ સામે ઇન્ટરનૅશનલ કમ્યુનિટી અને અમેરિકાના ઇન્ટર્નલ ઑર્ગેનાઇઝેશનો તરફથી વિરોધ વધી રહ્યો છે. ટ્રમ્પે વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)ને ધમકી આપી હતી કે અમેરિકાને WTO દ્વારા કોઈ પણ પ્રકારનો અન્યાય થશે તો અમે સાંખી નહીં લઈએ, અન્યાય થશે તો અમે WTO સામે પગલાં લેશું. યુરોપિયન યુનિયને અમેરિકા દ્વારા યુરોપિયન વેહિકલ પર લગાડેલી ઇમ્પોર્ટ ટૅરિફનો વિરોધ કરીને જણાવ્યું હતું કે અમારી ઑટો ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું નુકસાન થશે. યુરોપિયન યુનિયનના વિરોધ બાદ તરત ટ્રમ્પે WTOને ધમકી આપી હતી. અમેરિકન ચેમ્બર ઑફ કૉમર્સે જાહેર નિવેદનમાં જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ઊભા કરવામાં આવેલા ગ્લોબલ ટ્રેડ ડિસ્પ્યુટથી અમેરિકન ઇકૉનૉમી પર બહુ જ ખરાબ અસર પડશે. આમ અત્યારે ટ્રેડ-વૉરને કારણે ઇકૉનૉમિક ક્રાઇસિસ ઊભી થઈ છે, પણ સોનામાં સેફ હેવન બાઇંગ ઝીરો છે, કારણ કે ડૉલરની મજબૂતી હાવી છે. વર્લ્ડ માર્કેટમાં મેના મધ્યમાં સોનું ૧૩૨૫ ડૉલર અને ફેબ્રુઆરીના મધ્યમાં સોનું ૧૩૬૦ ડૉલરની સપાટીએ પહોંચ્યું હતું એ સોનું મંગળવારે ઘટીને ૧૨૩૭ ડૉલર થયું હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે સોનાની હાલની સપાટીએ હવે ઘટાડાની જગ્યા બહુ જ ઓછી છે અને સુધારાની જગ્યા ઘણી જ મોટી હોવાથી અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય ગણી શકાય.

લોકલ માર્કેટમાં સોનું એક સપ્તાહમાં ૨૯૫ રૂપિયા અને ચાંદી ૭૮૦ રૂપિયા ઘટી

વર્લ્ડ માર્કેટમાં ડૉલર સ્ટ્રૉન્ગ બની રહ્યો હોવાથી સોના-ચાંદીનો ભાવ એકધારો ઘટી રહ્યો હોવાથી એની અસરે લોકલ માર્કેટમાં પણ સોના-ચાંદીનો ભાવ ઘટ્યો હતો. જોકે રૂપિયાની નરમાઈને કારણે વર્લ્ડ માર્કેટની સરખામણીમાં અહીં સોના-ચાંદીનો ભાવ ઓછો ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ એક સપ્તાહમાં પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૫ રૂપિયા ઘટ્યો હતો. એક સપ્તાહ અગાઉ મુંબઈમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૦૭૧૦ રૂપિયા હતો જે ગઈ કાલે ઘટીને ૩૦,૪૧૫ હતો. એક સપ્તાહમાં ૦.૦૯ ટકા ઘટ્યો હતો, પણ વર્લ્ડ માર્કેટમાં એક સપ્તાહમાં સોનું અઢી ટકા ઘટ્યું હતું. ચાંદીનો ભાવ એક સપ્તાહમાં પ્રતિ કિલો ૭૮૦ રૂપિયા ઘટ્યો હતો. એક સપ્તાહ અગાઉ પ્રતિ કિલો ચાંદીનો ભાવ ૩૯,૮૨૦ રૂપિયા હતો જે ઘટીને ગઈ કાલે ૩૯,૦૪૦ રૂપિયા થયો હતો. એક સપ્તાહમાં વર્લ્ડ માર્કેટમાં ચાંદી ૨.૮ ટકા ઘટી હતી જ્યારે લોકલ માર્કેટમાં ૧.૯૫ ટકા ઘટી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK