ડૉલરની એકધારી મજબૂતીથી સોનામાં ફ્રી ફૉલ

ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયન, કૅનેડિયન ડૉલર અને ચાઇનીઝ યુઆન સતત ગગડતા હોવાથી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બન્યો : સોનું ૧૨૫૦ ડૉલરની નજીક પહોંચતાં મંદીનો ગભરાટ વધ્યો

gold

બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ડૉલર સામે અન્ય દેશોની કરન્સી એકધારી ઘટી રહી હોવાથી ડૉલર વધુ સ્ટ્રૉન્ગ બન્યો હતો અને સોનામાં ફ્રી ફૉલ જોવા મળ્યો હતો. સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૨૫૦ ડૉલર નજીક પહોંચતાં મંદીનો ગભરાટ વધ્યો હતો. ટ્રેડ-વૉરની ક્રાઇસિસની અસરે સ્ટૉકમાર્કેટ ઘટી રહ્યાં છે; પણ ઇન્વેસ્ટરો સેફ હેવન ડિમાન્ડ માટે સોનાના અન્ય વિકલ્પો અપનાવી રહ્યા છે, કારણ કે ડૉલરની મજબૂતી સોના માટે નેગેટિવ બની રહી છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત


જપાનના રીટેલ સેલ્સમાં મેમાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે એપ્રિલમાં ૧.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૩ ટકા વધારાની હતી. અમેરિકાના પેન્ડિંગ હોમસેલ્સમાં મે મહિનામાં ૨.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે સતત પાંચમા મહિને ઘટાડો હતો અને માર્કેટની ૦.૫ ટકા વધારાની ધારણા કરતાં તદ્દન વિપરીત હતો. અમેરિકન ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડરમાં મેમાં ૦.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે માર્કેટની એક ટકાની ઘટાડાની ધારણા કરતાં ઓછો હતો. ઇકૉનૉમિક ઇન્ડિકેટર અને ટ્રેડ-વૉરનું ટેન્શન ડૉલરને ઘટાડનારું હતું; પણ ન્યુ ઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયન અને કૅનેડિયન ડૉલર તેમ જ ચાઇનીઝ યુઆનનું મૂલ્ય અમેરિકી ડૉલર સામે મલ્ટિમન્થ લો સપાટીએ પહોંચતાં ડૉલરને મજબૂતી મળી હતી જેને કારણે કરન્સી બાસ્કેટમાં ડૉલર સ્ટેડી રહેતાં સોનું ઘટીને ૧૨૫૦ ડૉલરની સાડાછ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા લેવાઈ રહેલાં શ્રેણીબદ્ધ પગલાંને કારણે અમેરિકન ઇન્ડસ્ટ્રીમાં હડકંપ મચી ગયો છે. બે મોટાં ઑટો ગ્રુપે ટ્રમ્પને ધમકી આપી હતી કે ઇમ્ર્પોટેડ વેહિકલ પર ડ્યુટી લાદવાથી અમેરિકાના ઑટો-સેક્ટરમાંથી હજારો વર્કરો નોકરી ગુમાવશે. બૉસ્ટનના ફેડ પ્રેસિડન્ટે પણ ટ્રમ્પની પૉલિસીને કારણે ઇકૉનૉમીને થઈ રહેલા નુકસાનનું જોખમ ઓછું કરવા ફેડરલ રિઝર્વે ઇન્ટરેસ્ટ-રેટમાં સતત વધારો કરવો પડશે. અમેરિકી ઇન્ટરેસ્ટ-રેટ વધારવાની તમામ કમેન્ટને પગલે ડૉલરની મજબૂતી વધી રહી છે અને સોનું એકધારું ઘટી રહ્યું છે. સોનું ૧૨૫૦ ડૉલરની સપાટી તોડશે તો મંદીનો ગભરાટ વધશે, પણ સોનું વધુ પડતું ઘટી ગયું હોવાથી તેજીનું એક નાનું કારણ સ્પ્રિંગ જેવો ઉછાળો આપશે.

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૨૦૧૮માં ૧૫ ટકા ઘટવાનો અંદાજ

ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ ૨૦૧૮માં ૭૨૦થી ૭૫૦ ટન થશે જે ૨૦૧૭માં ૮૮૦ ટન રહી હતી એવો અંદાજ ગોલ્ડ ફીલ્ડ મિનરલ સર્વિસિસના ઍનલિસ્ટે મૂક્યો હતો. નીરવ મોદી સ્કૅમ બાદ બૅન્કરો અને ઇમ્પોર્ટરો મની-ક્રાઇસિસમાં ફસાયા હોવાથી જાન્યુઆરીથી ઇમ્પોર્ટ એકધારી ઘટી રહી છે. એપ્રિલ સુધીમાં ઇમ્પોર્ટ ગયા વર્ષથી ૩૨.૬ ટકા ઘટી હતી. મે, જૂન અને જુલાઈમાં પણ ઇમ્પોર્ટ ઘટવાની ધારણા છે. સારા ચોમાસાને કારણે સપ્ટેમ્બરથી નવેમ્બરમાં ડિમાન્ડ વધી શકે છે. આમ ગોલ્ડની ઇમ્પોર્ટ ૨૦૧૭ની સરખામણીમાં ૨૦૧૮માં ૧૫ ટકા ઘટવાની ધારણા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK